Book Title: Uttaradhyayan Sutra Part 02 Author(s): Akalankvijay Publisher: Akalank Granthmala View full book textPage 5
________________ શ્રી કલપસૂત્ર પ્રમાણે શ્રમણ ભગવાન મહાવીર ૩૦ વર્ષ ગૃહસ્થાવાસમાં રહ્યા, દીક્ષા પછી. ૧૨ વર્ષ છવચ્છ પર્યાય, અને, ૩૦ વર્ષ કેવળિ પર્યાય, પાળીને, કુલ ૭૨, વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને નિર્વાણ પામ્યા, નિર્વાણ પહેલાં પ્રભુ પ્રભાત સમપે પાસને બેઠા, અને, પુણ્યના ફળ-વિપાક –વાળા પ૫ આધ્યયને, પાપના ફળ–વિપાક–વાળા ૫૫ અધ્યયને, તથા, કેઈના પૂછડ્યા વિના, છત્રીસ અધ્યયને કહીને, પ્રધાન નામનું મરૂદેવીનું એક અદયયન ભાવતા ભાવતા, કાળ–ધર્મ પામ્યા. સંસાર–સમુદ્રનો પાર પામ્યામેક્ષે ગયા. ઉત્તરાધ્યયન સૂત્રમાં ૩૬ અધ્યયને છે. આ મૂળ સૂત્રો સાધુ-ભગવંતના અધિકારના ગ્રન્થ ગણાય, તેથી વર્ધમાન-તપનિધિ શ્રી અકલકવિજય મ. સાહેબે (૧) સાધુ-સાધ્વી આવશ્યક સૂત્રો પુષ્પ નં-૧૬૭/ ૭૭ માં, (૨) શ્રી દશ વૈકાલિક સૂત્રાર્થ ૧૮ પુષ્પ નં–૧૧૪ -તથા–(૩) શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ત્રણ વિભાગમાં પ્રકાશિત કરવા આયોજન થયેલું છે. પ્રથમ ભાગ પુષ્પ નં ૧૬૬ માં પ્રગટ થઈ ગયેલ છે તેમાં ૧ થી ૧૦ અધ્યયન છે અને આ પુસ્તક પુષ્પ નં. ૧૮૨ માં પણ ૧૧ થી ૨૦ અધ્યયન આવશે. ભાગ ત્રીજામાં બાકીના ૨૧ થી ૩૬ અધ્યયને આવશે. ચારિત્રની આરાધના કરનાર સાધુઓને ચાર મૂળસૂત્રોને ક્રમશઃ અભ્યાસ અત્યંત ઉપાગી છે. આ શ્રી ઉ, સૂત્ર એટલે પરમાત્મા મહાવીર દેવની અમુલ્ય અંતિમ વાણી. શ્રી વીર પ્રભુએ સાધના માટે દેશના પ્રવાહ જીવનના અંતિમ સમય સુધી વહાવ્યા અને છેલ્લા બે દિવસની, સેળ પહેરની દેશનામાં જે વાણું-પ્રવાહ વહ્યો તેના ગુંફનમાંથી શ્રી જે. સૂત્રની રચના થઈ.Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 174