Book Title: Tithi Ange Satya ane Samadhan Part 2 Author(s): Abhayshekharsuri Publisher: Kantilal Chhaganlal Shah MumbaiPage 36
________________ * પૃ. ૯ ઉપર પૂ. આત્મારામજી મ.ના નામે જે વાત કરી છે એ પણ તથ્યહીન છે. આ વાત જૈન ધર્મપ્રકાશના વિ.સં. ૧૯૫ર ના શ્રાવણ માસના અંકમાં આવેલા "સંવત્સરી નિર્ણય" નામનોલેખ વાંચવાથી જણાશે. તા.૨૧-૭-૩૩ના વીરશાસનમાં પણ સ્વ.પૂ.દાન સૂ.મ.સાહેબે-૧૯૫૨માં ભા. સુ.પ નો નહીં પણ છઠ્ઠનો જ ક્ષય મનાયેલો એ વાત જણાવેલી છે. * લેખકે પૂ. બાપજી મ.નો જે ખુલાસો ટાંક્યો છે એને ખુદ બાપજી મ.પણ મિથ્થા સમજતા હતા, એટલે જે એ ખુલાસાનો વળી ખુલાસો ન કરવો પડે એ માટે ૨૦૧૪ ની સંમેલનમાં મંગળાચરણ કરીને તેઓ તરત જ ઉપાશ્રયે પધારી ગયા હતા, અને પછી એકપણ દિવસ પધાર્યા નહોતા. આવું તત્કાલીન મહાત્માઓ જણાવે છે. વળી પૂ. લબ્ધિસૂરિ મ.સાહેબે વિ.સં.૨૦૦૧ના દ્વિતીય ચૈત્ર સુદ-૧૩ પાલીતાણા શાન્તિભુવનથી તેઓશ્રી ને લખેલા પત્રમાં પુનમ/અમાસ ની ક્ષય-વૃદ્ધિ બાબતમાં પ્રશ્ન પૂછાવેલો ત્યારે પૂજયશ્રીએ (બાપજી મહારાજે) અમદાવાદથી વિ.સં.૨૦૦૧ ચૈત્ર વદ ૬ ના રોજ પત્ર લખીને જવાબ આપેલો કે "પૂર્ણિમાના ક્ષયે તથા વૃદ્ધિએ તેરસના ક્ષય અને વૃદ્ધિ ન કરવી- તે પંચાંગને પાને ચઢાવવા માટે અમો કંઈ પણ જાણતા નથી. તેમજ અમારી સંમતિ પણ નથી" તથા જે મહાત્માએ પૂ.બાપજી મ.પાસે કહેવાતો ખુલાસો દબાણ પૂર્વક કરાવીને છપાવેલો તે મહાત્માએ તેનામાટે ભારપૂર્વક અફસોસ વ્યક્ત કરીને પ્રાયશ્ચિત પણ લીધેલું છે. એટલે પૂ.બાપજી મ.ના આ કહેવાતા ખુલાસામાં વાસ્તવિકતા શું છે? એ સમજી શકાય એમ છે. * લેખકે પોતાને હૃદયદ્રાવક લાગી ગયેલો સ્વ.પૂ.રામસૂરિ કહેલાવાળાનો પત્રછાપ્યો છે, તો એની સામે પૂ.મેરુપ્રભસૂરિમહારાજે [ ૩૨ ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 34 35 36 37 38 39 40