Book Title: Tithi Ange Satya ane Samadhan Part 2 Author(s): Abhayshekharsuri Publisher: Kantilal Chhaganlal Shah MumbaiPage 34
________________ કરનારા અને શ્રી સંઘને નુકશાન પહોંચાડનારા આવા લખાણના બદલે, તમારી પાસે કલમ છે અને કોલમ છે તો વિશ્વને શ્રી જૈનશાસન પ્રત્યે, સંઘપ્રત્યે,જિનશાસનના અનુષ્ઠાનો પ્રત્યે આદર બહુમાન જાગે એવા સ્વકક્ષાનુસાર લખાણ તમારે કરવા જોઇએ.- અસ્તુ. આટલું લખાણ તૈયાર કર્યું, ત્યાં લે. કિરણ બી.શાહની "તટસ્થ સમીક્ષા" નામની પુસ્તિકા હાથમાં આવી. શ્રીસંજય વોરા અંગેની જેવી જ આનંદ-આઘાતની લાગણી થઇ. એમણે પણ હરણિયા-શિકારીનું દૃષ્ટાંત મેં તિથિના સંદર્ભમાં આપ્યું હોવાનો આરોપ કરીને પૃ.૨ ઉપર જે કાંઇ લખ્યું છે તેનો જવાબ પૂર્વે આવી ગયો છે. લેખકે પૃ.૪ ઉપ૨ સ્વ.પૂ.દાનસૂ.મ.સા.ના પ્રશ્નોત્તર આપ્યા છે પણ તે પૂજ્યશ્રીનું જો૨, કોઇપણ એક વ્યક્તિને ફેરફારકરવાનો અધિકારનથી "... વગેરે જેના પર હતું, તેને કિરણભાઇ કેમ જણાવતા નથી ?(વિવિધ પ્રશ્નોત્તરનું લખાણ પૂર્વે પૃ. ૧૯ ઉ૫૨ આપેલું છે.) વળી તેઓશ્રી એ ક્યારેય સંઘથી અલગ પડીને આરાધના કરી નહોતી એ પણ જણાવે છે કે તેઓશ્રી સૌથી વધારે મહત્વ-આખા સંધની આરાધના એક દિવસે થાય-એને જ આપતા હતા. સ્વ.પૂ.આ. શ્રીપ્રેમ સૂ.મ.સાહેબ સંઘથી અલગ જે આરાધના કરી એનું મિચ્છામિ દુક્કડં આપ્યું છે, અને સંઘની સાથે એક જ દિવસે આરાધનાને જ સૌથી વધારે મહત્વની માનતા હતા. એનું સ્પષ્ટ સૂચન છે. દિવ્યદર્શન તા.૨-૬-૧૯૬૨ના અંકમાંથી સ્વ. પૂ.પ્રેમસૂરીશ્વરજી મ.સા.ના નિવેદનની જે અધૂરી પંક્તિ રજુ કરી છે તેની જોડેની જ પંક્તિ આ પ્રમાણે છે. પરંતુ સકળ સંઘના ઐક્યની આવશ્યકતા સહુ 11 Jain Education International - [ ૩૦ ] For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40