Book Title: Vandittu Pratikraman
Author(s): T U Mehta
Publisher: Neki Pankaj Shah Florida USA

View full book text
Previous | Next

Page 12
________________ ગાથા નં. ૩૯-૪૦ સમિતિ-ગુપ્તિના આઠ નિયમો જે “ પ્રવચન માતા ” તરીકે ઓળખાય છે તે બાબત છે. ગાથા નં. ૪૧ થી ૪પ “ ભાવના ” ભાવે છે અને આસ્રવ, સમ્યત્વ શું છે તે સમજાવી ટોળા શાહી અને લૌકિક કામનાથી દૂર રહેવા સમજાવે છે અને કૈવલ્યની ભાવના ભાવે છે. ગાથા નં. ૪૬-૪૭માં બોધી બીજની યાચના છે અને ગાથા ૪૮ માં ક્ષમાપના કરી મંગલની કામના કરવામાં આવેલ છે. રજાઆત :- પૂ. મુનિશ્રી સંતબાલજીએ કરેલ પદ્યાનુવાદ દરેક ગાથા દીઠ બોલ્ડ અક્ષરે રજા કરી તેને ગદ્યમાં થયેલ અર્થ આપ્યા બાદ વિશેષ વિવરણ “નોંધ” ના સ્વરૂપમાં ઇટાલીસમાં આપવામાં આવેલ છે. આ રીતે આધુનિક જીવનને બંધ બેસે તે પ્રમાણે વંદિતુ પ્રતિક્રમણની રચના અને અર્થઘટન મુનિશ્રીએ કરેલ છે જે જૈન તથા જૈનેતર તમામને સ્વીકાર્ય થઈ શકે તેમ છે. પ્રતિક્રમણનો મૂળ હેતુ તો પાપ કર્મથી નિવૃત્તિ છે અને તેથી તે હેતુ સિદ્ધ કરવા જુદા જુદા વિદ્વાનોએ તેની જુદી જુદી રચના કરેલ છે. પરંતુ તે તમામ રચનાઓ જૈન દર્શનના મૂળભૂત સિદ્ધાંતોને અનુરૂપ છે. “ વંદિતુ ” તે પ્રકારની રચના છે. આધુનિક જમાનાના યુવાનોને તથા જૈન તેમજ જૈનેતર વર્ગની તમામ વ્યક્તિઓને પદ્યની ગાથાઓનો અર્થ સરળતાથી અને તત્વાર્થની ગુંચવડમાં પડ્યા વિના સમજાય તેવી રજુઆત કરવાનો પ્રયત્ન કર્યો છે. જેમાં યોગ્ય સૂચનો તથા માર્ગદર્શન આપવાનું શ્રેય શ્રી જયંતિભાઈ શાહને જાય છે. આ પુસ્તિકા વાંચીને કોઇ ગણી ગાંઠી વ્યક્તિઓ પણ પ્રતિક્રમણ કરવા આકર્ષાશે તો આ પ્રયત્ન સફળ છે તેમ માનું છું. - ચં. ઉ. મહેતા “સિધ્ધાર્થ”, ૩ દાદા રોકડનાથ સોસાયટી, નારાયણનગર છેલ્લા બસ સ્ટેન્ડ પાસે, વાસણા, અમદાવાદ-૩૮૦૦૦૭. ફોન : ૦૭૯ - ૨૬૬૦૮૮૧૬ મોબાઈલ : ૯૮૭૯૦ ૨૬૩૫૪ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44