________________
પાંચમ એક્ષણતિથિ છે. તો મુંબઈ સ્થિત નવો પક્ષ પાંચમની આરાધના રવિવારે કરશે.. પણ મુહૂર્ત તો કરશે જ નહી. જયારે કલકત્તામાં સોમવારે પાંચમ ઉદયાતુ મળવાથી પાંચમ એ ક્ષીણતિથિ નથી. તેથી વજર્યન હોવાથી ત્યાંના અનુયાયીઓ પાંચમનું મુહૂર્ત અપનાવશે.
એમ મુંબઇવાળા પણ –ધારોકે રવિવારે ૬-૦૦ વાગે સૂર્યોદય છે ને ૮-૦૦ વાગ્યા સુધી ચૌદસ છે.ઉદયાત્ પુનમ બીજા દિવસે સોમવારે છે. તો રવિવારે ઉદયાત્ ચૌદસ હોવાથી આખો દિવસ ચૌદસ લીલોતરી ત્યાગ-પખી પ્રતિક્રમણ વગેરે આરાધના કરશે. અને ધારો કે એ દિવસે મૃગશીર્ષ નક્ષત્ર પણ છે તો પ્રવેશાદિ માટે રાજયોગ લેવા ૮-૦૦ વાગ્યા પછી એ દિવસે પુનમ ગણશે. બીજા દિવસે ઉદયાત્ પુનમ છે એને ગૌણ કરીને). આવું જ શિલાન્યાસાદિ માટે છે.
પૂ.આ.વિ.ચન્દ્રગુપ્તસૂરિજી તો આને પણ બેધારી નીતિ અને મનની મલિનતા કહેશે ને? તેઓની પુસ્તિકામાં પૃ.૨ ઉપર આરાધના અને મુહૂર્ત માટે અલગ ધારાધોરણ રાખવાને એમણે બેધારી નીતિ કહી છે ! ને એ મનની મેલી ભાવનાને સૂચવે છે એમ કહ્યું છે.
અમારે તો બધું એકધારી નીતિ જ છે ને તેથી મનની નિર્મળ ભાવના જ છે અને એ છે –શાસ્ત્રકારોને અનુસરવું. મુહૂર્તના સંર્દભમાં મુહૂર્ત માટે શાસ્ત્રકારોએ જે માર્ગદર્શન આપ્યું હોય એને અનુસરવાનું અને આરાધનાના સંદર્ભમાં આરાધના માટે શાસ્ત્રકારોએ જે માર્ગદર્શન આપ્યું હોય એને અનુસરવાનું, ક્યાંય ભેળસેળ નહીં. ને ક્યાંય આપતિજન્ય કુતર્કો નહીં...
,
[ ૨૪ ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org