________________
દર્શાવવા ફરીથી નવા પક્ષને સૂચના છે. આ દર્શાવ્યા વગર તેઓ કાંઈ પણ લખશે તો એનો જવાબ આપવાની જરૂર રહેતી નથી. કારણ કે શાસ્ત્રકારોને – પૂર્વાચાર્યોને બધા અલગ અલગ દિવસે આરાધના કરે એ માન્ય નથી. આ વાત સાબિત થઈ ગયેલી જ ગણાશે.-અસ્તુ
“પર્વતિથિના ભાવ સત્યની રક્ષા કરીએ.' લે.શ્રી સંજય વોરા.. આ પુસ્તિકા હાલ જ હાથમાં આવી. એક સાથે બે લાગણીઓ અનુભવી.(૧) આનંદની. મારી પુસ્તિકાનું લખાણ ક્ષતિમુક્ત છે એની પ્રતીતિ વધારે દૃઢ થવાથી આનંદની લાગણી થાય છે. (૨) આઘાતની..મારી રજુઆતને વક્રરીતે રજુ કરીને પછી એનું ખંડન કરવામાં રહેલી મનની સશલ્યતા લેખકને ક્યાં લઈ જશે એ વિચારથી આઘાતની લાગણી જાગે છે. ઉપરના બે લખાણ જેવી જ પધ્ધતિ આ બાબતમાં આ પુસ્તિકામાં લગભગ જોવા મળે છે. જેમકે-પૃષ્ઠક ૩પર મારા નામે એક વિધાન ચઢાવવામાં આવ્યું છે. “પર્વતિથિની આરાધના બાબતમાં ઔદાયિક તિથિનો આગ્રહ રાખવાની જરૂર નથી. દાયિક તિથિને ગૌણ બનાવીને અન્યતિથિએ આરાધના કરી શકાય છે. વળી પૃ.નં. ૪ ઉપર આવી પ્રરૂપણા મેં જ શરૂ કરી છે.. એવો આરોપ કરવામાં આવ્યો છે. લેખકને સૂચના છે કે મેં આવું વિધાન મારી પુસ્તિકામાં ક્યાં કર્યું છે તે અક્ષરશઃ જાહેર કરે. મેંતો તિથિ ક્ષણ હોય.. અથવા બધાની આરાધના એક દિવસે થાય એવો અભિપ્રાય હોય.. આવા બધા કારણે જ ઉપરની વાત કરી છે. મેં કરેલી કારણિક વાતને “મેં એકદમ જનરલ વિધાન કર્યું હોય એમ રજુ કરવી એમાં પ્રામાણિકતા ક્યાં છે? અને મનની સશલ્યતા કેમ નહીં? ઉદયા તિથિ
[ ૨૬ ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org