________________
આપી શકતી નથી જ.) (૪) અમુક વ્યક્તિ જ ફેરફાર કરીને જે કાંઇ ઠેરવે એમાં ભાવસત્ય નથી, આરાધના નથી, પણ વિરાધના છે.’
એટલે, સ્વ.પૂ.આ શ્રી દાન સૂ.મ.સાહેબે અમુક વ્યક્તિને ‘તું તિથિ અંગેનો ફેરફાર કરી દેજે' એવું કહેલું. સ્વ.પૂ.આ.શ્રી પ્રેમ સૂ.મ.સાહેબે ‘તું ૨૦૨૦ નો પટ્ટક રદ કરી નાખજે' એવું કહેલું હતું... વગેરે જે પ્રચાર અમુક વર્ગ તરફથી વારે વારે થાય છે તેમાં પોકળ બચાવ સિવાય બીજુ કશું જણાતું નથી.
સ્વ.પૂ.આ.શ્રીલબ્ધિ સૂ.મ.સા.નો પત્ર પણ જોઇ લઇએ- ચૈત્ર સુદી ૮,૨૪૭૧
પરમ પૂજ્ય આરાધ્યપાદ ગુણરત્ન મહોદધિ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજની તરફથી...
તંત્ર વિનયાદિવિશિષ્ટ ગુણગણાંકિત આચાર્યદેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરિજી આદિ યોગ્યાનુવંદના સુખશાતા સહ વિદિત જે તમારું કવર મળ્યું. સમાચાર જાણ્યા.
વિશેષ રામચંદ્રસૂરિજી સાથે વાત ચાલતાં પુનમ તથા અમાવાસ્યાના ક્ષયે પહેલાં તેરશનો ક્ષય ચાલતો હતો તથા બે પુનમ અથવા બે અમાવાસ્યાના બે તેરશો પહેલાં થતી હતી તેનો પલ્ટો-બે અમાવાસ્યા અને બે પુનમો તથા પુનમ તથા અમાવસ્યાનો ક્ષય બધું નૂતન પંચાંગ બનાવતાં આપને તથા અમને રામચંદ્રસૂરિજીએ પૂછયું નથી અને સ્વયં પોતાના અથવા તો તેમના અનુયાયી સાધુ અથવા શ્રાવકના વિચારે ઊભુ કર્યુ હતું.
Jain Education International
{ ૨૦ ]
For Private & Personal Use Only
www.jainelibrary.org