Book Title: Tithi Ange Satya ane Samadhan Part 2
Author(s): Abhayshekharsuri
Publisher: Kantilal Chhaganlal Shah Mumbai

Previous | Next

Page 25
________________ આ વાતની ચર્ચા શ્રીકાન્ત સાથે ખંભાતમાં ચાલતાં આપે સારું પરખાવી દીધું હતું કે અમને આ વાતની ખબર આપી નથી અને પંચાંગ પ્રસિદ્ધ કર્યા. તે સમયે મેં પણ શ્રીકાન્તને પૂછ્યું કે બોલ?. આ પંચાંગ નીકળતી વખતે તે મને પણ બતાવ્યું હતું? ત્યારે જવાબમાં જણાવ્યું કે આપને પણ બતલાવવામાં આવ્યું નથી ઇત્યાદિ વાર્તાલાપ થયો હતો. મુનિશ્રી મંગળવિજયજી આદિ ઠા.૩ ચૈત્ર સુદ ૨ ના ખંભાત સુખશાતાથી આવી ગયા છે. તેઓએ વંદના સુખશાતા લખાવી છે. રજીસ્ટર મલ્યુ તે દિને પત્ર લખેલ છે તે મલ્યો નથી તે જાણ્યું. તેમાં ફક્ત પહોંચ લખી હતી. સર્વ તરફથી આપ સર્વને વંદનાનુવંદના... દઃ આપના નેમની વંદના. આ પત્ર વીર સંવત ૨૪૭૧ એટલે કે વિ.સં.૨૦૦૧ નો છે. અને સ્વ.પૂ.આ.ભ. પ્રેમ સૂ.મ.નો જાવાલનો પત્ર વિ.સં. ૨૦૧૯નો છે. એટલે જણાય છે કે વિ.સં.૧૯૯૩માં ફેરફાર કરનારે તે ફેરફારી કરવા અંગે જે પૂછયું નહોતું. માત્ર આનો જ વાંધો નહોતો.. પણ આ ફેરફારીનો જ વાંધો હતો. આ ફેરફારી ઠેઠ સુધી આ પૂજ્યોને માન્ય નહોતી.અને તેથી જ એ ફેરફારીને રદ કરવાના સતત પ્રયત્નો ચાલુ હતા.. જે છેવટે કંઈક અંશે ૨૦૨૦માં સફળ થયા. ત્યાં સુધી એ સફળ કેમ ન થયા? એની વિચારણામાં પડવા જેવું નથી, કારણકે એમાં કેટલીય વાતો એવી છે જે અમુક વ્યક્તિઓની વિચિત્ર વૃત્તિપ્રવૃત્તિઓને ખોલનાર હોવાથી આપણા માટે શોભાસ્પદ નથી. [ ૨૧ ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40