________________
ચાલીએ તો ભગવાને એક એક વચન ખાતર જમાલી અને ગોશાળા જેવા સાથે એકતા ન જાળવી, તો ત્યાં ભગવાને શું ‘ભાવસત્ય ગુમાવ્યું. એમ કહેવાશે ? વળી ત્યાર પછીના આપણા મહાન પૂર્વાચાર્યોએ શાસ્ત્રોની અણીશુદ્ધ જાળવણી માટે એક એક શાસ્ત્રવચનના અપલાપ ખાતર ભલભલાને સંઘ બહાર કર્યા અને તેના પરિણામે હિંગબરસ્થાનકવાસી અને બીજી અનેક ગચ્છો જુદા પડ્યાં, ત્યા શું એ આપણા મહાન પૂર્વજોએ લેખકની (તમારી) માન્યતા મુજબ ભાવસત્યને ગુમાવી દીધું આવું જે લખાણ છે. તે અંગે તમારું શું મંતવ્ય છે?
ઉત્તરઃ “શ્રી સંઘ આ વર્ષે ગુરુવારે સંવત્સરી કરવાનો છે. નવો પક્ષ એમાંથી અલગ પડીને બુધવારે સંવત્સરી કરવાનો છે એ સ્થિતિમાં અમે અલગ દિવસે આરાધના કરીશું છતાં ભાવસત્ય ગુમાવવાના નથી, એવું ઠસાવવા માટે આ બધી વાતો એમને રજૂ કરી છે ને?
પ્રશ્ન: હા, એ માટે જ રજુ કરી હોય એમ જણાય છે. આમાં શંકા જેવું શું છે?
ઉત્તર : તો પછી, તમારે નવા પક્ષને આ પ્રશ્ન પૂછવો જોઈએ કે તમે, આ વર્ષે ગુરુવારે સંવત્સરી કરનાર સંઘને શું લોકતુલ્ય (જૈનેતરો તુલ્ય) માનો છો? જમાલી-ગોશાળા જેવો માનો છો? કે દિંગબર-સ્થાનકવાસી વગેરે તુલ્ય માનો છો?
* સંઘ' શબ્દનો અર્થ ભેગા કરવા એવો થાય કે નોખા પાડવા' એવો થાય એ કોઈ દિવસ વિચાર કર્યો છે ? ભગવાને રત્નત્રયની આરાધના કરનારાઓને એક સૂત્રમાં પરોવીને ભેગા કરીને સંઘ રચ્યો કે ભેદનીતિ દ્વારા લોકોથી નોખા પાડીને પોતાનો સ્વતંત્ર પક્ષ રચ્યો હતો? આ વિચાર નહી કરવાનો?
[
૯ ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org