SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ માટે અન્ય જે પંચાંગમાં એ ક્ષય ન હોય એને અનુસરવાનું માર્ગદર્શન આપેલું હતું (વીરશાસન તા.૨૧-૭-૩૩) એટલે, આ આચાર્યના મતે તેઓએ પણ લોકોને મૂર્ખ બનાવ્યા હતા, ખરું ને ! હવે, વિ.સં. ૧૯૯૩ થી વિ.સં. ૨૦૨૦ સુધી પંચાંગમાં પર્વતિથિના ક્ષય-વૃદ્ધિ જે દર્શાવાયાં, તે અમારા વડીલ પૂર્વજો સ્વ.પૂ.આ. શ્રી સિદ્ધિસૂરી (બાપજી)મ.સા, સ્વ.પૂ.આ.શ્રી લબ્ધિ સૂ.મ.સા, સ્વ.પૂ.આ.શ્રી પ્રેમ સૂ.મ.સા. વગેરેને માન્ય હતા એવો પ્રચાર પણ નવો પક્ષ વારંવાર કરી રહ્યો છે. એટલે એ અંગેની વાસ્તવિક્તા માટે આ પૂર્વ પુરુષોના જ નિવેદનોપત્રાંશો જોઇએ.સ્વ.પૂ. આ. શ્રીપ્રેમ સૂ.મ.સા.ના નિવેદનના મહત્વના અંશો-" વિ.સં. ૧૯૯૩ થી સકળ સંઘે પ્રણાલિકા ફેરવ્યા વિના અમારા પક્ષમાં ફેરવાઇ અને તે મેંય આદરી તે બદલ મિચ્છામિ દુક્કડમ્... ફેરફાર કરવાનું કામ સકળસંઘનું છે કોઇ અમુક વ્યક્તિનું નહીં." ત્યારે પ્રશ્ન એ થશે કે નવી ફેરફારી કોણે કરી ? તે અંગે પૂ.આ.શ્રીસિદ્ધિસૂરીશ્વરજી મહારાજે કહ્યું કે, હું જાણતો નથી. પૂ.આ. શ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજ પણ કહેતા કે હું જાણતો નથી. વળી હું ખુદ પણ જાણતો ન હતો ત્યારે આ ફેરફારી કોને પુછીને ચલાવી? ગુરુ આજ્ઞા પ્રધાન સાધુજીવનમાં આટલી મોટી ગંભીર પ્રવૃત્તિ ગુરુને પુછયા વગર કેમ કરી શકાય ? તેમજ ગુરુ આજ્ઞા વિનાની એ પ્રવૃત્તિ હજુ પણ પકડી રાખવી તે તિથિના શાસ્ત્રીય સત્યની સામે કેટલો બધો Jain Education International [ ૧૮ ] For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001771
Book TitleTithi Ange Satya ane Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherKantilal Chhaganlal Shah Mumbai
Publication Year
Total Pages40
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy