Book Title: Vairagya Varsha
Author(s): Jitendra N Modi
Publisher: Kundkund Kahan Parmarthik Trust

View full book text
Previous | Next

Page 4
________________ [૬] * આત્મશાંતિ પ્રગટ કરે છે પણ પૂજ્ય બેનશ્રીના માટે “જીવતા મરી ગયેલાં છે', એમ કહીને એમ પ્રેરણા આપતાં હતા કે ભાઈ! જેણે આ ભવમાં જ આત્મહિત સાધી લેવું હોય તેનું જીવન આવું,સંસારથી વિરક્તચિત્ત, વૈરાગી હોવું જોઈએ. દ્રવ્યદૃષ્ટિના પરિણમનને યોગ્ય, વૈરાગ્યભાવનાની વૃદ્ધિ રહે તેમ જ આપ્તજનોના મૃત્યુ પ્રસંગે કે આકરી બિમારીની અસહ્ય વેદના આદિ પ્રતિકૂળતાના પ્રસંગે આર્તધ્યાન ન થાય અને જાગૃતિ રહે તે હેતુથી અનેક મુનિ-ભગવંતોના ઉદ્ગારોથી વૈરાગ્યની પ્રેરણા મળે એ આ વૈરાગ્યવર્ધાનો ઉદ્દેશ્ય છે. આકરી બિમારીના પ્રસંગમાં આત્મજાગૃતિ અર્થે પરમોપકારી પૂજય ગુરુદેવશ્રીનું જે સંબોધન “વૈરાગ્યવાણી’ દ્વારા પ્રકાશિત થયેલ તે અપ્રાપ્ય હોવાથી આ વૈરાગ્યવર્ષાની પાછળ આપેલ છે, તેમ જ ચારગતિના ભીષણ દુઃખોનું સ્મરણ કરાવતો, વૈરાગ્યકર, ભરત-ગૈલોક્યમંડન હાથીના અનેક ભવનો પુરાણ-પ્રસંગ અને કેટલાક વૈરાગ્યના ભજનો પણ લીધા છે. મારા પિતાશ્રી નાગરદાસ બી. મોદી તથા કાકાશ્રી ઉમેદરાય બી. મોદીના સંપૂર્ણ માર્ગદર્શન નીચે તૈયાર કરવામાં આવેલ આ વૈરાગ્યવર્ધાનું સંકલન આત્માર્થી ઓને આત્મસાધનામાં વૈરાગ્યપ્રેરકબળ બની રહે તે અત્યંત દુર્લભ એવા આ મનુષ્યભવની સૌ સાર્થકતા કરે એવી ભાવના સહ, -સંકલનકાર આ વૈરાગ્યવર્ષાની બીજી આવૃત્તિનું લેસર ટાઈપ સેટીંગ કરી આપવા બદલ અરિહંત કોમ્યુટર ગ્રાફિક્સનો તેમ જ પૂફરીડિંગની સેવા આપવા બદલ શ્રી દીપકભાઈ એમ. દેસાઈ (ટેપ-વિભાગ)નો હાર્દિક આભાર માનીએ છીએ. -પ્રકાશક * આત્મા ગમે તેવા સંયોગમાં પણ પોતાની શાંતિ પ્રગટ કરી શકે છે. પોતાની શાંતિને પ્રગટ કરવામાં જગતનો કોઈ બાહ્ય પદાર્થ વિદન કરવા સમર્થ નથી. ગમે તેવા આકરાં પ્રસંગો આવી પડે, દીકરો મરી જાય, દીકરી રાંડે, જંગલમાં એકલો પડી ગયો હોય ને કોલેરા આદિનો આકરો રોગ થઈ ગયો હોય, સુધા -તૃષાની આકરી વેદના હોય કે સિંહ, વાઘ ફાડી ખાવા આવ્યો હોય કે ગમે તેવા આકરાં પ્રસંગ આવી પડે તોપણ તે સંયોગનું લક્ષ છોડીને અંદરમાં આત્મા પોતાની શાંતિને પ્રગટ કરી શકવા સમર્થ છે. બાહ્યમાં રહેલી પ્રતિકૂળતા અંદરમાં આત્મશાંતિને રોકી શકતી નથી. શાસ્ત્રમાં તો કહે છે કે નરકની એક ક્ષણની પીડા એવી છે કે તેને કોટિ જીભથી કોટિ વર્ષ સુધી કહેવામાં આવે તો પણ એ પીડા કહી શકાય નહિ. એવી આકરી નરકની પીડા છે. છતાં ત્યાં પણ એ સંયોગનું ને પીડાનું લક્ષ છોડી દે તો આત્મા પોતાની શાંતિને પ્રગટ કરી શકે છે. ભાઈ! તારું તત્ત્વ હાજરાહજૂર છે. તેમાં લક્ષ કરીને પોતાની શાંતિ પ્રગટ કરી શકાય છે. -ઉપકારમૂર્તિ પૂજય ગુરુદેવ

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 104