Book Title: Vairagya Varsha Author(s): Jitendra N Modi Publisher: Kundkund Kahan Parmarthik Trust View full book textPage 6
________________ परमात्मने नमः। * વૈરાગ્યવર્ષા ક ****** વૈરાગ્યવર્ધા ] * એક જીવ બીજા કોઈ જીવના વિષયમાં શોક કરતો કહે છે કે અરેરે! મારા નાથનું મરણ થયું. પરંતુ તે પોતાના માટે શોક કરતો નથી કે હું સ્વયં સંસાર-સમુદ્રમાં ડૂબેલો છું. સંસારમાં જીવ જેવી રીતે બીજાના વિષયમાં વિચાર કરે છે તેવી જ રીતે પોતાના માટે પણ જો વિચાર કરે તો શીધ્ર પોતાનું હિત થાય. પરંતુ જીવ પોતાના વિષયમાં ઘણું કરીને વિચાર કરતો નથી. ૨. (Nી કુંદકુંદાચાર્ય, મૂલાચાર) * હે જીવ! હું અકિંચન છું અર્થાત્ મારું કાંઈ પણ નથી એવી સમ્યક ભાવના પૂર્વક તું નિરંતર રહે, કારણ કે એ જ ભાવનાના સતત ચિંતવનથી તું મૈલોક્યનો સ્વામી થઈશ. આ વાત માત્ર યોગીશ્વરો જ જાણે છે. એ યોગીશ્વરોને ગમ્ય એવું પરમાત્મતત્ત્વનું રહસ્ય મેં તને સંક્ષેપમાં કહ્યું. ૩. (શ્રી આત્માનુશાસન) * સંસારમાં લોકો પોતાના કોઈ સંબંધી મનુષ્યનું મૃત્યુ થતાં જે વિલાપપૂર્વક ચીસો પાડીને રુદન કરે છે તથા તેનો જન્મ થતાં જે હર્ષ કરે છે તેને ઉન્નત બુદ્ધિના ધારક ગણધર આદિ પાગલપણું કહે છે. કારણ કે મૂર્ખતાવશ જે ખોટી પ્રવૃત્તિઓ કરવામાં આવી હોય તેનાથી થતાં કર્મના પ્રકૃષ્ટ બંધ અને તેના ઉદયથી સદા આ આખુંય વિશ્વ મૃત્યુ અને ઉત્પત્તિની પરંપરાસ્વરૂપ છે. ૪. (શ્રી પદ્મનંદિ પંચવિશતિ) કે આ જગત ઇન્દ્રજાળ તથા કેળના સ્તંભ સમાન કેવળ નિઃસાર છે, એ શું તું નથી જાણતો? નથી સાંભળ્યું? વા પ્રત્યક્ષ નથી દેખાતું? હે જીવ! આપ્તજનોના મરણ પાછળ શોક કરવો એ નિર્જન અરણ્યમાં પોક મૂકવા સમાન વ્યર્થ છે. જે ઉત્પન્ન થયો છે તે મરશે જ. મરણના સમયે તેને કોણ બચાવી શકે તેમ છે? છતાં મૂર્ખ મનુષ્ય સંબંધીજનોના મરણ પાછળ શોક કરે છે એ જ kkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkk ભગવાન તીર્થંકરદેવ વડે ચિંતવન કરવામાં આવેલી અધ્રુવ આદિ બાર-ભાવના વૈરાગ્યની માતા છે, સમસ્ત જીવોનું હિત રે કરવાવાળી છે, દુઃખી જીવોને શરણભૂત છે, આનંદ ઉત્પન્ન છે કરવાવાળી છે, પરમાર્થમાર્ગને બતાવવાવાળી છે, તત્ત્વનો નિશ્ચય છે કરાવનારી છે, સમ્યકત્વ ઉત્પન્ન કરનારી છે, અશુભ-ધ્યાનને રે નાશ કરનારી છે, આત્મકલ્યાણના અર્થી જીવે હંમેશા ચિંતવન છે કરવાયોગ્ય છે. (શ્રી ભગવતી આરાધના) ****************************** * નવ નિધિ, ચૌદ રત્ન, ઘોડા, મત્ત ઉત્તમ હાથીઓ, ચતુરંગિણી સેના આદિ સામગ્રીઓ પણ ચક્રવર્તીને શરણરૂપ નથી. તેનો અપાર વૈભવ તેને મૃત્યુથી બચાવી શકતો નથી. જન્મ, જરા, મરણ, રોગ અને ભયથી પોતાનો આત્મા જ પોતાની રક્ષા કરે છે. કર્મનો બંધ, ઉદય અને સત્તાથી ભિન્ન પોતાનો આત્મા જ આ સંસારમાં શરણરૂપ છે. કર્મોનો ક્ષય કરીને જન્મ,જરા,મરણાદિના દુ:ખોથી પોતાનો આત્મા જ પોતાને બચાવે છે. ૧. (શ્રી કુંદકુંદાચાર્ય, બાર ભાવના) *******Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 104