Book Title: Uttaradhyayan Sutra Part 02 Author(s): Bhadrankarsuri Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra View full book textPage 6
________________ પ્રકાશકીય શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ભાગ-૨ જે' ૧૪ સાલ પહેલાં પ્રકાશિત કરેલ. તે પુસ્તક સાધુ, સાધ્વીજી મહારાજેને અત્યંત ઉપયોગી બનતાં તેની નકલે ટપટપ ઉપડી ગઈ. અને ઉપરાઉપર માગણી થતાં આજે અમે દ્વિતીયાવૃત્તિ છપાવવા ભાગ્યશાળી બન્યા છીએ. મોંઘવારીના સમયમાં આવું અત્યુત્તમ પુસ્તક આર્થિક સહકાર વિના કયાંથી પ્રકાશિત થાય ? એ પ્રશ્ન ખડો થતાં તરતજ સમાધાન મલી ગયું. ગત સાલ શ્રીપાલનગર -વાલકેશ્વર ખાતે પૂજ્યપાદ કર્નાટક કેસરિ આચાર્યદેવ શ્રીમદવિજય ભદ્રકરસૂરીશ્વરજી મહારાજાને અમે વિનંતિ કરતાં પૂજ્યશ્રીએ શાસન સુભટ સુશ્રાવક લાલચંદજી છગનલાલ પિંડવાડા નિવાસીને પુસ્તકની ઉપયોગિતા જણાવતાં શ્રી લાલચંદજીએ સહર્ષ ટ્રસ્ટ તરફથી પુસ્તક છપાવવા ઉદારતા દર્શાવી. તે બદલ અમારી સંસ્થા ઘણા ગૌરવ સાથે તેમની શ્રુત ભક્તિ પ્રત્યેની હાર્દિક અનુમોદના સાથે આનંદને અનુભવ કરે છે. આવી રીતે શ્રી લાલચંદભાઈ સદૈવ શ્રતજ્ઞાન પ્રત્યે ભક્તિવંત બનીને જૈન શાસનના મહામૂલા ગ્રંથને પ્રકાશિત કરતા શીઘ્ર કેવલ્ય લક્ષ્મીને વરે એજ શુભાશા પુસ્તક પ્રકાશનમાં શ્રી પ્રવિણભાઈ કોઠારી તેમજ મંગલ મુદ્રણાલયના માલિક શ્રી કાંતિભાઈ એ શુદ્ધિપૂર્વક જહદી પ્રકાશિત કરી આપ્યું. તેને સંસ્થા આભાર માને છે. પ્રેસ દેષ, યા દષ્ટિ દેષથી જે કંઈ ભૂલ રહી ગઈ હોય તે ક્ષમા યાચના પૂર્વક વિરમું છું. – પ્રકાશકPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 488