________________
નો ભંગનો દોષ લાગે કે નહીં?
સંઘની વિનંતી વગર સાધુ મોકલી ને આપશ્રીએ શ્રી પ્રેમસુરિ દાદાની પાવન ભુમી માં સંઘભેદ કરાવવાનું મોટું કલંક આપના નામે વહોરી રહ્યા છો. અને શાસ્ત્રજ્ઞાનો ભંગ કરી રહ્યા છો.
આ સિવાય પણ ઘણી બાબતો છે હાલ જણાવતા નથી. આ બધી બાબતોથી વ્યથિત થઈને અમારા શ્રી સંઘે મિટીંગ માં નીચે મુજબ નાં ઠરાવ કરેલ છે.
અમારા શ્રી સંઘના ઠરાવ મુજબ...
“ જે પિંડવાડા ગામમાં સંઘ ની વિનંતી વગર સાધુ ભગવંત ચૌમાસામાં પધારશે તો અમારા સંઘ તરફથી કોઈ માન સન્માન આપવામાં આવશે નહી. તેમજ કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓના સમુહ થી અવિવેક કે આશાતના થશે તથા અમારા સંઘ ની એકતા માં ભંગાણ પડશે તથા અમારા ગામમાં અશાન્તિ થશે તેની સંપૂર્ણ જવાબદારી સાધુ ભગવંતો ને ચૌમાસા માટે મોકલનારા શ્રી ગચ્છાધિપતિશ્રી ની ગણાશે”
સંઘની આ મિટીંગમાં ૧૪૪ સભ્યો હાજર હતા કોઈ પણ સભ્ય એક શબ્દ બોલ્યા વગર સર્વાનુમતે ઠરાવ પસાર થયો છે.
પત્ર લખવામાં અવિનયાદિ થયો હોય તો મિચ્છામી દુક્કડમ્.
લી. શ્રી પિંડવાડા જૈન સંઘ વતી
સંઘપ્રમુખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org