________________
માન્યતાવાળા આ મહાત્માઓને વંદન-ગોચરી વગેરેનો નિષેધ કર્યો. પોતાનો શ્રદ્ધાળુ વર્ગ શાસ્ત્રોના સાચા રહસ્યાર્થ પામી ન જાય એ માટે વ્યાકરણ વગેરે અમુક સાહિત્યનો નિષેધ... શું તમને એમ નથી લાગતું કે નવો પક્ષ પણ આ માર્ગે જઈ રહ્યો છે?
ઉત્તરઃ હું તો એમ ઈચ્છું છું કે શ્રી વિરપ્રભુથી આજ સુધી અખંડ સુધી ચાલી આવેલો મોક્ષમાર્ગ શ્રી સંઘ મુખ્યધારા પાસે છે. એમાંથી કોઈ અલગ ન પડે ને કોઈ પોતાના આત્મકલ્યાણના માર્ગથી ભ્રષ્ટ ન થાય.
પ્રશ્નઃપૂ.આ.વિ.ચન્દ્રગુપ્તસૂરિજીએ “સત્યવિનાની સમાધાનની વાતો' પુસ્તિકા બહાર પાડી છે, એ અંગે તમારે શું કહેવું છે?
ઉત્તર ઃ શ્રી જૈનશાસનની અને શાસ્ત્રવચનોની મર્યાદાનુસાર રજૂ કરવામાં આવેલા રહસ્યોનું કોઈપણ રીતે ખંડન કરવાનો પ્રયાસ કોઈ કરે તો એ પ્રયાસ કેવો હોય એનો ચિતાર જિનવાણીના ઉપરના અધિકારની જેમ આ પુસ્તિકાથી પણ મળી રહે છે. મેં જે કહ્યું ન હોય એ મારા નામે ચઢાવીને એનું ખંડન કરવું,મે જે કહ્યું હોય (જે શાસ્ત્રપાઠ-સંદર્ભો આપ્યા હોય, એને જોયા હોવા છતાં જાણે કે મેં વગર સંદર્ભે જ બધા કલ્પનાના ઘોડા દોડાવ્યા હોય એવી રજુઆત કરવી અને એના દ્વારા અમે શાસ્ત્રવચનથી વિરુધ્ધ જણાવી રહ્યા હોવાનો આરોપ, ડગલે ને પગલે મૃષાવાદ... આવું બધું એમાં છે કે નહીં?એ વિચારવા જેવું છે. જેમકે મેં એક જ દિવસે બધા આરાધના કરે તેમાં ભાવસત્ય હોવાનું જે કહ્યું છે, તે અંગે તેઓ લખે છે કે તે દ્રવ્યસત્ય નથી, ભાવસત્ય નથી, તેથી તે અસત્ય છે..
( ૧૧ ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org