Book Title: Tithi Ange Satya ane Samadhan Part 2
Author(s): Abhayshekharsuri
Publisher: Kantilal Chhaganlal Shah Mumbai

Previous | Next

Page 39
________________ - આ તે કેવો ન્યાય ? વિ.સં. ૧૯૯૨ સુધી પુનમ-અમાસની ક્ષય-વૃધ્ધિએ તેરસની ક્ષય-વૃધ્ધિ કરી... પછી વિ.સં. ૨૦૨૦ સુધી પુનમ-અમાસની જ ક્ષય-વૃધ્ધિ કરી. પછી વિ.સં. ૨૦૪૭ સુધી પાછી તેરસની ક્ષય-વૃધ્ધિ કરી.. * પછી પાછી પુનમ-અમાસની ક્ષય-વૃધ્ધિ ચાલુ કરી... આમાં, વિ.સં. ૧૯૯૨ સુધી અને વચમાં ૨૦૨૦થી ૨૦૪૭ સુધી પુનમ-અમાસની ક્ષય-વૃધ્ધિએ તેરસની ક્ષય-વૃધ્ધિ જે કરી એનું નવા પક્ષે પ્રાયશ્ચિત્ત કોઇએ કર્યું નથી, કોઇની પાસે કરાવ્યું નથી.. એનો સૂચિતાર્થ સ્પષ્ટ છે કે "આ રીતે તેરસની ક્ષય-વૃધ્ધિ કરવામાં આજ્ઞા ભંગ-અનવસ્થા... વગેરે દોષો લાગે છે" એવું તેઓ માનતા નથી.. - તો પછી શ્રીતપાગચ્છ સંઘ તેરસની ક્ષય-વૃધ્ધિ કરતો હોય એટલા માત્રથી એને આજ્ઞાભંગ વગેરે દોષો શી રીતે લાગી જાય? અમે કરીએ તો અમને દોષ ન લાગે અને શ્રી સંઘ તેરસની ક્ષય-વૃધ્ધિ કરે તો શ્રી સંઘને દોષ લાગે ..આ તે કેવો ન્યાય ? સંઘ અવજ્ઞા - પોતાની ક્રિયાને વખાણવી અને સકલ સંઘના વ્યવહારને દોષિત કરવો એનાથી પણ અધિક સંઘની અવજ્ઞા બીજી કઈ હોઈ શકે ? અર્થાત્ આનાથી અધિક બીજી કોઈ સંઘની અવજ્ઞા નથી. /૧૩૨/ શાસ્ત્ર-ચૈત્યવંદન મહાભાષ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 37 38 39 40