________________
લખેલા સમાધાનોના પત્રનો ઉલ્લેખ સુધ્ધાં કેમ નથી કર્યો? ખરેખર તો લેખકે એ વિચારવું જોઈએ કે આ પત્ર લખ્યા પછી પૂજયશ્રી ઘણા વર્ષો જીવ્યા.શ્રી સંઘમાં મહદંશે સધાયેલી એકતાના સમર્થક અને પ્રોત્સાહક કેમ રહ્યા? જો એક્તા ન જ સધાઈ હોત તો તેઓ છેક સુધી અધ્યક્ષ પદે કઈ રીતે ચાલુ રહ્યા? નવા પક્ષવાળા પણ તેમને અનેક પ્રસંગે "અધ્યક્ષ" સમજીને ચાલતા રહ્યા તે કઈ રીતે? તથા તેઓશ્રીના પત્રને ધ્યાનથી વાંચતા જણાશે કે તેઓશ્રી પણ એકતાને જ સૌથી વધારે મહત્વની માનતા હતા. ને તેથી જીવનના અંત સુધી એ માટેની જ તેઓશ્રીની ઇચ્છા ને પ્રયત્ન રહ્યા હતા. અસ્તુ.
મારી એક તિથિ અંગે સત્ય અને સમાધાન" નામની નાની પુસ્તિકા અંગે પ્રકાશિત થયેલા આ વિવિધ સાહિત્ય અંગે જણાવવા યોગ્યમહત્વની વાતો સંક્ષેપમાં જણાવી છે. હજુ કદાચ અન્ય સાહિત્ય પણ પ્રકાશિત થાય... કે આ પુસ્તિકા અંગે પણ કંઇક પ્રકાશિત થાય... પણ જો મને એવી પ્રતીતિ થશે કે (૧) શાસ્ત્રબોધ ધરાવનાર વ્યક્તિએ પ્રમાણિકપણે રજુઆત કરી છે. અને (૨) એકજ દિવસે આરાધના કરવી કે ઉદયાત તિથિ પકડવી આવો પ્રશ્ન નિર્માણ થયો હોય ને એવે વખતે ઉદયાત્ તિથિ પકડવી.આવું માર્ગદર્શન આપનાર પૂર્વાચાર્યનો સંદર્ભ ટાંક્યો છે, તો જ હવે એવા પ્રકાશનો અંગે યોગ્ય વિચાર કરવો, અન્યથા નહીં આવી મારી ગણતરી છે.એની સર્વને નોંધ લેવા વિનંતી. - પરમ પવિત્ર શ્રી જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડં.
[ ૩૩ ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org