Book Title: Tithi Ange Satya ane Samadhan Part 2 Author(s): Abhayshekharsuri Publisher: Kantilal Chhaganlal Shah Mumbai View full book textPage 7
________________ શકવાના નથી. કારણ કે શાસ્ત્રકારોને – પૂર્વાચાર્યોને બધા અલગઅલગ દિવસે આરાધના કરે એ માન્ય નથી.)” આમ મેં આ પ્રશ્ન ઉઠાવવાની સ્પષ્ટ ભલામણ કરી હોવા છતાં એવો પ્રશ્ન ઉઠાવીને એનો જવાબ આપવાની એમની સક્ષમતા નથી એવું સાબિત થાય છે કે નહીં ? તથા એ સક્ષમતા નથી, તો શાસ્ત્રકારોને, પૂર્વાચાર્યોને બધા અલગ-અલગ દિવસે આરાધના કરે એ માન્ય નથી આ વાત પણ સાબિત થાય છે કે નહીં? એ તમે વિચારી લેશો. પ્રશ્ન છતાં એમાં ઉઠાવેલા પ્રશ્નના આપેલા ઉત્તર અંગે કંઈક વિચારવું જોઇએ? એમાં જણાવ્યું છે કે “સૌ પોતપોતાની માન્યતા મુજબ શાંતિથી આરાધના કરે, આવું વલણ હાલ શ્રી સંઘના મોટા ભાગના આચાર્ય ભગવંતો આદિમાં તથા બન્ને વર્ગના આગેવાન શ્રાવક ગણમાં પ્રવર્તે છે. તેથી તિથિ વિષયક ચર્ચા ઊભી કરી વાતાવરણને ડહોળવાના પ્રયત્નથી દૂર રહેવું એવી અમારી ઈચ્છા હતી. આ અંગે તમારું શું કહેવું છે ? ઉત્તરઃ એટલે વિ.સં. ૧૯૯૨ થી તિથિવિષયક ચર્ચાને જોરપૂર્વક જે ઊભી કરી એ વાતાવરણ ડહોળવાનો પ્રયત્ન હતો. એમ તો સિદ્ધ થઈ ગયું ને! એ પક્ષ વાતાવરણને ડહોળવાના પ્રયત્નથી ખરેખર દૂર રહ્યો છે કે પછી બોલવાના જુદા ને ચાવવાના જુદા..એવો ઘાટ છે? એ ચાલુ વર્ષે અમદાવાદના ગિરધરનગરમાં બનેલી ઘટના તથા એ પિંડવાડાસંઘના નીચેના પત્રથી વિચારી લેશો. [ ૩ ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40