________________
ઉ. - શાસ્ત્રવચન -સકલસંઘમાન્ય આચાર્ય ભગવંતોના સંદર્ભ વગેરે આપીને જ આ એક દિવસે આરાધનાની વાત કરી છે એ કોઈપણ મધ્યસ્થ વાંચકને પ્રતીત થાય એમ છે જ. છતાં, મેં એવું કશું કર્યા વિના જ, માત્ર મારી કલ્પનાથી જ બધું લખ્યું છે એવો ભાવ ઉપસાવવા દ્વારા આ અભયશેખર વગેરે શાસ્ત્રાનુસારે કહેનારા નથી, બધું આડેધડ સ્વકલ્પનાથી લખનારા છે.. માટે એમનું સાહિત્ય વાંચવું જ નહી..એ બધા શાસ્ત્રનિરપેક્ષ છે.માટે વસ્તુતઃ સાચા સાધુ નથી..આવો બધો ભાવ સ્વશ્રદ્ધાળુઓમાં ઊભો કરવા માટે આ રીતનું લખાણ આ ચોપડીમાં ને જિનવાણી માસિકના લેખમાં હોવાની સંભાવના છૂપી રહી શકે ખરી ?
પૂ. (૨) – “ ગમે તે દિવસે બધા ભેગા થઈને એક દિવસે તે તે તિથિનિયત આરાધના કરવાનું ફરમાવાયું નથી.
ઉ. - જૂઠા આરોપ મૂકીને ખંડન કરવાની પધ્ધતિનો આ એક નમૂનો.. ગમે તે દિવસે આરાધના કરવાનું આખી ચોપડીમાં મેં ક્યાંય જણાવ્યું છે? કે આવી રીતે રજુઆત કરવી પડે ?.. પણ અમારા નિરૂપણનો પ્રામાણિક પરિહાર તો કોઇ રીતે શક્ય ન હોય ત્યારે જૂઠા આરોપ ચડાવી ને પછી એનું ખંડન કરીને બીજાઓને હલકા ચીતરવા.. વાંચકની નજરમાંથી બીજાઓને ઉતારી પાડવા આવી અપ્રશસ્ત મનોવૃત્તિ સિવાય બીજુ શું છે?
મેં પુસ્તિકામાં ગમે તે દિવસે આરાધના કરવાનું નથી જણાવ્યું. પણ, શ્રી સંઘ ભેગો થઈને જે ઠરાવે તે રીતે આરાધના કરવાનું જણાવ્યું છે. શ્રી સંઘમાં આઠેરવવાનો અધિકાર સંવિગ્નગીતાર્થ મહાત્માઓનો
[ ૧૭ ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org