Book Title: Tithi Ange Satya ane Samadhan Part 2
Author(s): Abhayshekharsuri
Publisher: Kantilal Chhaganlal Shah Mumbai

Previous | Next

Page 33
________________ અને સિધ્ધાંતને ચુસ્તપણે વળગી રહે તો તેને સિદ્ધાંતમાં બાંધ છોડ કરવાની સલાહ ત્યારે જ અપાય કે જયારે પ્રતિપક્ષ મિથ્યામતિ હોય અથવા તો શાસ્ત્રો પ્રત્યે આદર ધરાવતો ન હોય” આ અંગે જણાવવાનું કે બૌદ્ધ વગેરે દર્શનવાળા મિથ્યામતિ છે આપણા શાસ્ત્રો પ્રત્યે આદર ધરાવતા નથી, એ તો સ્પષ્ટ છે જ. એની સામે શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ મહારાજથી લઈને મહોપાધ્યાય શ્રી યશોવિજય મ.વગેરે ગીતાર્થ શાસ્ત્રકારો, જૈનશાસ્ત્ર અને અનેકાન્તવાદસ્યાદ્વાદના સિદ્ધાંતને ચુસ્તપણે વળગી રહ્યા હતા.શું એમને આ સિદ્ધાંતમાં બાંધ છોડ કરવાની સલાહ અપાય? આ મહાત્માઓએ મિથ્યામતિઓ સામે સિદ્ધાંતમાં કોઈ બાંધછોડ જે ન કરી એ લેખકના (સં.વો.ના) મતે બહુ મોટી-ગંભીર ભૂલ હતી ધન્ય છે આ લેખકના નિરૂપણને! ખરેખર તો આત્મહિતેચ્છુએ આવા ગેરસમજ ભરેલા લખાણોને અડવું ન જોઈએ. શાસ્ત્રોને શિરોધાર્ય કરનારા અત્યંત આરાધક ગુણરત્નોની ખાણ સમા શ્રી તપાગચ્છ સંઘની સાથે સમાધાન કરવા માટે બાંધછોડ ન થઈ શકે, પણ શાસ્ત્ર-સિદ્ધાન્તના વિરોધી એવા મિથ્થામતિઓની સાથે બાંધછોડ થઈ શકે એવું આ લેખક કહેવા માગે છે કે શું? શું હવે બે તિથિ(નવો) પક્ષ આ સવાલ મુજબ સિદ્ધાન્તમાં બાંધછોડ કરીને મિથ્યામતિઓ સાથે ભળી જશે? એમ, શિખરજી, ગિરનારજી વગેરે તીર્થોમાં વર્ષોથી વિવાદ ઊભો કરનારા મિથ્યામતિ છે, માટે એમની સાથે ભળી જશે? ખરેખર તો લેખક શ્રી સંજયવોરાને કરુણાસભર દિલે પ્રેરણા છે કે શ્રી જૈનસંઘ તમારા નામ અને કામથી પરિચિત છે. આત્માને ભારે [ ૨૯ ]. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40