Book Title: Tithi Ange Satya ane Samadhan Part 2
Author(s): Abhayshekharsuri
Publisher: Kantilal Chhaganlal Shah Mumbai
Catalog link: https://jainqq.org/explore/001771/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ણમોત્થ ણં સમણસ્ય ભગવઓ મહાવીરસ તિથિ અંગે સભ્ય અને સમાધાન ( ભાગ - ૨) * લેખક શ્રી પ્રેમ-ભુવનભાનુ - ધર્મજિત્ - જયશેખર સૂરિશિષ્ય આ.વિ. અભયશેખરસૂરિ પ્રાશક શાહ કાન્તિલાલ છગનલાલ દોશી રમેશચન્દ્ર અમૃતલાલ મલાડ - મુંબઈ Printed by : Gujarat Book Stores, A'bad. Ph. : 079 - 22931939 Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈનશાસનમાં બહુમતિ કે સર્વાનુમતિને સ્થાન નથી. શાસ્ત્રમતિનું જ મહત્વ છે આવું નવોપક્ષ વારેવારે કહેતો હોય છે એટલે એમને મારે પૂછ્યું છે... આ શાસ્રમતિ એટલે શું ? કેમ આવો પ્રશ્ન કરો છો ? શાસ્રવચનો એ શાસ્ત્રમતિ... ભાગ્યશાળી ! શાસ્રવચનો તો પુદ્ગલાત્મક હોવાથી એ કાંઇ શાસ્ત્રમતિરૂપ નથી. તો શાસ્ત્રવચનો પરથી મળતો અર્થ બોધ એ શાસ્ત્રમતિ...આ અર્થનોધ કોણ કરે ? ... 'કેમ ? ગીતાર્થ મહાત્માઓ કરે...'આ તમે કહો છો કે નવો પક્ષ કહે છે ? કારણકે ગીતાર્થ મહાત્માઓ કરતાં પણ કોર્ટના જજ વધારે સાચો અર્થ કરી શકે એવી નવા પક્ષની માન્યતા છે, નહીંતર વાતવાતમાં કોર્ટમાં કેસ શા માટે કરવો પડે ? (માટુંગા,વડોદરા – સુભાનપુરા,અમદાવાદ– ગીરધરનગર... વગેરેમાં કરેલા કેસ જોવા. ) આવું ઘણા સુજ્ઞોમાને છે, અસ્તુ...!!! પણ ગીતાર્થોને થતો બોધ એ જ જો શાસ્ત્રમતિ છે. . તો એનો અર્થ એ થયો કે શ્રી જૈનશાસનમાં ગીતાર્થમતિ એ સૌથી વધારે મહત્વની છે, અને ગીતાર્થોમાં ક્યારેક અર્થઘટનમાં મતભેદ પડે તો બહુમતિ ગીતાર્થોનો જ નિર્ણય માનવાનો રહે. (જેમ કાયદાની કલમના અર્થઘટન વગેરેમાં જજની બેંચમાં મતભેદ થાય તો બહુમતિ જજનો નિર્ણય માન્ય બને છે. તેમ..) માટે, શ્રી જૈનશાસનમાં ગીતાર્થોની સર્વાનુમતિ થાય તો પ્રથમ નંબર, નહીંતર ગીતાર્થોની બહુમતિ જ મહત્વની છે એ સ્પષ્ટ છે. Page #3 -------------------------------------------------------------------------- ________________ ણમોત્થ ણં સમણસ્ય ભગવઓ મહાવીરસ્સ તિથિ અંગે સભ્ય અને સમાધાન ( ભાગ - ૨) લેખક શ્રી પ્રેમ-ભુવનભાનુ - ધર્મજિત્ - જયશેખર સૂરિશિષ્ય આ.વિ. અભયશેખરસૂરિ પ્રકાશક શાહ કાન્તિલાલ છગનલાલ દોશી રમેશચન્દ્ર અમૃતલાલ મલાડ - મુંબઈ Page #4 -------------------------------------------------------------------------- ________________ * મૂલ્ય * સ્વયં વાંચવું, વિચારવું અને બીજા જિજ્ઞાસુઓને વાંચવા આપવું. પ્રાપ્તિસ્થાન શ્રી હીરસૂરિ જગદ્ગુરુ જૈન ઉપાશ્રય દેનાબેંક પાસે, દફતરી રોડ, મલાડ (ઈસ્ટ), મુંબઈ ૪૦૦ ૦૦૭. ગિરીશ જે. વડેચા ૧૦૧, સમેતશિખર એપાર્ટમેન્ટ, ગોપીપુરા, સુરત - ૩૯૫ ૦૦૧. જગતભાઈ પરીખ ૨૧, તેજપાલ સોસાયટી, ફતેહપુરા બસ સ્ટેન્ડ સામે, પાલડી, અમદાવાદ ૩૮૦ ૦૦૭. ફોન : ૨૬૬૩૩૭૩૪ . - મુદ્રણ વ્યવસ્થા ગુજરાત બુક સ્ટોર્સ, અમદાવાદ. ફોન : ૦૭૯ ૨૨૯૩૧૯૩૯ - Page #5 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ શ્રીપ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-ધર્મજિત્-જયશેખરસૂરીશેભ્યો નમઃ ઐ નમઃ તિથિ અંગે સત્ય અને સમાધાન-ભા-૨ શ્રી સંઘે ઠેરવેલા એક દિવસે બધાએ આરાધના કરવી. .આ તિથિનું અંગેનું ભાવસત્ય છે...આવી તા૨વણી શાસ્ત્રપાઠ અને પૂર્વાચાર્યના સંદર્ભો વગેરે પરથી મેં "તિથિ અંગે સત્ય અને સમાધાન" નામની પુસ્તિકામાં રજુ કરેલી છે..મારી આ રજુઆતનો વિરોધ કરવા પ્રકાશિત થયેલ સાહિત્ય અંગે કંઇક વિચારણા આ પુસ્તિકામાં રજુ કરું છું. પ્રશ્ન : પ્રભાવક જિનવાણી માસિકનાં પાંચમા વર્ષના ૧૦માં અંકમાં (જુન-૨૦૦૫) ‘તિથિ અંગે સત્ય અને સમાધાન' આ નામની તમારી પુસ્તિકા અંગે, ‘જિજ્ઞાસા અને તૃપ્તિ’ વિભાગમાં બે તિથિ (નવા)પક્ષે જિજ્ઞાસા (પ્રશ્ન) ઊઠાવીને તૃપ્તિ (ઉત્તર) આપેલ છે. તો આ અંગે તમારું શું મંતવ્ય છે ? ઉત્તર : એ ‘જિજ્ઞાસા અને તૃપ્તિ' વિભાગનું લખાણ પૂર્ણ થયું છે ત્યાં નીચે કૌંસમાં (-સં.) એમ લખેલ છે. એટલે જણાય છે કે આ લખાણ સંપાદક તરફથી પ્રકાશિત થયેલ છે. હવે એના લેખક પણ સંપાદક જ છે કે કોઇ મહાત્મા છે? એ વિચારવાનું રહે છે. જો સંપાદક જ લેખક હોય તો નીચેની બે વાતો સાબિત થાય કે નહીં એ તમારે વિચારી લેવું જોઇએ. (૧) નવા પક્ષમાં તિથિના ભાવસત્યની રક્ષા [ ૧ ] Page #6 -------------------------------------------------------------------------- ________________ કરવા માટે મારી પુસ્તિકા અંગે વિચારવિમર્શ કરી શકે એવા કોઈ શાસ્ત્રોના જાણકાર ગીતાર્થ મહાત્મા જિનવાણી માસિકના માધ્યમે જાહેરમાં આવવા તૈયાર નથી. બીજી બાજુ જેમને શાસ્ત્રોનું કોઇ વિશેષ અધ્યયન વગેરે કર્યું નથી એવા સંપાદકને અધિકાર વગર જ સ્વપક્ષના બચાવ ખાતર સમજણ વગરનું લખાણ કરવું પડ્યું. (૨) શાસ્ત્રોની અજાણ વ્યક્તિએ કરેલા લખાણની શ્રી જૈન શાસનમાં પ્રમાણતા મનાતી ન હોવાથી એની કશી કિંમત નથી. ખરેખર, જો એના લેખક કોઈ સંવિગ્ન ગીતાર્થમહાત્મા હોય તો એમણે પોતાનું નામ છૂપાવવું ન પડ્યું હોત. જો પોતાનું નામ છૂપાવવામાં એમને કશોક ડર લાગે છે તો એમનું મન સશલ્ય છે. પુરુષ વિશ્વાસે વચન વિશ્વાસ. અહીં પુરુષ જ અજ્ઞાત છે, માટે એ વચનો પણ વિશ્વસનીય નથી..” આવું બધું સાબિત થાય છે કે નહીં એ તમે વિચારી જોશો. પ્રશ્ન : એના લેખક કોઇક ગીતાર્થ મહાત્મા જ છે, એમ કદાચ માની લઈએ તો તમારું શું કહેવું છે? ઉત્તર ઃ મારી પુસ્તિકાના ૧૯ માં પૃષ્ઠ પર આ પ્રમાણે લખાણ છે – “હવે બે તિથિ પક્ષને બધાએ આ પ્રશ્ન ભારપૂર્વક પૂછવ ભલામણ છે કે બીજાઓ કરતાં આરાધના ભલે અલગ દિવસે કરવું પડે, પણ ઉદયાત્ તિથિને પકડી રાખવી... ઉદયાત્ તિથિને પકડ રાખવામાં જ કલ્યાણ છે... આવી સૂચના જેના પરથી મળે એવું સૂચક વાતો તમે કેટલી દર્શાવશો? (એક પણ વાત તેઓ દર્શાવી [ રે ] Page #7 -------------------------------------------------------------------------- ________________ શકવાના નથી. કારણ કે શાસ્ત્રકારોને – પૂર્વાચાર્યોને બધા અલગઅલગ દિવસે આરાધના કરે એ માન્ય નથી.)” આમ મેં આ પ્રશ્ન ઉઠાવવાની સ્પષ્ટ ભલામણ કરી હોવા છતાં એવો પ્રશ્ન ઉઠાવીને એનો જવાબ આપવાની એમની સક્ષમતા નથી એવું સાબિત થાય છે કે નહીં ? તથા એ સક્ષમતા નથી, તો શાસ્ત્રકારોને, પૂર્વાચાર્યોને બધા અલગ-અલગ દિવસે આરાધના કરે એ માન્ય નથી આ વાત પણ સાબિત થાય છે કે નહીં? એ તમે વિચારી લેશો. પ્રશ્ન છતાં એમાં ઉઠાવેલા પ્રશ્નના આપેલા ઉત્તર અંગે કંઈક વિચારવું જોઇએ? એમાં જણાવ્યું છે કે “સૌ પોતપોતાની માન્યતા મુજબ શાંતિથી આરાધના કરે, આવું વલણ હાલ શ્રી સંઘના મોટા ભાગના આચાર્ય ભગવંતો આદિમાં તથા બન્ને વર્ગના આગેવાન શ્રાવક ગણમાં પ્રવર્તે છે. તેથી તિથિ વિષયક ચર્ચા ઊભી કરી વાતાવરણને ડહોળવાના પ્રયત્નથી દૂર રહેવું એવી અમારી ઈચ્છા હતી. આ અંગે તમારું શું કહેવું છે ? ઉત્તરઃ એટલે વિ.સં. ૧૯૯૨ થી તિથિવિષયક ચર્ચાને જોરપૂર્વક જે ઊભી કરી એ વાતાવરણ ડહોળવાનો પ્રયત્ન હતો. એમ તો સિદ્ધ થઈ ગયું ને! એ પક્ષ વાતાવરણને ડહોળવાના પ્રયત્નથી ખરેખર દૂર રહ્યો છે કે પછી બોલવાના જુદા ને ચાવવાના જુદા..એવો ઘાટ છે? એ ચાલુ વર્ષે અમદાવાદના ગિરધરનગરમાં બનેલી ઘટના તથા એ પિંડવાડાસંઘના નીચેના પત્રથી વિચારી લેશો. [ ૩ ] Page #8 -------------------------------------------------------------------------- ________________ ચેરીટી ટ્રસ્ટ રજિસ્ટર નં. ૧૦૬ ફોન : ૦૨૯૭૧-૨૨૨૦૨૮ શેઠ કલ્યાણજી શોભાગચન્ટ જેન પેઢી પિણ્ડવાડા-૩૦૭૦૨૨, સ્ટેશન-સિરોહી રોડ, જી. સિરોહી (રાજસ્થાન) શ્રી મહાવીર રાય નમઃ તા. ૧૯-૫-૨૦૦૫ પરમ પુજય, પરમ ઉપકારી, શાસન પ્રભાવક, પ્રવચનકાર, ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય હેમભુષણ સુરિશ્વરજી મહારાજા સાહેબ આદિ સાધુ ભગવંતો ની પવિત્ર સેવામાં શ્રી મુંબઈ લી પિંડવાડા થી શ્રી જૈનસંઘ પિંડવાડા ના કોટી કોટી વંદન સ્વીકાર કરશોજી. આપશ્રી બધા મહાત્માઓ સાથે સુખ શાતામાં બિરાજમાન હશો. આ વર્ષે સંવત ૨૦૬૧ શ્રી પિંડવાડા જૈન સંઘની વિનંતી થી પરમ પુજય પરમ ઉપકારી વૈરાગ્ય દેશના દક્ષ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય હેમચંદ્ર સુરિશ્વરજી મહારાજા આદિ સાધુ ભગવંતો નું ચાતુર્માસ નક્કી થયું છે. અત્રે ચાતુર્માસ નક્કી હોવા છતાં અમે આપને સાધુ મોકલી સંઘ ભેદ ન કરાવાની અનેક વાર વિનંતી કરી હોવા છતાં આપે આપના સમુદાયના સાધુઓ ને પિંડવાડા માં ચાતુર્માસ માટે મોકલી વર્ષો થી, પ્રેમ થી, એકતા થી અખંડિતતાથીએ એક આરાધના કરી રહેલા અમારા પિંડવાડા સંઘમાં ભાગલા પડાવવાનો પ્રયાસ કર્યો છે અમારા શ્રી સંઘે આપ શ્રી ને ચાતુર્માસ માટે મહાત્માઓ મોકલવાની વિનંતી કરેલ નથી. વિનંતી વગર મહાત્માઓ મોકલવા શોભાસ્પદ નથી .એક [ 8 ] Page #9 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય ભગવંત કે સાધુ ભગવંતો નું ચાતુર્માસ નક્કી થતાં તેમનું ક્ષેત્રીય અવગ્રહ નક્કી થઈ જતો હોય છે. તે અવગ્રહમાં તે આચાર્ય ભગવંત કે સાધુ ભગવંતની રજા વિના બીજા કોઈ મહાત્મા તેમાં પ્રવેશી શકે નહી તેવું શાસ્ત્રીય ફરમાન છે. સંઘ ભેદ કરાવવા માટે આપનાં ભક્તો તરફથી તદન જુઠ્ઠાણા થી ભરેલી નનામી પત્રિકાઓ કાઢવી, બજારોમાં ઉભા રહી સહીઓ કરાવવી, શ્રી જૈન સંઘ પિડવાડા નાં નામે અસત્ય ફર ફરીયાઓ બહાર પાડવા તે માટે છેલ્લામાં છેલ્લી કક્ષાનાં જુઠ,માયા,પ્રપંચો કરવા વિગેરે જે પ્રવૃત્તિઓ થઇ છે. એના થી અમારા શ્રી સંઘમાં ઘણો આઘાત લાગ્યો છે. શ્રી સંઘની સાધારણ સભા તા-૬-૫-૨૦૦૫ માં આ જુઠાણી પત્રિકાઓના જવાબ માંગતા તમારા સમુદાયનાં અનુયાયીઓ એક અક્ષરનો જવાબ કે ખુલાસો આપી શક્યા નથી. સંઘભેદ કરાવવાની કેટલી હીનતા ભરી આ પ્રવૃતિ ??? આચાર્ય વિજય કીર્તિયશસૂરિશ્વરજી મ.સા.ની નિશ્રામાં પિંડવાડામાં શ્રી પ્રેમ સુરિ દાદાની તિથિની ઉજવણી નો ત્રિદિવસીય મહોત્સવ થશે” આ વિષય ને લગતા મોટા પોસ્ટરો સંઘના નામે છપાયા. મુંબઈમાં વહેંચાયા.. પણ આ બાબતની પિડવાડા જૈન સંઘને કે સ્ટિગણને કોઈ જ જાણ ન હતી, શ્રી સંઘે આચાર્ય મ.સા.ને વિનંતી પણ કરી નથી કે સંઘે મહોત્સવ કરવાની કોઈ વ્યક્તિને રજા પણ આપી નથી છતાં સંઘ ને અંધારામાં રાખી સંઘના નામે પત્રિકાઓ બહાર પાડવી એ કેટલો મોટો સંઘદ્રોહ કહેવાય ? સાધુઓ ને કે અનુયાયી વર્ગ ને સંઘના નિતિ નિયમો બંઘનકર્તા ખરા કે નહી? સંઘ ની આજ્ઞાનો ભંગ કરનાર ને તીર્થકર ની આજ્ઞા [ પ ] Page #10 -------------------------------------------------------------------------- ________________ નો ભંગનો દોષ લાગે કે નહીં? સંઘની વિનંતી વગર સાધુ મોકલી ને આપશ્રીએ શ્રી પ્રેમસુરિ દાદાની પાવન ભુમી માં સંઘભેદ કરાવવાનું મોટું કલંક આપના નામે વહોરી રહ્યા છો. અને શાસ્ત્રજ્ઞાનો ભંગ કરી રહ્યા છો. આ સિવાય પણ ઘણી બાબતો છે હાલ જણાવતા નથી. આ બધી બાબતોથી વ્યથિત થઈને અમારા શ્રી સંઘે મિટીંગ માં નીચે મુજબ નાં ઠરાવ કરેલ છે. અમારા શ્રી સંઘના ઠરાવ મુજબ... “ જે પિંડવાડા ગામમાં સંઘ ની વિનંતી વગર સાધુ ભગવંત ચૌમાસામાં પધારશે તો અમારા સંઘ તરફથી કોઈ માન સન્માન આપવામાં આવશે નહી. તેમજ કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓના સમુહ થી અવિવેક કે આશાતના થશે તથા અમારા સંઘ ની એકતા માં ભંગાણ પડશે તથા અમારા ગામમાં અશાન્તિ થશે તેની સંપૂર્ણ જવાબદારી સાધુ ભગવંતો ને ચૌમાસા માટે મોકલનારા શ્રી ગચ્છાધિપતિશ્રી ની ગણાશે” સંઘની આ મિટીંગમાં ૧૪૪ સભ્યો હાજર હતા કોઈ પણ સભ્ય એક શબ્દ બોલ્યા વગર સર્વાનુમતે ઠરાવ પસાર થયો છે. પત્ર લખવામાં અવિનયાદિ થયો હોય તો મિચ્છામી દુક્કડમ્. લી. શ્રી પિંડવાડા જૈન સંઘ વતી સંઘપ્રમુખ Page #11 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન : તો પછી શું આ જિનવાણીના પવિત્ર નામ હેઠળ જિનવાણી પિરસાઈ રહી નથી ? એ તૃપ્તિના લખાણમાં આગળ પરન્તુ શ્રમણસંધના ફક્ત અમુક જ વર્તુળમાંથી તિથિ વિષે આવા છૂટાછવાયા લખાનો પ્રચાર થઈ રહ્યો છે. આવું જે લખ્યું છે તે જિનવાણી ના નામે અસત્ય પ્રચાર નથી? કેમકે, “તિથિ એક સમયા” આ નામની એમના પૂ. વિજય ચન્દ્રગુપ્તસૂરિજીની લખેલી એક પુસ્તિકા તો વિ.સં. ૨૦૬૧, કારતક વદ ૫, ગુરુવારના રોજ પ્રકાશિત થયેલી જ હતી. શું આ આચાર્યને તેઓ પોતાના વર્તુળમાં માનતા નથી? ઉત્તર : આ પ્રશ્ન તમારે એ પક્ષને જ પૂછવો જોઈએ. હું શું જવાબ આપી શકું ? પ્રશ્નઃ વળી, “લોક સાથે કે સંઘના બહુમતિવર્ગ સાથેનો સંબંઘ જાળવી રાખવા માટે મહાઉપકારી શાસ્ત્રકારોના વચનોનું ઉલ્લઘંન કરવાથી ‘દ્રવ્યસત્યના ભોગે “ભાવસત્ય જળવાય છે એ એવા લેખક આચાર્યશ્રીના (તમારા) મંતવ્યને વ્યાજબી ઠરાવે એવો કોઈ શાસ્ત્રાધાર હોય તો તે આચાર્યશ્રીએ રજૂ કરવો જોઈએ.” વગેરે એ તૃપ્તિ વિભાગમાં જે લખાણ છે એનાથી અમને વાંચકોને એવું પ્રતીત થાય છે કે તમે આવો કોઈપણ શાસ્ત્રાધાર રજુ કર્યો નથી, તો શું આ પ્રતીતિ સાચી છે? ઉત્તર: શાસ્ત્રકારોના કયા વચનોનું કઈ રીતે ઉલ્લંઘન થાય છે? એ કાંઈ સ્પષ્ટીકરણ એમાં આપ્યું છે? [ ૭ ] . Page #12 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નઃ ના, એ તો કાંઇ જણાવ્યું નથી. તો આ ઉલ્લંઘનની વાત પણ મૃષાવાદ છે ? ઉત્તર ઃ એ તમારે વિચારી લેવાનું. તથા, શ્રી વીર માત્યાનં વાર્ય તોાનુૌરિતિ.... એ વચનના આધાર તથા શ્રીકાલિકાચાર્ય વગેરે સંબંધી સર્વમાન્ય સંદર્ભોનો આધાર આવા કુલ ૬ આધારો મે ટાંકયા જ છે.. તમે પણ આ વાતો વાંચી જ હશે ને ? પ્રશ્નઃ હા, અમે પણ એ બધા સંદર્ભો વાંચેલા જ છે. તો " તમે બધુ સંદર્ભો આધાર વિના જ લખ્યું છે." એવા ભાવનું નિરૂપણ કરતી જિનવાણી માસિકની એ વાતો પણ મૃષાવાદ જ છે? ઉત્તર ઃ એ નિર્ણય તમે સરળતાથી કરી શકો છો. પ્રશ્ન : પણ, તમારી પુસ્તિકાનો, આ સંદર્ભે જ તો મુખ્ય આધાર છે અને મુખ્ય વિષય છે, છતાં એમને કેમ એ લક્ષ બહાર ગયા? શું દૃષ્ટિરાગનો એ પ્રભાવ છે કે પછી જોયા તો હોય, પણ એના વિશે અસંમત થવા માટેનો કોઇ મુદ્દો ન મળવાથી જાણે કે તમારી પાસે આવા કોઇ સંદર્ભો છે જ નહીં. એવી ભ્રાન્તિ સ્વશ્રદ્ધાળુઓને કરાવાની અપ્રશસ્ત મનોવૃત્તિ છે? ઉત્તર ઃ આવા પ્રશ્નોના જવાબ ક્યાં તો તેઓ ખુદ આપી શકે. .ને- ક્યાં તો વિશિષ્ટ જ્ઞાની આપી શકે. પ્રશ્ન : એ વિભાગમાં ‘ભગવાને ધર્મશાસનની સ્થાપના કરી ત્યારથી જ લોક-લોકોત્તરના ભેદ પડ્યા અને ભગવાનનો સંઘ લોકથી નોખો પડ્યો. આથી ભગવાને શું ‘ભાવસત્ય' ગુમાવ્યું ? આગળ [ ૮ ] Page #13 -------------------------------------------------------------------------- ________________ ચાલીએ તો ભગવાને એક એક વચન ખાતર જમાલી અને ગોશાળા જેવા સાથે એકતા ન જાળવી, તો ત્યાં ભગવાને શું ‘ભાવસત્ય ગુમાવ્યું. એમ કહેવાશે ? વળી ત્યાર પછીના આપણા મહાન પૂર્વાચાર્યોએ શાસ્ત્રોની અણીશુદ્ધ જાળવણી માટે એક એક શાસ્ત્રવચનના અપલાપ ખાતર ભલભલાને સંઘ બહાર કર્યા અને તેના પરિણામે હિંગબરસ્થાનકવાસી અને બીજી અનેક ગચ્છો જુદા પડ્યાં, ત્યા શું એ આપણા મહાન પૂર્વજોએ લેખકની (તમારી) માન્યતા મુજબ ભાવસત્યને ગુમાવી દીધું આવું જે લખાણ છે. તે અંગે તમારું શું મંતવ્ય છે? ઉત્તરઃ “શ્રી સંઘ આ વર્ષે ગુરુવારે સંવત્સરી કરવાનો છે. નવો પક્ષ એમાંથી અલગ પડીને બુધવારે સંવત્સરી કરવાનો છે એ સ્થિતિમાં અમે અલગ દિવસે આરાધના કરીશું છતાં ભાવસત્ય ગુમાવવાના નથી, એવું ઠસાવવા માટે આ બધી વાતો એમને રજૂ કરી છે ને? પ્રશ્ન: હા, એ માટે જ રજુ કરી હોય એમ જણાય છે. આમાં શંકા જેવું શું છે? ઉત્તર : તો પછી, તમારે નવા પક્ષને આ પ્રશ્ન પૂછવો જોઈએ કે તમે, આ વર્ષે ગુરુવારે સંવત્સરી કરનાર સંઘને શું લોકતુલ્ય (જૈનેતરો તુલ્ય) માનો છો? જમાલી-ગોશાળા જેવો માનો છો? કે દિંગબર-સ્થાનકવાસી વગેરે તુલ્ય માનો છો? * સંઘ' શબ્દનો અર્થ ભેગા કરવા એવો થાય કે નોખા પાડવા' એવો થાય એ કોઈ દિવસ વિચાર કર્યો છે ? ભગવાને રત્નત્રયની આરાધના કરનારાઓને એક સૂત્રમાં પરોવીને ભેગા કરીને સંઘ રચ્યો કે ભેદનીતિ દ્વારા લોકોથી નોખા પાડીને પોતાનો સ્વતંત્ર પક્ષ રચ્યો હતો? આ વિચાર નહી કરવાનો? [ ૯ ] Page #14 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન ઃ કેમ આવો પ્રશ્ન કરવાનો ? આમાંના તો એક પણ તુલ્ય માનતા નથી. સંઘના એક વિશાળ ભાગ રૂપ માને છે. ‘સૌ પોતપોતાની માન્યતા મુજબ શાંતિથી આરાધના કરે, આવું વલણ હાલ શ્રીસંઘના મોટાભાગના આચાર્ય ભગવંતો આદિમાં તથા બન્ને વર્ગના આગેવાન શ્રાવક ગણમાં પ્રવર્તે છે. ’આવું એમણે જે જણાવ્યું છે એના પરથી આ સ્પષ્ટ થાય જ છે ને ! ઉત્તર ઃ બરાબર. .તો, લોક વગેરેથી નોખા પડવાની વાતો અહીં રજુ કરવા પાછળ કઇ મનોવૃતિ છે ? એ વિચારણીય નથી ? એમણે જણાવેલ વાતોમાં લોક, જમાલી વગેરે કે દિગંબર સ્થાનક્વાસી વગેરે તો એક-અનેક શાસ્ત્રવચનોને માનનારા જ નહોતા. જ્યારે પ્રસ્તુતમાં તો સંઘ શાસ્ત્રવચનોને સ્વીકારે જ છે. કોઇ જ ‘આ શાસ્રવચન ખોટું છે. અમને માન્ય નથી' એમ કહેનાર નથી. તેથી શાસ્ત્રવચનોનો જ અપલાપ કરનારથી અલગ પડવાની વાતના દૃષ્ટાન્ત શા કામના ? ‘બધાં જ શાસ્ત્રવચનોને સ્વીકારનાર શ્રી સંઘથી અલગ પડીને અલગ દિવસે આરાધના કરવા છતાં ભાવસત્ય ગુમાવાતુ નથી.' આવું પૂર્વાચાર્યનું કોઇપણ દૃષ્ટાન્ત – સંદર્ભ જણાવવાની જાહેર ચેલેન્જ હજુ પણ એ પક્ષને છે જ ! પ્રશ્નઃ મુખ્ય સંઘમાંથી કાળે કાળે જે પંથ અલગ પડ્યાં તે બધામાં નીચે મુજબની ઘણી સામ્યતા હતી. પહેલા એક વ્યક્તિએ આખા સંઘ કરતાં અલગ જ નિરૂપણ કર્યું. અન્ય બધા ગીતાર્થોને ખોટા કહ્યા, ને પછી તે દિવસે સંઘમાં ભેદ પાડીને પોતાનો વર્ગ ઊભો કર્યો. પોતાની માન્યતાને પ્રતિકૂળ એવા શાસ્ત્રવચનો સાથે ચેડા કર્યા. પોતાનાથી જુદી [ ૧૦ ] Page #15 -------------------------------------------------------------------------- ________________ માન્યતાવાળા આ મહાત્માઓને વંદન-ગોચરી વગેરેનો નિષેધ કર્યો. પોતાનો શ્રદ્ધાળુ વર્ગ શાસ્ત્રોના સાચા રહસ્યાર્થ પામી ન જાય એ માટે વ્યાકરણ વગેરે અમુક સાહિત્યનો નિષેધ... શું તમને એમ નથી લાગતું કે નવો પક્ષ પણ આ માર્ગે જઈ રહ્યો છે? ઉત્તરઃ હું તો એમ ઈચ્છું છું કે શ્રી વિરપ્રભુથી આજ સુધી અખંડ સુધી ચાલી આવેલો મોક્ષમાર્ગ શ્રી સંઘ મુખ્યધારા પાસે છે. એમાંથી કોઈ અલગ ન પડે ને કોઈ પોતાના આત્મકલ્યાણના માર્ગથી ભ્રષ્ટ ન થાય. પ્રશ્નઃપૂ.આ.વિ.ચન્દ્રગુપ્તસૂરિજીએ “સત્યવિનાની સમાધાનની વાતો' પુસ્તિકા બહાર પાડી છે, એ અંગે તમારે શું કહેવું છે? ઉત્તર ઃ શ્રી જૈનશાસનની અને શાસ્ત્રવચનોની મર્યાદાનુસાર રજૂ કરવામાં આવેલા રહસ્યોનું કોઈપણ રીતે ખંડન કરવાનો પ્રયાસ કોઈ કરે તો એ પ્રયાસ કેવો હોય એનો ચિતાર જિનવાણીના ઉપરના અધિકારની જેમ આ પુસ્તિકાથી પણ મળી રહે છે. મેં જે કહ્યું ન હોય એ મારા નામે ચઢાવીને એનું ખંડન કરવું,મે જે કહ્યું હોય (જે શાસ્ત્રપાઠ-સંદર્ભો આપ્યા હોય, એને જોયા હોવા છતાં જાણે કે મેં વગર સંદર્ભે જ બધા કલ્પનાના ઘોડા દોડાવ્યા હોય એવી રજુઆત કરવી અને એના દ્વારા અમે શાસ્ત્રવચનથી વિરુધ્ધ જણાવી રહ્યા હોવાનો આરોપ, ડગલે ને પગલે મૃષાવાદ... આવું બધું એમાં છે કે નહીં?એ વિચારવા જેવું છે. જેમકે મેં એક જ દિવસે બધા આરાધના કરે તેમાં ભાવસત્ય હોવાનું જે કહ્યું છે, તે અંગે તેઓ લખે છે કે તે દ્રવ્યસત્ય નથી, ભાવસત્ય નથી, તેથી તે અસત્ય છે.. ( ૧૧ ] Page #16 -------------------------------------------------------------------------- ________________ હવેથી આગળ પૂ. (પૂર્વપક્ષ) કરીને જે લખ્યું હોય તે તેઓનું લખાણ જાણવું અને (ઉ.) તરીકે જે લખ્યું હોય તે મારો જરૂાબ જાણવો (૫)સાથે એમની પુસ્તિકાનો પૃષ્ઠાં પણ ડોસમાં હશે.) ઉ. - કહેવા માત્રથી જ એ અસત્ય ઠરી જાય ? એમાં કોઇ શાસ્ત્રપાઠ આપવાની જરૂર ખરી કે નહીં? પૂ. (૧) – પરમાત્માના પરમ તારક વચનનાં તાત્પર્યને બાધા ન પહોચે એવી રીતે આરાધના કરવી - એ જ વસ્તુત: ભાવસત્ય છે.. ઉ.-મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે પોતાના અનેક ગ્રન્થોમાં, સંપૂર્ણ શાસ્ત્રના ઉપસંહાર તરીકે તાત્પર્યભૂત જિનાજ્ઞા કહી છે કે- વિ વહુના !... વધારે કહેવાથી સર્યું જેમ જેમ રાગ-દ્વેષ શીઘ વિલીન થતા જાય એમ આરાધના કરવી એ શ્રી જિનેશ્વરભગવંતોની આજ્ઞા છે. બધા એક જ દિવસે આરાધના કરે તો તિથિભેદ જન્ય ઘણા સંકલેશો નાબુદ થઇ જાય એ કોને પ્રતીત નથી?આનો સૂચિતાર્થ એ પણ સ્પષ્ટ છે કે જે રીતે આરાધના કરવાથી ગામોગામ-સંઘ-સંઘમા, ઘર-ઘરમાં રાગ-દ્વેષના સંક્લેશ થાય એ રીતની અલગ ચોકાવાળી આરાધના પ્રભુની આજ્ઞાથી વિપરિત છે. એટલે જ તે તે પ્રસંગે પૂર્વાચાર્યોએ એક જ દિવસે આરાધના કરવાનું જ આપણને સ્વઆચરણ દ્વારા માર્ગદર્શન આપ્યું છે. પૂ. (૧)- એક દિવસે બધા આરાધના કરે એવી કોઈવાત શાસ્ત્રમાં જણાવી નથી કે જેથી તેની વિચારણાથી ભાવસત્યની પ્રાપ્તિ થઈ શકે. [ ૧૨ ] Page #17 -------------------------------------------------------------------------- ________________ ઉ. - શાસ્ત્રવચન -સકલસંઘમાન્ય આચાર્ય ભગવંતોના સંદર્ભ વગેરે આપીને જ આ એક દિવસે આરાધનાની વાત કરી છે એ કોઈપણ મધ્યસ્થ વાંચકને પ્રતીત થાય એમ છે જ. છતાં, મેં એવું કશું કર્યા વિના જ, માત્ર મારી કલ્પનાથી જ બધું લખ્યું છે એવો ભાવ ઉપસાવવા દ્વારા આ અભયશેખર વગેરે શાસ્ત્રાનુસારે કહેનારા નથી, બધું આડેધડ સ્વકલ્પનાથી લખનારા છે.. માટે એમનું સાહિત્ય વાંચવું જ નહી..એ બધા શાસ્ત્રનિરપેક્ષ છે.માટે વસ્તુતઃ સાચા સાધુ નથી..આવો બધો ભાવ સ્વશ્રદ્ધાળુઓમાં ઊભો કરવા માટે આ રીતનું લખાણ આ ચોપડીમાં ને જિનવાણી માસિકના લેખમાં હોવાની સંભાવના છૂપી રહી શકે ખરી ? પૂ. (૨) – “ ગમે તે દિવસે બધા ભેગા થઈને એક દિવસે તે તે તિથિનિયત આરાધના કરવાનું ફરમાવાયું નથી. ઉ. - જૂઠા આરોપ મૂકીને ખંડન કરવાની પધ્ધતિનો આ એક નમૂનો.. ગમે તે દિવસે આરાધના કરવાનું આખી ચોપડીમાં મેં ક્યાંય જણાવ્યું છે? કે આવી રીતે રજુઆત કરવી પડે ?.. પણ અમારા નિરૂપણનો પ્રામાણિક પરિહાર તો કોઇ રીતે શક્ય ન હોય ત્યારે જૂઠા આરોપ ચડાવી ને પછી એનું ખંડન કરીને બીજાઓને હલકા ચીતરવા.. વાંચકની નજરમાંથી બીજાઓને ઉતારી પાડવા આવી અપ્રશસ્ત મનોવૃત્તિ સિવાય બીજુ શું છે? મેં પુસ્તિકામાં ગમે તે દિવસે આરાધના કરવાનું નથી જણાવ્યું. પણ, શ્રી સંઘ ભેગો થઈને જે ઠરાવે તે રીતે આરાધના કરવાનું જણાવ્યું છે. શ્રી સંઘમાં આઠેરવવાનો અધિકાર સંવિગ્નગીતાર્થ મહાત્માઓનો [ ૧૭ ] Page #18 -------------------------------------------------------------------------- ________________ છે આ વાત કાંઈ છાની નથી.. અને સંવિગ્ન ગીતાર્થ મહાત્માઓ શાસ્ત્રવચનોનું-પૂર્વાચાર્યોનું માર્ગદર્શન વગેરે કશું જોયા વિના આડેધડ ઠરાવી દે એવી તો સ્વપ્નમાંય ક્યાં કલ્પના કરી શકાય એવું છે? પછી મેં આડેધડ- ગમે તે દિવસે આરાધના કરવાની વાત કરી છે. એવી વાત કેમ કરવી પડે? તેઓ પોતે જે કરી રહ્યા હોય એવી જ બધા માટે કલ્પના કર્યા કરતા હોય તો નવાઈ નથી. પૂ. (૨) - તેઓ જૈન પંચાંગ બનાવીને તે પંચાંગ મુજબ આરાધના કરવાનું જણાવી રહ્યા છે...લેખક આચાર્ય શ્રીની લાચારી ભારે છે જૈન પંચાંગ બનાવતી વખતે સૂર્યોદયાદિ, સૂર્ય-ચંદ્રાદિની ગતિ, નક્ષત્રાદિક રાશિપ્રારંભ... ઈત્યાદિ ક્યાંથી પ્રાપ્ત કરવું તે જણાવતા નથી. ઉ.-સ્વતંત્ર જૈન પંચાંગ બનાવવાની વાત મેં આખી પુસ્તિકામાં કયાંય લખી જ નથી.હજુ પણ તેઓને સ્પષ્ટ સૂચના છે કે મારી પુસ્તિકામાં આવી વાત ક્યા પાને ક્યાં છે? તે તેઓ જણાવે. પ્રભુ ! સહુ કોઈને સુબુધ્ધિ આપવાની કૃપા કરો. પ્રશ્નઃ તમારી પુસ્તિકામાં પૃ.૧૩ પર ભારતના મોટા શહેરોથી તો ત્યાં-ત્યાંના સ્થાનિક પંચાંગ લગભગ પ્રકાશિત થાય જ છે. તો તેતે સ્થળનું પંચાંગ તે તે સ્થળના સંઘ માટે પ્રકાશિત કરવું અઘરું પણ નથી જ' આમ તમે જણાવ્યું નથી? ઉત્તરઃ એ તો, જેમ સૂર્યોદય જુદો જુદો હોવાથી નવકારશી વગેરે પચ્ચકખાણનો કોઠો અલગ બનતો હોય છે એમ સૂર્યોદયને આશ્રયીને તે-તે ગામ માટે તે-તે દિવસે કઈ ઉદયાત્ તિથિ હોય એટલો કોઠો [ ૧૪ ] Page #19 -------------------------------------------------------------------------- ________________ -- - ટિપણે જ જન્મભૂમિ પંચાંગ કરતાં અલગ બનાવવાની સૂચના નવા પક્ષને છે. સ્વતંત્ર નવું કોઈ જૈન પંચાંગ બનાવવાની કંઈ એ વાત નથી. પ્રશ્નઃ પૂ.આ.વિ.ચન્દ્રગુપ્તસૂરિજીએ આ ટીપણાંની અપેક્ષાએ જ લખ્યું હોય તો? ઉત્તર : ના,એની અપેક્ષાએ લખ્યું નથી, કારણકે આમાં સૂર્યચન્દ્રાદિની ગતિ, નક્ષત્રાદિક રાશિપ્રારંભ વગેરે કશું જાણવાની જરૂર જ નથી અને સૂર્યોદય વગેરે જે કંઈ જાણવાની જરૂર છે તે તો સ્થાનિકપંચાંગ પરથી જાણી લેવાનું મેં જણાવ્યું જ છે. એટલે તેઓએ પોતાની પુસ્તિકામાં બીજા પૃષ્ઠ પર જે જૈન પંચાંગની વાત કરી છે તે સાવ સ્વતંત્ર જૈનપંચાંગ ની વાત છે, ને એવી વાત મેં મારી પુસ્તિકામાં ક્યાંય કરી જ નથી. માટે એમણે મેં જૈનપંચાંગ બનાવવાનું જણાવ્યું છે, વગેરે જે વાત કરી છે તે સત્યથી વેગળી છે એ સ્પષ્ટ છે. - પૂ. (૨) – આપણે તો આરાધનાથી કામ છે, ગમે તે દિવસે આરાધના કરાય. ઉ. - આ કથન પણ સત્યથી વેગળું છે. મેં મારી પુસ્તિકામાં ગમે તે દિવસે આરાધના કરાય આવું ક્યા પાને લખ્યું છે? તે જણાવવા એમને ફરીથી સ્પષ્ટ સૂચના છે. શ્રમણપ્રધાન સંઘે (ગીતાર્થમહાત્માઓએ) ઠેરવેલા દિવસે આરાધના કરવાની વાતને ગમે તે દિવસે આરાધના કરવાની વાત રૂપે તો કોઈ અતિપરિણત હોય તે જ કહી શકે. [ ૧૫ ] Page #20 -------------------------------------------------------------------------- ________________ પૂ.(૩) - ક્ષયે પૂ. ઈત્યાદિ પ્રઘોષથી શ્રીમદ્ ઉમાસ્વાતિજી મ. ના નામે આચાર્ય શ્રી ગણું મારે છે કે પ્રઘોષના કર્તાને ઉદયાત તિથિનો એકાત્ત માન્ય નથી... ઉ.-ગડું મારે છે.. જોયું ને ભાષાનું સૌષ્ઠવ! ઉદયાત્, તિથિનો એકાન્ત કોને કહેવાય એ સમજવાની એમને જરૂર છે એવું નથી લાગતું! “કોઈપણ પરિસ્થિતિમાં ઉદયાતુતિથિને પકડી રાખવી. એ સિવાયના દિવસે આરાધના કરાય જ નહીં આવો નિરપવાદ નિયમ એ એકાન્ત છે, આવું તો ઉત્સર્ગોપવાદમય શ્રી જૈનશાસ્ત્રોના સામાન્ય જાણકાર પણ જાણતા હોય છે. લૌકિક પંચાંગમાં આઠમનો ક્ષય હોય ત્યારે આગલા દિવસે ઉદયાત્ આઠમ નથી એ સ્પષ્ટ જ છે. ને છતાં એ દિવસે આઠમની આરાધના કરવાનું જો પ્રધોષકર્તા જણાવતા હોય તો એકાન્તનો એમણે છેદ ઊડાડ્યો જ છે.આમાં ગણું ક્યાં છે? વૈદ્યના ચુકાદામાં ગુજરાતી પૃષ્ઠ ૧૪ ઉપર સાતમનું સાતમપણું ફોક કરીને સાતમમાં આઠમપણું સ્થાપે છે... વગેરે વાંચવાથી પણ સમજાશે કે પ્રઘોષ દ્વારા ઉદયતિથિના એકાંતનો છેદ કઈ રીતે થાય છે... - પૂ. (૩) - વચન કરતાં શ્રી વીતરાગ પરમાત્માના શાસનમાં બીજું કાંઈ શ્રેષ્ઠ નથી... ' ઉ. - વચન કરતાં પણ વચનનો અર્થ... અને અર્થમાં પણ પદાર્થ, વાક્યાર્થ, મહાવાક્યર્થના ક્રમે ઐદંપર્યાર્થ (તાત્પર્યાર્થી સર્વશ્રેષ્ઠ છે. શ્રી સંઘે ઠેરવેલા એક જ દિવસે બધા આરાધના કરે એ ભાવસત્ય છે આવું મેં જે નિરૂપણ કર્યુ છે તે આ તાત્પર્યાર્થરૂપ જ છે એવું મારી પુસ્તિકા વાંચનારને પ્રતીત થયા વિના નહીં જ રહે. હા,એક વાર પક્ષવાદથી પર થઈને વાંચવી પડે. [ ૧૬ ] Page #21 -------------------------------------------------------------------------- ________________ પૂ.(૩) – આચાર્યશ્રીને તો ઉદય ગૌણ છે, તિથિ ગૌણ છે, પોતાનો મત મુખ્ય છે. ઉ. - ના, કારણ કે એ મત ઉપર જણાવ્યા મુજબ શાસ્રવચનોના તાત્પર્યાર્થરૂપ હોવાથી મેં અપનાવ્યો છે સ્વતન્ત્ર મારો પોતાનો નથી. જે કોઇ જિનાજ્ઞાપ્રેમી હશે તે પણ એને અપનાવીને પોતાનો કરી લેશે. પૂ.આ.વિ.ચન્દ્રગુપ્તસૂરિજીની પુસ્તિકાના ૩ પૃષ્ઠ અંગેની કેટલીક વાતો અંગે આ રીતે આપણે વિચાર્યું... આના પરથી એમની આખી પુસ્તિકાનું લખાણ કેવું હશે તે કલ્પી શકાય છે. બાકી તો એમની પુસ્તિકાનો શીર્ષક વાંચવાથી જ ખ્યાલ આવી જાય એવો છે કે એમાં લખેલી વાતો કયા પ્રકારની છે.એટલે હવે વધારે એમાં હાલ ઉતરતો નથી કારણ કે મારી પુસ્તિકાનું સમગ્ર લખાણ જૈન શાસ્ત્રોના ભાવસત્યને મહૂત્ત્વ મળે અને જૈન સંઘમાંથી તિથિવિવાદ દૂર થાય એ જ પવિત્ર આશયથી લખાયું છે-તેથી તે વિવાદ કેમ ઘટે એ જ મારું લક્ષ છે.મેં સમાધાન માટે જે જણાવ્યું છે તે અંગે પૃ.૧૧ પર તેઓ લખે છે કે પૂ.(૧૧) - આચાર્યશ્રી એકતા માટે પંચાંગ બદલવાની વાત કરી રહ્યા છે. ભા.સુ.૫ ની વૃધ્ધિ કે ક્ષય ન આવે એવા પંચાંગને તત્કાળ પૂરતું સ્વીકારવું-આવી અધૂરી વાત કરીને તેઓ લોકોને મૂર્ખ બનાવી રહ્યા છે... ઉ. - આ વાંચીને આઘાત એટલા માટે લાગે છે કે પોતાનાપ્રગુરૂના પ્રગરૂના ગુરૂ એવા સ્વ.પૂ.આ શ્રી દાન સૂ.મ. સાહેબે સં. ૧૯૮૯ ની સાલમાં ચંડુ પંચાંગમાં ભા.સુ.૫ નો ક્ષય હતો ત્યારે એ એક વર્ષ [ ૧૭ ] Page #22 -------------------------------------------------------------------------- ________________ માટે અન્ય જે પંચાંગમાં એ ક્ષય ન હોય એને અનુસરવાનું માર્ગદર્શન આપેલું હતું (વીરશાસન તા.૨૧-૭-૩૩) એટલે, આ આચાર્યના મતે તેઓએ પણ લોકોને મૂર્ખ બનાવ્યા હતા, ખરું ને ! હવે, વિ.સં. ૧૯૯૩ થી વિ.સં. ૨૦૨૦ સુધી પંચાંગમાં પર્વતિથિના ક્ષય-વૃદ્ધિ જે દર્શાવાયાં, તે અમારા વડીલ પૂર્વજો સ્વ.પૂ.આ. શ્રી સિદ્ધિસૂરી (બાપજી)મ.સા, સ્વ.પૂ.આ.શ્રી લબ્ધિ સૂ.મ.સા, સ્વ.પૂ.આ.શ્રી પ્રેમ સૂ.મ.સા. વગેરેને માન્ય હતા એવો પ્રચાર પણ નવો પક્ષ વારંવાર કરી રહ્યો છે. એટલે એ અંગેની વાસ્તવિક્તા માટે આ પૂર્વ પુરુષોના જ નિવેદનોપત્રાંશો જોઇએ.સ્વ.પૂ. આ. શ્રીપ્રેમ સૂ.મ.સા.ના નિવેદનના મહત્વના અંશો-" વિ.સં. ૧૯૯૩ થી સકળ સંઘે પ્રણાલિકા ફેરવ્યા વિના અમારા પક્ષમાં ફેરવાઇ અને તે મેંય આદરી તે બદલ મિચ્છામિ દુક્કડમ્... ફેરફાર કરવાનું કામ સકળસંઘનું છે કોઇ અમુક વ્યક્તિનું નહીં." ત્યારે પ્રશ્ન એ થશે કે નવી ફેરફારી કોણે કરી ? તે અંગે પૂ.આ.શ્રીસિદ્ધિસૂરીશ્વરજી મહારાજે કહ્યું કે, હું જાણતો નથી. પૂ.આ. શ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજ પણ કહેતા કે હું જાણતો નથી. વળી હું ખુદ પણ જાણતો ન હતો ત્યારે આ ફેરફારી કોને પુછીને ચલાવી? ગુરુ આજ્ઞા પ્રધાન સાધુજીવનમાં આટલી મોટી ગંભીર પ્રવૃત્તિ ગુરુને પુછયા વગર કેમ કરી શકાય ? તેમજ ગુરુ આજ્ઞા વિનાની એ પ્રવૃત્તિ હજુ પણ પકડી રાખવી તે તિથિના શાસ્ત્રીય સત્યની સામે કેટલો બધો [ ૧૮ ] Page #23 -------------------------------------------------------------------------- ________________ ભયંકર શાસ્ત્રાજ્ઞાના લોપનો પ્રસંગ કહેવાય ?' ('જિનવાણી'ની પટ્ટક સમીક્ષામાં સમીક્ષણ કેટલું?' પુસ્તિકામાંથી) આ નિવેદન કે જે અમુક વર્ગને બહાર પડે તે ગમતું ન હતું, સ્વ.પૂ.આ.શ્રી પ્રેમ સૂ.મ. જે મિ.દુ. કહ્યા છે, એ જણાવે છે કે સંઘથી અલગ પડીને કરેલી એ આરાધનામાં ભાવસત્ય હણાયેલું હતું એમ તેઓ માનતા હતા. નહીંતર મિ.દુ.આપવાનું હોય જ નહી, એ સ્પષ્ટ છે. વળી, વિ.સં. ૨૦૧૯ આ.સુ.૧ નો જાવાલથી લખેલ તેઓનો નીચેનો ફરમાન પત્રાંશ પણ આ વાતને સૂચિત કરે જ છે. ટૂંકમાં ૧૯૯૨ પહેલાં જે પ્રવૃત્તિ સંઘમાં ચાલતી હતી તે પ્રવૃત્તિ કાયમ રાખવી એવું મારું સ્પષ્ટ ફરમાન છે. તેમ છતાં કદાચ કોઈ ન માને તો તેની ઉપેક્ષા કરીને પણ સંઘનો ઝગડો રાખવો નહીં. તથા “ફેરફાર કરવાનું કામ સકળસંઘનું છે,કોઇ અમુક વ્યક્તિનું નહી.' આવું તેઓશ્રીએ જે જણાવ્યું છે તે આ સૂચિત કરે છે કે – (૧) સકળસંઘને ફેરફારકરવાનો અધિકાર છે. (૨) સકળ સંઘ ફેરફાર કરીને (કે એ વગર પણ) જે કાંઈ ઠેરવે એમાં ભાવસત્ય છે, આરાધના છે, વિરાધના નથી. (૩) કોઈ અમુક વ્યક્તિને ફેરફાર કરવાનો અધિકાર નથી. (સ્વ.પૂ.આ.શ્રી દાન સૂ.મ.સાહેબે પણ આવું જણાવેલું જ છે. જુઓ શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ પ્રકાશિત વિવિધ પ્રશ્નોત્તર પાનું ૩૪૬ ઉપર તેઓશ્રીએ જણાવ્યું છે કે “કોઈપણ એક મનુષ્ય સ્વમતિથી જો કોઈપણ નવો ફેરફાર કે ગરેડ પાડવા માંગે તો તેમ કરવાનો હક તેને શ્રીસંઘ અને શાસનની પ્રણાલિકા બિલકુલ [ ૧૮ ] Page #24 -------------------------------------------------------------------------- ________________ આપી શકતી નથી જ.) (૪) અમુક વ્યક્તિ જ ફેરફાર કરીને જે કાંઇ ઠેરવે એમાં ભાવસત્ય નથી, આરાધના નથી, પણ વિરાધના છે.’ એટલે, સ્વ.પૂ.આ શ્રી દાન સૂ.મ.સાહેબે અમુક વ્યક્તિને ‘તું તિથિ અંગેનો ફેરફાર કરી દેજે' એવું કહેલું. સ્વ.પૂ.આ.શ્રી પ્રેમ સૂ.મ.સાહેબે ‘તું ૨૦૨૦ નો પટ્ટક રદ કરી નાખજે' એવું કહેલું હતું... વગેરે જે પ્રચાર અમુક વર્ગ તરફથી વારે વારે થાય છે તેમાં પોકળ બચાવ સિવાય બીજુ કશું જણાતું નથી. સ્વ.પૂ.આ.શ્રીલબ્ધિ સૂ.મ.સા.નો પત્ર પણ જોઇ લઇએ- ચૈત્ર સુદી ૮,૨૪૭૧ પરમ પૂજ્ય આરાધ્યપાદ ગુણરત્ન મહોદધિ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજની તરફથી... તંત્ર વિનયાદિવિશિષ્ટ ગુણગણાંકિત આચાર્યદેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરિજી આદિ યોગ્યાનુવંદના સુખશાતા સહ વિદિત જે તમારું કવર મળ્યું. સમાચાર જાણ્યા. વિશેષ રામચંદ્રસૂરિજી સાથે વાત ચાલતાં પુનમ તથા અમાવાસ્યાના ક્ષયે પહેલાં તેરશનો ક્ષય ચાલતો હતો તથા બે પુનમ અથવા બે અમાવાસ્યાના બે તેરશો પહેલાં થતી હતી તેનો પલ્ટો-બે અમાવાસ્યા અને બે પુનમો તથા પુનમ તથા અમાવસ્યાનો ક્ષય બધું નૂતન પંચાંગ બનાવતાં આપને તથા અમને રામચંદ્રસૂરિજીએ પૂછયું નથી અને સ્વયં પોતાના અથવા તો તેમના અનુયાયી સાધુ અથવા શ્રાવકના વિચારે ઊભુ કર્યુ હતું. { ૨૦ ] Page #25 -------------------------------------------------------------------------- ________________ આ વાતની ચર્ચા શ્રીકાન્ત સાથે ખંભાતમાં ચાલતાં આપે સારું પરખાવી દીધું હતું કે અમને આ વાતની ખબર આપી નથી અને પંચાંગ પ્રસિદ્ધ કર્યા. તે સમયે મેં પણ શ્રીકાન્તને પૂછ્યું કે બોલ?. આ પંચાંગ નીકળતી વખતે તે મને પણ બતાવ્યું હતું? ત્યારે જવાબમાં જણાવ્યું કે આપને પણ બતલાવવામાં આવ્યું નથી ઇત્યાદિ વાર્તાલાપ થયો હતો. મુનિશ્રી મંગળવિજયજી આદિ ઠા.૩ ચૈત્ર સુદ ૨ ના ખંભાત સુખશાતાથી આવી ગયા છે. તેઓએ વંદના સુખશાતા લખાવી છે. રજીસ્ટર મલ્યુ તે દિને પત્ર લખેલ છે તે મલ્યો નથી તે જાણ્યું. તેમાં ફક્ત પહોંચ લખી હતી. સર્વ તરફથી આપ સર્વને વંદનાનુવંદના... દઃ આપના નેમની વંદના. આ પત્ર વીર સંવત ૨૪૭૧ એટલે કે વિ.સં.૨૦૦૧ નો છે. અને સ્વ.પૂ.આ.ભ. પ્રેમ સૂ.મ.નો જાવાલનો પત્ર વિ.સં. ૨૦૧૯નો છે. એટલે જણાય છે કે વિ.સં.૧૯૯૩માં ફેરફાર કરનારે તે ફેરફારી કરવા અંગે જે પૂછયું નહોતું. માત્ર આનો જ વાંધો નહોતો.. પણ આ ફેરફારીનો જ વાંધો હતો. આ ફેરફારી ઠેઠ સુધી આ પૂજ્યોને માન્ય નહોતી.અને તેથી જ એ ફેરફારીને રદ કરવાના સતત પ્રયત્નો ચાલુ હતા.. જે છેવટે કંઈક અંશે ૨૦૨૦માં સફળ થયા. ત્યાં સુધી એ સફળ કેમ ન થયા? એની વિચારણામાં પડવા જેવું નથી, કારણકે એમાં કેટલીય વાતો એવી છે જે અમુક વ્યક્તિઓની વિચિત્ર વૃત્તિપ્રવૃત્તિઓને ખોલનાર હોવાથી આપણા માટે શોભાસ્પદ નથી. [ ૨૧ ] Page #26 -------------------------------------------------------------------------- ________________ હવે, વારંવાર પૂછાતો એક પ્રશ્ન અને એના ઉત્તર - પ્રશ્ન : આઠમના ક્ષયે સાતમની આઠમ કરવી.. વગેરે ફેરફાર તમે આરાધના માટે જ કરો છો, મૂહૂર્ત માટે તો પાછી એ દિવસે સાતમ જ માનો છો. આના બે સૂચિતાર્થ શું ન નીકળી શકે? (૧) ખરેખર એ દિવસે સાતમ જ પ્રામાણિક છે,આઠમ ખોટી છે. (૨) મુહૂર્ત ખોટા દિવસે થાય તો ધનોતપનોત નીકળી જાય, આરાધના ખોટા દિવસે થાય તો વાંધો નહીં... અર્થાત્ મુહૂર્ત મહત્ત્વનું છે, આરાધના ગૌણ છે. ઉત્તર ઃ જુઓ આત્મકલ્યાણની બાબતમાં શાસ્ત્રવચનો જ પ્રમાણ છે બુદ્ધિ જન્ય કુતર્કો નહીં. આ વાત સૌ પ્રથમ નિશ્ચિત હોવી જોઇએ. જો આ નિશ્ચય થશે તો જણાશે કે આ બન્ને કુતર્કો છે તે આ રીતે શાસ્ત્રકારોએ આરાધના માટે ક્ષયે પૂર્વા. એવું માર્ગદર્શન આપ્યું છે. મુહૂર્ત માટે નહીં. આરંભસિદ્ધિ મુહૂર્ત ચિન્તામણિ વગેરે જ્યોતિષના ગ્રંન્થો છે. એમાં ક્યાંય પણ આવું દર્શાવ્યું હોય કે વિવક્ષિત મુહૂર્ત માટે જે તિથિ વિહિત હોય તેનો ક્ષય હોય તો એ મુહૂર્ત આગલા દિવસે લેવું.. તો આપણને એ ક૨વામાં પણ કોઇ વાંધો છે જ નહીં. પણ એવું ક્યાંય દર્શાવ્યું નથી. માટે ક્ષીણતિથિનું મુહૂર્ત આગલા દિવસે લેવાતું નથી. અમારે તો ભાઇ! સમાધાન કરીને આત્મકલ્યાણ સાધવું છે. એટલે શાસ્ત્રકારોએ આપેલા માર્ગદર્શનને જ અમે અનુસરીએ. હોઠ પર શાસ્ર શાસ્ત્ર કરતાં રહેવું..ને હૈયે (વર્તનમાં) બુદ્ધિજન્ય કુતર્કોને મહત્ત્વ આપી શાસ્ત્રાર્થીને ઓળવતા રહેવું આ અમને પાલવે નહીં... [ ૨૨ ] Page #27 -------------------------------------------------------------------------- ________________ હવે તમે શાસ્ત્રકારોને શું આ પ્રશ્ન પૂછશો કે આગલા દિવસે આરાધના કરવામાં વાંધો નહીં, ને મુહૂર્ત કરવામાં વાંધો આવું તમે જણાવી રહ્યા છો એનાથી તો સૂચિત થાય છે કે આરાધના ગૌણ છે મુહૂર્ત મહત્ત્વનું છે વગેરે. ભાગ્યશાલિન્ ! શાસ્ત્રકારો આપણા કરતાં ખૂબ ખૂબ વધારે જ્ઞાની હતાં એવો નમ્ર પણે સ્વીકાર કરવામાં જ આત્મકલ્યાણ છે. બાકી તો આવો પ્રશ્ન ઊઠાવનાર નવા પક્ષને પણ પ્રશ્ન આવવાનો જ છે. તેઓ પણ તે તે તિથિનિયત આરાધના જ, તે તિથિનો ક્ષય હોય તો આગલા દિવસે કરે છે. તે તે તિથિ નિયત મુહૂર્ત કાંઈ આગલા દિવસે સાધી લેતાં નથી. જેમકે જો પાંચમનો ક્ષય હોય તો પાંચમની આરાધના ચોથે કરી લે છે, પણ જેનું મુહૂર્ત ચોથમાં નિષિદ્ધ હોય,ને પાંચમના વિહિત હોય, એવું અનુષ્ઠાન કાંઈ ચોથે કરી લેતાં નથી. જામનગર-કલકત્તા વગેરે સ્થળોએ રહેલા તેમના અનુયાયીઓ પણ માત્ર આરાધના માટે જ મુંબઈના જન્મભૂમિ પંચાંગને પ્રમાણ કરે છે, મુહૂર્ત માટે તો ત્યાં ત્યાંના સ્થાનિક પંચાગનો જ આધાર લે છે. આશય એ છે કે-ધારોકે રવિ અને સોમવારે મુંબઈમાં સૂર્યોદય સવારે ૬-૦૦ વાગે છે ને કલકત્તામાં પ-૦૦ વાગે છે. મુંબઈમાં જન્મભૂમિ પંચાંગમાં રવિવારે સવારે ૬-૧૦ સુધી ચોથ છે. તેથી રવિવારે ઉદયાત્ત ચોથ છે.) અને સોમવારે સવારે ૫-૫૦થી છઠબેસી જાય છે. (એટલે સોમવારે ઉદયાત્ છઠ છે.) અર્થાત્ જન્મભૂમિમાં [ ૨૩ ] Page #28 -------------------------------------------------------------------------- ________________ પાંચમ એક્ષણતિથિ છે. તો મુંબઈ સ્થિત નવો પક્ષ પાંચમની આરાધના રવિવારે કરશે.. પણ મુહૂર્ત તો કરશે જ નહી. જયારે કલકત્તામાં સોમવારે પાંચમ ઉદયાતુ મળવાથી પાંચમ એ ક્ષીણતિથિ નથી. તેથી વજર્યન હોવાથી ત્યાંના અનુયાયીઓ પાંચમનું મુહૂર્ત અપનાવશે. એમ મુંબઇવાળા પણ –ધારોકે રવિવારે ૬-૦૦ વાગે સૂર્યોદય છે ને ૮-૦૦ વાગ્યા સુધી ચૌદસ છે.ઉદયાત્ પુનમ બીજા દિવસે સોમવારે છે. તો રવિવારે ઉદયાત્ ચૌદસ હોવાથી આખો દિવસ ચૌદસ લીલોતરી ત્યાગ-પખી પ્રતિક્રમણ વગેરે આરાધના કરશે. અને ધારો કે એ દિવસે મૃગશીર્ષ નક્ષત્ર પણ છે તો પ્રવેશાદિ માટે રાજયોગ લેવા ૮-૦૦ વાગ્યા પછી એ દિવસે પુનમ ગણશે. બીજા દિવસે ઉદયાત્ પુનમ છે એને ગૌણ કરીને). આવું જ શિલાન્યાસાદિ માટે છે. પૂ.આ.વિ.ચન્દ્રગુપ્તસૂરિજી તો આને પણ બેધારી નીતિ અને મનની મલિનતા કહેશે ને? તેઓની પુસ્તિકામાં પૃ.૨ ઉપર આરાધના અને મુહૂર્ત માટે અલગ ધારાધોરણ રાખવાને એમણે બેધારી નીતિ કહી છે ! ને એ મનની મેલી ભાવનાને સૂચવે છે એમ કહ્યું છે. અમારે તો બધું એકધારી નીતિ જ છે ને તેથી મનની નિર્મળ ભાવના જ છે અને એ છે –શાસ્ત્રકારોને અનુસરવું. મુહૂર્તના સંર્દભમાં મુહૂર્ત માટે શાસ્ત્રકારોએ જે માર્ગદર્શન આપ્યું હોય એને અનુસરવાનું અને આરાધનાના સંદર્ભમાં આરાધના માટે શાસ્ત્રકારોએ જે માર્ગદર્શન આપ્યું હોય એને અનુસરવાનું, ક્યાંય ભેળસેળ નહીં. ને ક્યાંય આપતિજન્ય કુતર્કો નહીં... , [ ૨૪ ] Page #29 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન : શાસ્ત્રકારોએ આઠમ ક્ષીણ હોય તો આરાધના માટે આગલા દિવસની ભલામણ કરી તો એમ મુહૂર્ત માટે કેમ ન કરી? ઉત્તરઃ આઠમની આરાધના કરનારે દરેક આઠમ આરાધવાની જ હોય છે. એટલે આઠમ ક્ષીણતિથિ હોય ત્યારે જો સાતમને આઠમ કરીને આરાધના કરી લેવામાં ન આવે તો એ એક આરાધના ગુમાવવી જ પડે છે. પણ આવું મુહૂર્ત માટે નથી. ધારોકે દીક્ષાનું મુહૂર્ત આઠમે પણ વિહિત છે. તો એનો અર્થ એવો નથી કે તે આઠમે જ દીક્ષા લેવી જ પડે. દીક્ષા એક જ વાર લેવાની છે. વિવક્ષિત આઠમ ક્ષીણ છે. તો કાંઈ નહીં આઠમનાં જ દીક્ષા લેવાની ભાવના હોય તો એ સિવાયની બીજી કોઈ આઠમે મુહૂર્ત લઇ શકાય છે. અથવા આઠમ સિવાય પાંચમ-છઠ વગેરે પણ જે મુહૂર્ત માટે માન્ય હોય તે લઈને મુહૂર્ત સાધી શકાય છે એટલે મુહૂર્તમાં ક્ષણતિથિ ન લઈએ તો પણ કોઈ હાનિ નથી. માટે એને વજર્ય જ કહી દીધી છે.આગલા દિવસે મુહૂર્ત લઈ લેવાની વાત કહી નથી આમ વિચારતા લાગે છે. જો એક દિવસે આરાધનાનું કંઈ મહત્ત્વ જ ન હોત તો પૂ.કાલિકસૂરિ મહારાજ સકારણ પાંચમની ચોથ કરી એની સાથે બીજાઓએ ન કરી હોત - શા માટે બીજાઓએ પણ ચોથની જ સંવત્સરી કરી?એ બધાને તો કંઈ કારણ હતું નહી. એ દર્શાવે છેકે એક દિવસે બધાની આરાધના બહુ જ મહત્ત્વની છે. હવે, બીજાઓ કરતાં આરાધના ભલે અલગ દિવસે કરવી પડે, પણ ઉદયા તિથિને પકડી રાખવી. ઉદયાત્ તિથિને પકડી રાખવામાં જ લ્યાણ છે. આવી એકાન્ત સૂચનાજેના પરથી મળે એવી સૂચક વાત [ ૨૫ ] Page #30 -------------------------------------------------------------------------- ________________ દર્શાવવા ફરીથી નવા પક્ષને સૂચના છે. આ દર્શાવ્યા વગર તેઓ કાંઈ પણ લખશે તો એનો જવાબ આપવાની જરૂર રહેતી નથી. કારણ કે શાસ્ત્રકારોને – પૂર્વાચાર્યોને બધા અલગ અલગ દિવસે આરાધના કરે એ માન્ય નથી. આ વાત સાબિત થઈ ગયેલી જ ગણાશે.-અસ્તુ “પર્વતિથિના ભાવ સત્યની રક્ષા કરીએ.' લે.શ્રી સંજય વોરા.. આ પુસ્તિકા હાલ જ હાથમાં આવી. એક સાથે બે લાગણીઓ અનુભવી.(૧) આનંદની. મારી પુસ્તિકાનું લખાણ ક્ષતિમુક્ત છે એની પ્રતીતિ વધારે દૃઢ થવાથી આનંદની લાગણી થાય છે. (૨) આઘાતની..મારી રજુઆતને વક્રરીતે રજુ કરીને પછી એનું ખંડન કરવામાં રહેલી મનની સશલ્યતા લેખકને ક્યાં લઈ જશે એ વિચારથી આઘાતની લાગણી જાગે છે. ઉપરના બે લખાણ જેવી જ પધ્ધતિ આ બાબતમાં આ પુસ્તિકામાં લગભગ જોવા મળે છે. જેમકે-પૃષ્ઠક ૩પર મારા નામે એક વિધાન ચઢાવવામાં આવ્યું છે. “પર્વતિથિની આરાધના બાબતમાં ઔદાયિક તિથિનો આગ્રહ રાખવાની જરૂર નથી. દાયિક તિથિને ગૌણ બનાવીને અન્યતિથિએ આરાધના કરી શકાય છે. વળી પૃ.નં. ૪ ઉપર આવી પ્રરૂપણા મેં જ શરૂ કરી છે.. એવો આરોપ કરવામાં આવ્યો છે. લેખકને સૂચના છે કે મેં આવું વિધાન મારી પુસ્તિકામાં ક્યાં કર્યું છે તે અક્ષરશઃ જાહેર કરે. મેંતો તિથિ ક્ષણ હોય.. અથવા બધાની આરાધના એક દિવસે થાય એવો અભિપ્રાય હોય.. આવા બધા કારણે જ ઉપરની વાત કરી છે. મેં કરેલી કારણિક વાતને “મેં એકદમ જનરલ વિધાન કર્યું હોય એમ રજુ કરવી એમાં પ્રામાણિકતા ક્યાં છે? અને મનની સશલ્યતા કેમ નહીં? ઉદયા તિથિ [ ૨૬ ] Page #31 -------------------------------------------------------------------------- ________________ એ ઉત્સર્ગ છે. પણ એવું વિશેષકારણ ઊભુ થાય તો અપવાદપદે એ ગૌણ બને જ છે. બ્રહ્મચર્ય સિવાયના દરેક ઉત્સર્ગના અપવાદ પ્રભુવીરથી લઈને આજ સુધીના પૂર્વાચાર્યોએ કહ્યા જ છે. એટલે ઉદયાત્ તિથિ અપવાદપદે અધ્ય બની જવાની – ગૌણ થઈ જવાની વાત મેં નવી શરૂ કરી છે એ આરોપ પણ ગલત છે. અપવાદને ખોટો ઠેરવવો હોય તો જે કારણે અપવાદની વાત કરવામાં આવી હોય એ કારણને ખોટું ઠેરવવું જોઇએ. પણ ખંડનની ધૂનવાળો પ્રતિપક્ષ અપ્રામાણિક રીતરસમો અજમાવે તો એ સૂચિત કરે છે કે મેં અપવાદ માટેનાં જે કારણો સૂચવ્યા છે એ ખોટા નથી. ને તેથી અપવાદ પણ ખોટો નથી જ, એટલે જ એમાં દોષ દર્શાવવો શક્ય ન હોવાથી ખોટી રજુઆતો કરવી પડે છે. ખરી રીતે અગીતાર્થે આ બાબતમાં માથું મારવું ઠીક નથી, અને જો લેખક જુદા અને નામ જુદું એવું હોય તો કંઈ કહેવા જેવું રહેતું નથી. પૃ.૭ તિથિની બાબતમાં શિકારીનું ઉદારણ કેટલું ઉચિત?આવા હેડિંગ હેઠળનું લખાણ.. આ અંગે પણ લેખકને જાહેર સૂચના છે કે મેં તિથિનાં સંદર્ભમાં આ ઉદાહરણ કયાં આપ્યું છે? તે તેઓ જાહેર કરે. જે મેં લખ્યું જ નથી એવી વાત મારા નામે ચઢાવી એમાં દૂષણો દર્શાવવા આ ક્યા પ્રકારની મનોવૃતિ છે? મેં,જયારે બેમાંથી એક જ સત્ય જાળવી શકાય એવી પરિસ્થિતિ હોય ત્યારે દ્રવ્યસત્યના ભોગે પણ ભાવસત્ય જાળવવું આવો સિદ્ધાંત તારવવા જ આ ઉદાહરણ ટાંક્યુ છે, ને પછી તિથિ અંગે તો આ તારવેલા સિદ્ધાંતને લાગુ કર્યો છે નહીં કે ઉદાહરણને, પર્વતિથિની બાબતમાં આ ઉદાહરણ લાગું ન [ ૨૭ ]. Page #32 -------------------------------------------------------------------------- ________________ કરી શકાય એનો અર્થ લેખક જો એવો કરતા હોય કે “આ ઉદાહરણ દ્વારા તારવેલો સિદ્ધાંત લાગુ ન કરી શકાય તો તો લેખકને જ ઘણા વાંધા આવશે. પહેલાં તો એમની પુસ્તિકાનું નામ જ ખોટું ઠરી જશે, કારણ કે પર્વતિથિ અંગે તો ભાવ સત્યની રક્ષા કરવાનો સિદ્ધાંત લાગુ પાડી શકાતો ન હોવાથી એમને દ્રવ્યસત્યની જ રક્ષા કરવાની ફરજ બની રહે છે. તેમજ પૃ.૨૬ વગેરે પર.. દ્રવ્યસત્ય કરતાં પણ મહાન ભાવસત્ય છે, માટે તેનો સ્વીકાર કરવો જોઈએ. વગેરે જે લખ્યું છે તે પણ સાચું સિદ્ધ નહીં થાય. પૃ.૪૨.. “એક વર્ષમાટે નહીં પણ પર્યુષણના આઠ દિવસ પૂરતું આ પ્રકારનું પંચાંગ અપનાવવું જોઈએ તો તેમાં પણ મુશ્કેલી છે. (વગેરે)” અહી પણ લેખકને સૂચના છે કે આઠ દિવસ માટે પંચાંગ બદલવાનું મેં ક્યાં જણાવ્યું છે? તે તેઓ જાહેર કરે. મેં જયારે એક વર્ષ માટે પંચાંગ બદલવાની વાત સ્પષ્ટ લખી છે ત્યારે આવી રજુઆત કરવા પાછળ લેખકનો કેવા પ્રકારનો આશય હશે એ વિચારી લેવાનું શ્રી સંઘ પર છોડું છું. આવી બધી ગેરરજુઆતો ઢગલાબંધ છે. પણ સહેલાઇથી સમજાઈ જાય એવી આ ત્રણ-ચાર વાતો રજુ કરી છે, એના પરથી પુસ્તિકાના લેખકનું વલણ મધ્યસ્થ વાંચકોને જરૂર ખ્યાલમાં આવી જશે, એમ માનીને વધારે જણાવતો નથી. ખરેખર તો, આવી બધી બાબતોમાં, ગીતાર્થતા વગર લખવુંબોલવું વ્યાજબી નથી. નહીતર જુઓ કેવી વિપરીત વાતોનું નિરૂપણ થાય એનું એક જ ઉદાહરણ આપું –પૃ-૩૨ “જો કોઈ વ્યક્તિ શાસ્ત્ર [ ૨૮ ]. Page #33 -------------------------------------------------------------------------- ________________ અને સિધ્ધાંતને ચુસ્તપણે વળગી રહે તો તેને સિદ્ધાંતમાં બાંધ છોડ કરવાની સલાહ ત્યારે જ અપાય કે જયારે પ્રતિપક્ષ મિથ્યામતિ હોય અથવા તો શાસ્ત્રો પ્રત્યે આદર ધરાવતો ન હોય” આ અંગે જણાવવાનું કે બૌદ્ધ વગેરે દર્શનવાળા મિથ્યામતિ છે આપણા શાસ્ત્રો પ્રત્યે આદર ધરાવતા નથી, એ તો સ્પષ્ટ છે જ. એની સામે શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ મહારાજથી લઈને મહોપાધ્યાય શ્રી યશોવિજય મ.વગેરે ગીતાર્થ શાસ્ત્રકારો, જૈનશાસ્ત્ર અને અનેકાન્તવાદસ્યાદ્વાદના સિદ્ધાંતને ચુસ્તપણે વળગી રહ્યા હતા.શું એમને આ સિદ્ધાંતમાં બાંધ છોડ કરવાની સલાહ અપાય? આ મહાત્માઓએ મિથ્યામતિઓ સામે સિદ્ધાંતમાં કોઈ બાંધછોડ જે ન કરી એ લેખકના (સં.વો.ના) મતે બહુ મોટી-ગંભીર ભૂલ હતી ધન્ય છે આ લેખકના નિરૂપણને! ખરેખર તો આત્મહિતેચ્છુએ આવા ગેરસમજ ભરેલા લખાણોને અડવું ન જોઈએ. શાસ્ત્રોને શિરોધાર્ય કરનારા અત્યંત આરાધક ગુણરત્નોની ખાણ સમા શ્રી તપાગચ્છ સંઘની સાથે સમાધાન કરવા માટે બાંધછોડ ન થઈ શકે, પણ શાસ્ત્ર-સિદ્ધાન્તના વિરોધી એવા મિથ્થામતિઓની સાથે બાંધછોડ થઈ શકે એવું આ લેખક કહેવા માગે છે કે શું? શું હવે બે તિથિ(નવો) પક્ષ આ સવાલ મુજબ સિદ્ધાન્તમાં બાંધછોડ કરીને મિથ્યામતિઓ સાથે ભળી જશે? એમ, શિખરજી, ગિરનારજી વગેરે તીર્થોમાં વર્ષોથી વિવાદ ઊભો કરનારા મિથ્યામતિ છે, માટે એમની સાથે ભળી જશે? ખરેખર તો લેખક શ્રી સંજયવોરાને કરુણાસભર દિલે પ્રેરણા છે કે શ્રી જૈનસંઘ તમારા નામ અને કામથી પરિચિત છે. આત્માને ભારે [ ૨૯ ]. Page #34 -------------------------------------------------------------------------- ________________ કરનારા અને શ્રી સંઘને નુકશાન પહોંચાડનારા આવા લખાણના બદલે, તમારી પાસે કલમ છે અને કોલમ છે તો વિશ્વને શ્રી જૈનશાસન પ્રત્યે, સંઘપ્રત્યે,જિનશાસનના અનુષ્ઠાનો પ્રત્યે આદર બહુમાન જાગે એવા સ્વકક્ષાનુસાર લખાણ તમારે કરવા જોઇએ.- અસ્તુ. આટલું લખાણ તૈયાર કર્યું, ત્યાં લે. કિરણ બી.શાહની "તટસ્થ સમીક્ષા" નામની પુસ્તિકા હાથમાં આવી. શ્રીસંજય વોરા અંગેની જેવી જ આનંદ-આઘાતની લાગણી થઇ. એમણે પણ હરણિયા-શિકારીનું દૃષ્ટાંત મેં તિથિના સંદર્ભમાં આપ્યું હોવાનો આરોપ કરીને પૃ.૨ ઉપર જે કાંઇ લખ્યું છે તેનો જવાબ પૂર્વે આવી ગયો છે. લેખકે પૃ.૪ ઉપ૨ સ્વ.પૂ.દાનસૂ.મ.સા.ના પ્રશ્નોત્તર આપ્યા છે પણ તે પૂજ્યશ્રીનું જો૨, કોઇપણ એક વ્યક્તિને ફેરફારકરવાનો અધિકારનથી "... વગેરે જેના પર હતું, તેને કિરણભાઇ કેમ જણાવતા નથી ?(વિવિધ પ્રશ્નોત્તરનું લખાણ પૂર્વે પૃ. ૧૯ ઉ૫૨ આપેલું છે.) વળી તેઓશ્રી એ ક્યારેય સંઘથી અલગ પડીને આરાધના કરી નહોતી એ પણ જણાવે છે કે તેઓશ્રી સૌથી વધારે મહત્વ-આખા સંધની આરાધના એક દિવસે થાય-એને જ આપતા હતા. સ્વ.પૂ.આ. શ્રીપ્રેમ સૂ.મ.સાહેબ સંઘથી અલગ જે આરાધના કરી એનું મિચ્છામિ દુક્કડં આપ્યું છે, અને સંઘની સાથે એક જ દિવસે આરાધનાને જ સૌથી વધારે મહત્વની માનતા હતા. એનું સ્પષ્ટ સૂચન છે. દિવ્યદર્શન તા.૨-૬-૧૯૬૨ના અંકમાંથી સ્વ. પૂ.પ્રેમસૂરીશ્વરજી મ.સા.ના નિવેદનની જે અધૂરી પંક્તિ રજુ કરી છે તેની જોડેની જ પંક્તિ આ પ્રમાણે છે. પરંતુ સકળ સંઘના ઐક્યની આવશ્યકતા સહુ 11 - [ ૩૦ ] Page #35 -------------------------------------------------------------------------- ________________ કોઈ જાણે છે". લેખકે આ અંશ છૂપાવવો પડ્યો, કારણકે આ અંશથી ભાવસત્યની મહત્તા સ્થાપિત થાય છે. “સંભારણા સૂરિ પ્રેમના ગ્રંથમાંથી લેખકે જે પંક્તિઓ છાપી છે તે લેખક પૂ.મુનિરાજ શ્રી વીરરત્ન વિ.મ.ની નથી પણ સંશોધક સ્વ.પૂ. શ્રી વિ. કનકચન્દ્રસૂ.મ.ની છે તથા “આ ચૂકાદાને માન્ય કરવામાં ન આવ્યો એવી જે પંક્તિ તેઓએ ઉધૂત કરી તેનાથી પણ સૂચિતથાય છે કે, શ્રી તપાગચ્છ જૈન સંઘે ભાગલાવાદને ઉત્તેજન આપ્યું નથી. * લેખકે પૃ.૬ ઉપર મેં વાપરેલા અમુક શબ્દની જે ટીકાકરી છે તે અણસમજની પેદાશ છે, એવું સામાન્યબુદ્ધિ ધરાવનાર વાંચકોને પણ મારું લખાણ વાંચતાં ખ્યાલ આવી જાય એમ છે, કારણકે તિથિ અંગે આપણાં શાસ્ત્રોએ જે નિરૂપણ કર્યું છે એના કરતાં લૌકિક પંચાંગની તિથિઓ અલગ પડી જાય છે. આટલું જ જણાવવાનો ત્યાં અભિપ્રાય છે. પછી અમુક તિથિ તરીકે કઈ કઈ તિથિઆવે છે. એ વિસ્તારની કોઈ આવશ્યકતા નથી. પૃ.૮ઉપર લેખકે પ્રશ્ન ઊભો કર્યો છે કે એકતા ઉદયાત ચોથની હોય કે પ્રથમ પાંચમ-ફલ્થ તિથિની? સમજણ વગર જ આ પ્રશ્ન લેખકે ઊભો કર્યો છે. કારણકે જૈન શાસ્ત્ર અનુસાર કોઈ ફશુતિથિ-નપુંસકતિથિ હોતી જ નથી. અને વર્તમાનમાં શ્રી સંઘ આરાધના માટે જે પંચાંગ પ્રકાશિત કરે છે એમાં પાચમ બે હોતી જ નથી. એટલે પ્રથમ પાંચમ-ફલ્યુતિથિ ... વગેરે શબ્દોમાત્ર ભ્રમણા સિવાય બીજું કશું નથી. લૌકિક પંચાંગને વગર સંસ્કારે માની લેવું એ જૈનત્વનું કલંક છે. વળી એમાં કોઇએ પ્રકાશિત કરેલી વાતોને અક્ષરશઃ એ જ પ્રમાણે છાપીને જૈન પંચાંગ એવું નામ લગાડી દેવામાં એક પ્રકારની લાચારી પણ છે. [ ૩૧ ] Page #36 -------------------------------------------------------------------------- ________________ * પૃ. ૯ ઉપર પૂ. આત્મારામજી મ.ના નામે જે વાત કરી છે એ પણ તથ્યહીન છે. આ વાત જૈન ધર્મપ્રકાશના વિ.સં. ૧૯૫ર ના શ્રાવણ માસના અંકમાં આવેલા "સંવત્સરી નિર્ણય" નામનોલેખ વાંચવાથી જણાશે. તા.૨૧-૭-૩૩ના વીરશાસનમાં પણ સ્વ.પૂ.દાન સૂ.મ.સાહેબે-૧૯૫૨માં ભા. સુ.પ નો નહીં પણ છઠ્ઠનો જ ક્ષય મનાયેલો એ વાત જણાવેલી છે. * લેખકે પૂ. બાપજી મ.નો જે ખુલાસો ટાંક્યો છે એને ખુદ બાપજી મ.પણ મિથ્થા સમજતા હતા, એટલે જે એ ખુલાસાનો વળી ખુલાસો ન કરવો પડે એ માટે ૨૦૧૪ ની સંમેલનમાં મંગળાચરણ કરીને તેઓ તરત જ ઉપાશ્રયે પધારી ગયા હતા, અને પછી એકપણ દિવસ પધાર્યા નહોતા. આવું તત્કાલીન મહાત્માઓ જણાવે છે. વળી પૂ. લબ્ધિસૂરિ મ.સાહેબે વિ.સં.૨૦૦૧ના દ્વિતીય ચૈત્ર સુદ-૧૩ પાલીતાણા શાન્તિભુવનથી તેઓશ્રી ને લખેલા પત્રમાં પુનમ/અમાસ ની ક્ષય-વૃદ્ધિ બાબતમાં પ્રશ્ન પૂછાવેલો ત્યારે પૂજયશ્રીએ (બાપજી મહારાજે) અમદાવાદથી વિ.સં.૨૦૦૧ ચૈત્ર વદ ૬ ના રોજ પત્ર લખીને જવાબ આપેલો કે "પૂર્ણિમાના ક્ષયે તથા વૃદ્ધિએ તેરસના ક્ષય અને વૃદ્ધિ ન કરવી- તે પંચાંગને પાને ચઢાવવા માટે અમો કંઈ પણ જાણતા નથી. તેમજ અમારી સંમતિ પણ નથી" તથા જે મહાત્માએ પૂ.બાપજી મ.પાસે કહેવાતો ખુલાસો દબાણ પૂર્વક કરાવીને છપાવેલો તે મહાત્માએ તેનામાટે ભારપૂર્વક અફસોસ વ્યક્ત કરીને પ્રાયશ્ચિત પણ લીધેલું છે. એટલે પૂ.બાપજી મ.ના આ કહેવાતા ખુલાસામાં વાસ્તવિકતા શું છે? એ સમજી શકાય એમ છે. * લેખકે પોતાને હૃદયદ્રાવક લાગી ગયેલો સ્વ.પૂ.રામસૂરિ કહેલાવાળાનો પત્રછાપ્યો છે, તો એની સામે પૂ.મેરુપ્રભસૂરિમહારાજે [ ૩૨ ] Page #37 -------------------------------------------------------------------------- ________________ લખેલા સમાધાનોના પત્રનો ઉલ્લેખ સુધ્ધાં કેમ નથી કર્યો? ખરેખર તો લેખકે એ વિચારવું જોઈએ કે આ પત્ર લખ્યા પછી પૂજયશ્રી ઘણા વર્ષો જીવ્યા.શ્રી સંઘમાં મહદંશે સધાયેલી એકતાના સમર્થક અને પ્રોત્સાહક કેમ રહ્યા? જો એક્તા ન જ સધાઈ હોત તો તેઓ છેક સુધી અધ્યક્ષ પદે કઈ રીતે ચાલુ રહ્યા? નવા પક્ષવાળા પણ તેમને અનેક પ્રસંગે "અધ્યક્ષ" સમજીને ચાલતા રહ્યા તે કઈ રીતે? તથા તેઓશ્રીના પત્રને ધ્યાનથી વાંચતા જણાશે કે તેઓશ્રી પણ એકતાને જ સૌથી વધારે મહત્વની માનતા હતા. ને તેથી જીવનના અંત સુધી એ માટેની જ તેઓશ્રીની ઇચ્છા ને પ્રયત્ન રહ્યા હતા. અસ્તુ. મારી એક તિથિ અંગે સત્ય અને સમાધાન" નામની નાની પુસ્તિકા અંગે પ્રકાશિત થયેલા આ વિવિધ સાહિત્ય અંગે જણાવવા યોગ્યમહત્વની વાતો સંક્ષેપમાં જણાવી છે. હજુ કદાચ અન્ય સાહિત્ય પણ પ્રકાશિત થાય... કે આ પુસ્તિકા અંગે પણ કંઇક પ્રકાશિત થાય... પણ જો મને એવી પ્રતીતિ થશે કે (૧) શાસ્ત્રબોધ ધરાવનાર વ્યક્તિએ પ્રમાણિકપણે રજુઆત કરી છે. અને (૨) એકજ દિવસે આરાધના કરવી કે ઉદયાત તિથિ પકડવી આવો પ્રશ્ન નિર્માણ થયો હોય ને એવે વખતે ઉદયાત્ તિથિ પકડવી.આવું માર્ગદર્શન આપનાર પૂર્વાચાર્યનો સંદર્ભ ટાંક્યો છે, તો જ હવે એવા પ્રકાશનો અંગે યોગ્ય વિચાર કરવો, અન્યથા નહીં આવી મારી ગણતરી છે.એની સર્વને નોંધ લેવા વિનંતી. - પરમ પવિત્ર શ્રી જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડં. [ ૩૩ ] Page #38 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તુત-પુસ્તક પ્રેસમાં ગયા બાદ ખુબ મોડેથી તિથિ અંગે લેખક મનિશ્રી દિવ્યકીર્તિ વિ.મ.સા. તથા મુનિશ્રી સંયમકીર્તિ વિ.મ.સા.ની પુસ્તિકા જોવામાં આવી. એના ઘણા મુદ્દાઓનું સમાધાન આ પુસ્તિકામાં લગભગ આવીજ જાય છે. વિશેષ સમાધાન અવસરે થશે. પાસત્થાનું લક્ષણ : ...મેમત્તિ II (ગા.ન. ૩૬૧) ઉપદેશમાલા. શ્રી સિદ્ધર્ષિકૃત ટીકા : 1ો - જીતશ્ય મેઃ પરસ્પર चित्तविश्लेषः तस्मिन् 'तत्तिल्लो'त्ति तप्तिमान् गणभेदतप्तिमान् - गच्छविघटन तत्पर इत्यर्थः ॥ ३६१ ॥ શ્રી જૈન આત્માનંદ સભા - પ્રકાશિત ભાષાન્તરઃ ગણ એટલે સંઘાડાનો ભેદ કરવામાં અંદર અંદર કુસંપ કરાવવામાં તત્પર તત્પર રહે છે. (આ પાસત્થા વગેરેનું દોષસ્થાન છે.) (પર્વતિચિની આરાધના તે આચરણા કે સિદ્ધાન્ત ?) શ્રી હરિપ્રશ્નમાં પ્રશ્ન ૧ થી ૧૫નો ઉત્તર પ્રશ્ન: બીજ આદિ (૨-૫-૮-૧૧-૧૪) પાંચ પર્વીઓ શ્રાદ્ધ| વિધિ આદિ આપણા ગ્રંથ સિવાય બીજા ગ્રંથોમાં ક્યાં કહેલ છે? ઉત્તરઃ સંવિગ્ન ગીતાર્થોની આચરણા વડે બીજ વગેરે પાંચ પર્વનું ઉપાદેયપણું સંભવે છે. તેના અક્ષરો તો શ્રાદ્ધવિધિ સિવાય અન્યત્ર જોયાનું યાદ નથી. ૧-૧૫ // [ ૩૪ ] Page #39 -------------------------------------------------------------------------- ________________ - આ તે કેવો ન્યાય ? વિ.સં. ૧૯૯૨ સુધી પુનમ-અમાસની ક્ષય-વૃધ્ધિએ તેરસની ક્ષય-વૃધ્ધિ કરી... પછી વિ.સં. ૨૦૨૦ સુધી પુનમ-અમાસની જ ક્ષય-વૃધ્ધિ કરી. પછી વિ.સં. ૨૦૪૭ સુધી પાછી તેરસની ક્ષય-વૃધ્ધિ કરી.. * પછી પાછી પુનમ-અમાસની ક્ષય-વૃધ્ધિ ચાલુ કરી... આમાં, વિ.સં. ૧૯૯૨ સુધી અને વચમાં ૨૦૨૦થી ૨૦૪૭ સુધી પુનમ-અમાસની ક્ષય-વૃધ્ધિએ તેરસની ક્ષય-વૃધ્ધિ જે કરી એનું નવા પક્ષે પ્રાયશ્ચિત્ત કોઇએ કર્યું નથી, કોઇની પાસે કરાવ્યું નથી.. એનો સૂચિતાર્થ સ્પષ્ટ છે કે "આ રીતે તેરસની ક્ષય-વૃધ્ધિ કરવામાં આજ્ઞા ભંગ-અનવસ્થા... વગેરે દોષો લાગે છે" એવું તેઓ માનતા નથી.. - તો પછી શ્રીતપાગચ્છ સંઘ તેરસની ક્ષય-વૃધ્ધિ કરતો હોય એટલા માત્રથી એને આજ્ઞાભંગ વગેરે દોષો શી રીતે લાગી જાય? અમે કરીએ તો અમને દોષ ન લાગે અને શ્રી સંઘ તેરસની ક્ષય-વૃધ્ધિ કરે તો શ્રી સંઘને દોષ લાગે ..આ તે કેવો ન્યાય ? સંઘ અવજ્ઞા - પોતાની ક્રિયાને વખાણવી અને સકલ સંઘના વ્યવહારને દોષિત કરવો એનાથી પણ અધિક સંઘની અવજ્ઞા બીજી કઈ હોઈ શકે ? અર્થાત્ આનાથી અધિક બીજી કોઈ સંઘની અવજ્ઞા નથી. /૧૩૨/ શાસ્ત્ર-ચૈત્યવંદન મહાભાષ્ય Page #40 -------------------------------------------------------------------------- ________________