________________
હવેથી આગળ પૂ. (પૂર્વપક્ષ) કરીને જે લખ્યું હોય તે તેઓનું લખાણ જાણવું અને (ઉ.) તરીકે જે લખ્યું હોય તે મારો જરૂાબ જાણવો (૫)સાથે એમની પુસ્તિકાનો પૃષ્ઠાં પણ ડોસમાં હશે.)
ઉ. - કહેવા માત્રથી જ એ અસત્ય ઠરી જાય ? એમાં કોઇ શાસ્ત્રપાઠ આપવાની જરૂર ખરી કે નહીં?
પૂ. (૧) – પરમાત્માના પરમ તારક વચનનાં તાત્પર્યને બાધા ન પહોચે એવી રીતે આરાધના કરવી - એ જ વસ્તુત: ભાવસત્ય છે..
ઉ.-મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે પોતાના અનેક ગ્રન્થોમાં, સંપૂર્ણ શાસ્ત્રના ઉપસંહાર તરીકે તાત્પર્યભૂત જિનાજ્ઞા કહી છે કે- વિ વહુના !... વધારે કહેવાથી સર્યું જેમ જેમ રાગ-દ્વેષ શીઘ વિલીન થતા જાય એમ આરાધના કરવી એ શ્રી જિનેશ્વરભગવંતોની આજ્ઞા છે. બધા એક જ દિવસે આરાધના કરે તો તિથિભેદ જન્ય ઘણા સંકલેશો નાબુદ થઇ જાય એ કોને પ્રતીત નથી?આનો સૂચિતાર્થ એ પણ સ્પષ્ટ છે કે જે રીતે આરાધના કરવાથી ગામોગામ-સંઘ-સંઘમા, ઘર-ઘરમાં રાગ-દ્વેષના સંક્લેશ થાય એ રીતની અલગ ચોકાવાળી આરાધના પ્રભુની આજ્ઞાથી વિપરિત છે. એટલે જ તે તે પ્રસંગે પૂર્વાચાર્યોએ એક જ દિવસે આરાધના કરવાનું જ આપણને સ્વઆચરણ દ્વારા માર્ગદર્શન આપ્યું છે.
પૂ. (૧)- એક દિવસે બધા આરાધના કરે એવી કોઈવાત શાસ્ત્રમાં જણાવી નથી કે જેથી તેની વિચારણાથી ભાવસત્યની પ્રાપ્તિ થઈ શકે.
[ ૧૨ ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org