________________
પ્રશ્ન : શાસ્ત્રકારોએ આઠમ ક્ષીણ હોય તો આરાધના માટે આગલા દિવસની ભલામણ કરી તો એમ મુહૂર્ત માટે કેમ ન કરી?
ઉત્તરઃ આઠમની આરાધના કરનારે દરેક આઠમ આરાધવાની જ હોય છે. એટલે આઠમ ક્ષીણતિથિ હોય ત્યારે જો સાતમને આઠમ કરીને આરાધના કરી લેવામાં ન આવે તો એ એક આરાધના ગુમાવવી જ પડે છે. પણ આવું મુહૂર્ત માટે નથી. ધારોકે દીક્ષાનું મુહૂર્ત આઠમે પણ વિહિત છે. તો એનો અર્થ એવો નથી કે તે આઠમે જ દીક્ષા લેવી જ પડે. દીક્ષા એક જ વાર લેવાની છે. વિવક્ષિત આઠમ ક્ષીણ છે. તો કાંઈ નહીં આઠમનાં જ દીક્ષા લેવાની ભાવના હોય તો એ સિવાયની બીજી કોઈ આઠમે મુહૂર્ત લઇ શકાય છે. અથવા આઠમ સિવાય પાંચમ-છઠ વગેરે પણ જે મુહૂર્ત માટે માન્ય હોય તે લઈને મુહૂર્ત સાધી શકાય છે એટલે મુહૂર્તમાં ક્ષણતિથિ ન લઈએ તો પણ કોઈ હાનિ નથી. માટે એને વજર્ય જ કહી દીધી છે.આગલા દિવસે મુહૂર્ત લઈ લેવાની વાત કહી નથી આમ વિચારતા લાગે છે.
જો એક દિવસે આરાધનાનું કંઈ મહત્ત્વ જ ન હોત તો પૂ.કાલિકસૂરિ મહારાજ સકારણ પાંચમની ચોથ કરી એની સાથે બીજાઓએ ન કરી હોત - શા માટે બીજાઓએ પણ ચોથની જ સંવત્સરી કરી?એ બધાને તો કંઈ કારણ હતું નહી. એ દર્શાવે છેકે એક દિવસે બધાની આરાધના બહુ જ મહત્ત્વની છે.
હવે, બીજાઓ કરતાં આરાધના ભલે અલગ દિવસે કરવી પડે, પણ ઉદયા તિથિને પકડી રાખવી. ઉદયાત્ તિથિને પકડી રાખવામાં જ લ્યાણ છે. આવી એકાન્ત સૂચનાજેના પરથી મળે એવી સૂચક વાત
[ ૨૫ ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org