Book Title: Tithi Ange Satya ane Samadhan Part 2 Author(s): Abhayshekharsuri Publisher: Kantilal Chhaganlal Shah MumbaiPage 20
________________ પૂ.(૩) - ક્ષયે પૂ. ઈત્યાદિ પ્રઘોષથી શ્રીમદ્ ઉમાસ્વાતિજી મ. ના નામે આચાર્ય શ્રી ગણું મારે છે કે પ્રઘોષના કર્તાને ઉદયાત તિથિનો એકાત્ત માન્ય નથી... ઉ.-ગડું મારે છે.. જોયું ને ભાષાનું સૌષ્ઠવ! ઉદયાત્, તિથિનો એકાન્ત કોને કહેવાય એ સમજવાની એમને જરૂર છે એવું નથી લાગતું! “કોઈપણ પરિસ્થિતિમાં ઉદયાતુતિથિને પકડી રાખવી. એ સિવાયના દિવસે આરાધના કરાય જ નહીં આવો નિરપવાદ નિયમ એ એકાન્ત છે, આવું તો ઉત્સર્ગોપવાદમય શ્રી જૈનશાસ્ત્રોના સામાન્ય જાણકાર પણ જાણતા હોય છે. લૌકિક પંચાંગમાં આઠમનો ક્ષય હોય ત્યારે આગલા દિવસે ઉદયાત્ આઠમ નથી એ સ્પષ્ટ જ છે. ને છતાં એ દિવસે આઠમની આરાધના કરવાનું જો પ્રધોષકર્તા જણાવતા હોય તો એકાન્તનો એમણે છેદ ઊડાડ્યો જ છે.આમાં ગણું ક્યાં છે? વૈદ્યના ચુકાદામાં ગુજરાતી પૃષ્ઠ ૧૪ ઉપર સાતમનું સાતમપણું ફોક કરીને સાતમમાં આઠમપણું સ્થાપે છે... વગેરે વાંચવાથી પણ સમજાશે કે પ્રઘોષ દ્વારા ઉદયતિથિના એકાંતનો છેદ કઈ રીતે થાય છે... - પૂ. (૩) - વચન કરતાં શ્રી વીતરાગ પરમાત્માના શાસનમાં બીજું કાંઈ શ્રેષ્ઠ નથી... ' ઉ. - વચન કરતાં પણ વચનનો અર્થ... અને અર્થમાં પણ પદાર્થ, વાક્યાર્થ, મહાવાક્યર્થના ક્રમે ઐદંપર્યાર્થ (તાત્પર્યાર્થી સર્વશ્રેષ્ઠ છે. શ્રી સંઘે ઠેરવેલા એક જ દિવસે બધા આરાધના કરે એ ભાવસત્ય છે આવું મેં જે નિરૂપણ કર્યુ છે તે આ તાત્પર્યાર્થરૂપ જ છે એવું મારી પુસ્તિકા વાંચનારને પ્રતીત થયા વિના નહીં જ રહે. હા,એક વાર પક્ષવાદથી પર થઈને વાંચવી પડે. [ ૧૬ ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40