Book Title: Tithi Ange Satya ane Samadhan Part 2 Author(s): Abhayshekharsuri Publisher: Kantilal Chhaganlal Shah MumbaiPage 21
________________ પૂ.(૩) – આચાર્યશ્રીને તો ઉદય ગૌણ છે, તિથિ ગૌણ છે, પોતાનો મત મુખ્ય છે. ઉ. - ના, કારણ કે એ મત ઉપર જણાવ્યા મુજબ શાસ્રવચનોના તાત્પર્યાર્થરૂપ હોવાથી મેં અપનાવ્યો છે સ્વતન્ત્ર મારો પોતાનો નથી. જે કોઇ જિનાજ્ઞાપ્રેમી હશે તે પણ એને અપનાવીને પોતાનો કરી લેશે. પૂ.આ.વિ.ચન્દ્રગુપ્તસૂરિજીની પુસ્તિકાના ૩ પૃષ્ઠ અંગેની કેટલીક વાતો અંગે આ રીતે આપણે વિચાર્યું... આના પરથી એમની આખી પુસ્તિકાનું લખાણ કેવું હશે તે કલ્પી શકાય છે. બાકી તો એમની પુસ્તિકાનો શીર્ષક વાંચવાથી જ ખ્યાલ આવી જાય એવો છે કે એમાં લખેલી વાતો કયા પ્રકારની છે.એટલે હવે વધારે એમાં હાલ ઉતરતો નથી કારણ કે મારી પુસ્તિકાનું સમગ્ર લખાણ જૈન શાસ્ત્રોના ભાવસત્યને મહૂત્ત્વ મળે અને જૈન સંઘમાંથી તિથિવિવાદ દૂર થાય એ જ પવિત્ર આશયથી લખાયું છે-તેથી તે વિવાદ કેમ ઘટે એ જ મારું લક્ષ છે.મેં સમાધાન માટે જે જણાવ્યું છે તે અંગે પૃ.૧૧ પર તેઓ લખે છે કે પૂ.(૧૧) - આચાર્યશ્રી એકતા માટે પંચાંગ બદલવાની વાત કરી રહ્યા છે. ભા.સુ.૫ ની વૃધ્ધિ કે ક્ષય ન આવે એવા પંચાંગને તત્કાળ પૂરતું સ્વીકારવું-આવી અધૂરી વાત કરીને તેઓ લોકોને મૂર્ખ બનાવી રહ્યા છે... ઉ. - આ વાંચીને આઘાત એટલા માટે લાગે છે કે પોતાનાપ્રગુરૂના પ્રગરૂના ગુરૂ એવા સ્વ.પૂ.આ શ્રી દાન સૂ.મ. સાહેબે સં. ૧૯૮૯ ની સાલમાં ચંડુ પંચાંગમાં ભા.સુ.૫ નો ક્ષય હતો ત્યારે એ એક વર્ષ [ ૧૭ ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40