________________
--
-
ટિપણે જ જન્મભૂમિ પંચાંગ કરતાં અલગ બનાવવાની સૂચના નવા પક્ષને છે. સ્વતંત્ર નવું કોઈ જૈન પંચાંગ બનાવવાની કંઈ એ વાત નથી.
પ્રશ્નઃ પૂ.આ.વિ.ચન્દ્રગુપ્તસૂરિજીએ આ ટીપણાંની અપેક્ષાએ જ લખ્યું હોય તો?
ઉત્તર : ના,એની અપેક્ષાએ લખ્યું નથી, કારણકે આમાં સૂર્યચન્દ્રાદિની ગતિ, નક્ષત્રાદિક રાશિપ્રારંભ વગેરે કશું જાણવાની જરૂર જ નથી અને સૂર્યોદય વગેરે જે કંઈ જાણવાની જરૂર છે તે તો સ્થાનિકપંચાંગ પરથી જાણી લેવાનું મેં જણાવ્યું જ છે. એટલે તેઓએ પોતાની પુસ્તિકામાં બીજા પૃષ્ઠ પર જે જૈન પંચાંગની વાત કરી છે તે સાવ સ્વતંત્ર જૈનપંચાંગ ની વાત છે, ને એવી વાત મેં મારી પુસ્તિકામાં ક્યાંય કરી જ નથી. માટે એમણે મેં જૈનપંચાંગ બનાવવાનું જણાવ્યું છે, વગેરે જે વાત કરી છે તે સત્યથી વેગળી છે એ સ્પષ્ટ છે. - પૂ. (૨) – આપણે તો આરાધનાથી કામ છે, ગમે તે દિવસે આરાધના કરાય.
ઉ. - આ કથન પણ સત્યથી વેગળું છે. મેં મારી પુસ્તિકામાં ગમે તે દિવસે આરાધના કરાય આવું ક્યા પાને લખ્યું છે? તે જણાવવા એમને ફરીથી સ્પષ્ટ સૂચના છે. શ્રમણપ્રધાન સંઘે (ગીતાર્થમહાત્માઓએ) ઠેરવેલા દિવસે આરાધના કરવાની વાતને ગમે તે દિવસે આરાધના કરવાની વાત રૂપે તો કોઈ અતિપરિણત હોય તે જ કહી શકે.
[ ૧૫ ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org