Book Title: Vairagya Varsha
Author(s): Jitendra N Modi
Publisher: Kundkund Kahan Parmarthik Trust

View full book text
Previous | Next

Page 3
________________ [૩] [૪] ઉપોદ્ધાત પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવશ્રી મહાવિદેહક્ષેત્રથી અત્રે ભરતક્ષેત્રમાં પધારતાં મુમુક્ષુસમાજ માટે તો આ વિષમ પંચમકાળ પણ ચતુર્થકાળ થઈ ગયો છે. પૂજ્ય ગુરુદેવે તેમના જીવનકાળ દરમ્યાન સ્વાનુભવસમૃદ્ધ પોતાના પવિત્ર જીવનથી તથા ભવછેદક અધ્યાત્મ-અમૃત વાણીથી આપણા સૌ ઉપર અવર્ણનીય ઉપકારવર્ષા વરસાવી છે. તેઓશ્રીની ૪૫-૪૫ વર્ષો સુધી વરસેલી એકધારી અધ્યાત્મની વર્ષાથી ધર્મનો સુકાળ વર્તી રહ્યો છે. તેઓશ્રી બિરાજમાન નથી; પરંતુ જેમ બપોરના સૂર્યના ધોમ તાપથી તપ્ત થયેલી પથ્થરની શિલા સૂર્યાસ્ત પછી પણ સૂર્યના તાપના પ્રભાવથી કલાકો સુધી તપ્તાયમાન રહે છે, તેમ ઉપકારમૂર્તિ પૂજ્ય ગુરુદેવે ૪૫-૪૫ વર્ષો સુધી જે અધ્યાત્મ-અમૃતની ધોધમાર વર્ષા વરસાવી છે તેના પ્રભાવથી પંચમ આરાના છેડા સુધી આ ભરતક્ષેત્ર અધ્યાત્મની હરિયાળીથી આત્માર્થીઓ માટે લીલુંછમ જ રહેશે. કરુણાસિંધુ પૂજ્ય ગુરુદેવશ્રીએ ૪૫-૪૫ વર્ષો સુધી જે અધ્યાત્મ-અમૃતવર્ષા વરસાવી તેમાં મુખ્યપણે તો, જેના અભાવે આ જીવ આજ સુધી સંસારમાં ભટકી રહ્યો છે તે દ્રવ્યદૃષ્ટિનો જ ધોધ વરસાવ્યો છે. ‘દ્રવ્યદૃષ્ટિથી વર્તમાનમાં જ હું તો પરિપૂર્ણ ભગવાનસ્વરૂપ છું’, ‘હું તો એક જ્ઞાયક છું’-એ મુખ્ય વિષયને જ જીવનભર ઘૂંટાવતાં રહ્યા અને તેની સાથોસાથ આ મનુષ્યભવની અત્યંત દુર્લભતાની ટકોર કરવાનું પણ ક્યારેય ચૂકતા ન હતા. મેરુ જેટલાં પુણ્યના થોકથી મળેલો આ સાચા દેવ-ગુરુનો દુર્લભ ઉત્કૃષ્ટ યોગ પામીને મુમુક્ષુઓ સંસાર, શરીર, ભોગથી ચેતીને આત્મહિત માટે વિશેષ સાવધાન રહે તે માટે તેઓશ્રી અધ્યાત્મની ગૂઢ મૂળભૂત વાતોની સાથોસાથ ક્ષણભંગુર આયુષ્યના સેંકડો પ્રસંગો પણ વૈરાગ્યભાવે વર્ણવતા હતા. તેઓશ્રીની અધ્યાત્મદેશના તો અભૂતપૂર્વ હતી જ, પરંતુ તેઓશ્રીની વૈરાગ્યવાણીનું શ્રવણપાન કરનારનો સંસારરસ પણ નીતરી જતો. સંસારથી વિરકતચિત્ત તેઓશ્રીની વાણીમાં એટલી કરુણા વહેતી કે વારંવાર કહેતાં કે અરે! માથે મોત ભમે છે ને આને હસવું કેમ આવતું હશે? તેથી કોઈ પણ સાંસારિક વૈરાગ્યનો પ્રસંગ તેઓશ્રીને સાંભળવા મળતો ત્યારે ખૂબ જ વૈરાગ્યપૂર્ણ ભાવે તેનું વર્ણન કરીને સંસારના રસથી વિરક્તિ ઘૂંટાવતાં હતા. તેઓશ્રી ફરમાવતાં હતા કે દ્રવ્યદૃષ્ટિની ઉત્કૃષ્ટ દેશના અંતરમાં પચાવવા માટે સર્વ પ્રકારના સંસારના કાર્યોનો રસ ઊડી જવો જોઈએ, અંદરથી સંસાર-શરીર-ભોગથી ઉદાસીનતા થવી જોઈએ, બાહ્યપ્રસંગોથી વિરક્તચિત્ત થઈ જવું જોઈએ, કયાંય ગોઠે નહીં એવી અંતરંગસ્થિતિ થવી જોઈએ...બીજાના મરણ પ્રસંગો દેખીને આયુષ્યની ક્ષણભંગુરતાના વિચારે એને કાળજે ઘા લાગવો જોઈએ કે અરે ! આયુષ્યની આટલી ક્ષણભંગુરતા ને હું આ પ્રમાદી થઈને શું કરી રહ્યો છું? વાદિરાજમુનિ તો કહે છે કે ભૂતકાળના દુઃખોને યાદ કરતાં મારા હૃદયમાં આયુધના ઘા પડે છે.-તો એવા એવા અનંતકાળમાં ભોગવેલાં દુઃખોથી હું કયારે ? કેમ ä? એમ એને અંદરથી વેદના થવી જોઈએ.ત્યારે આ કાચા પારા જેવી, સિંહણના દૂધ જેવી દ્રવ્યદૃષ્ટિની દેશના અંદરમાં પરિણમે. પ્રશમમૂર્તિ પૂજ્ય બહેનશ્રી પણ કહેતાં કે મુમુક્ષુનું હૃદય ભીંજાયેલું હોવું જોઈએ. મુમુક્ષુને અંતરમાં વૈરાગ્ય હોય, ચારગતિના દુ:ખથી થાક લાગ્યો હોય, સત્યના કહેનારા દેવ-શાસ-ગુરુની ભક્તિથી મુમુક્ષુનું હૃદય રંગાયેલું હોય, તેના કષાયો મર્યાદામાં આવી ગયા હોય, એક આત્માની જ લગની લાગી હોય,એમ અનેક પ્રકારે મુમુક્ષુપણા અંગે ઘણું ફરમાવતાં હતાં. પૂજ્ય ગુરુદેવશ્રી

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 104