________________
છે આ વાત કાંઈ છાની નથી.. અને સંવિગ્ન ગીતાર્થ મહાત્માઓ શાસ્ત્રવચનોનું-પૂર્વાચાર્યોનું માર્ગદર્શન વગેરે કશું જોયા વિના આડેધડ ઠરાવી દે એવી તો સ્વપ્નમાંય ક્યાં કલ્પના કરી શકાય એવું છે? પછી મેં આડેધડ- ગમે તે દિવસે આરાધના કરવાની વાત કરી છે. એવી વાત કેમ કરવી પડે? તેઓ પોતે જે કરી રહ્યા હોય એવી જ બધા માટે કલ્પના કર્યા કરતા હોય તો નવાઈ નથી.
પૂ. (૨) - તેઓ જૈન પંચાંગ બનાવીને તે પંચાંગ મુજબ આરાધના કરવાનું જણાવી રહ્યા છે...લેખક આચાર્ય શ્રીની લાચારી ભારે છે જૈન પંચાંગ બનાવતી વખતે સૂર્યોદયાદિ, સૂર્ય-ચંદ્રાદિની ગતિ, નક્ષત્રાદિક રાશિપ્રારંભ... ઈત્યાદિ ક્યાંથી પ્રાપ્ત કરવું તે જણાવતા નથી.
ઉ.-સ્વતંત્ર જૈન પંચાંગ બનાવવાની વાત મેં આખી પુસ્તિકામાં કયાંય લખી જ નથી.હજુ પણ તેઓને સ્પષ્ટ સૂચના છે કે મારી પુસ્તિકામાં આવી વાત ક્યા પાને ક્યાં છે? તે તેઓ જણાવે. પ્રભુ ! સહુ કોઈને સુબુધ્ધિ આપવાની કૃપા કરો.
પ્રશ્નઃ તમારી પુસ્તિકામાં પૃ.૧૩ પર ભારતના મોટા શહેરોથી તો ત્યાં-ત્યાંના સ્થાનિક પંચાંગ લગભગ પ્રકાશિત થાય જ છે. તો તેતે સ્થળનું પંચાંગ તે તે સ્થળના સંઘ માટે પ્રકાશિત કરવું અઘરું પણ નથી જ' આમ તમે જણાવ્યું નથી?
ઉત્તરઃ એ તો, જેમ સૂર્યોદય જુદો જુદો હોવાથી નવકારશી વગેરે પચ્ચકખાણનો કોઠો અલગ બનતો હોય છે એમ સૂર્યોદયને આશ્રયીને તે-તે ગામ માટે તે-તે દિવસે કઈ ઉદયાત્ તિથિ હોય એટલો કોઠો
[ ૧૪ ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org