Book Title: Tithi Ange Satya ane Samadhan Part 2 Author(s): Abhayshekharsuri Publisher: Kantilal Chhaganlal Shah MumbaiPage 31
________________ એ ઉત્સર્ગ છે. પણ એવું વિશેષકારણ ઊભુ થાય તો અપવાદપદે એ ગૌણ બને જ છે. બ્રહ્મચર્ય સિવાયના દરેક ઉત્સર્ગના અપવાદ પ્રભુવીરથી લઈને આજ સુધીના પૂર્વાચાર્યોએ કહ્યા જ છે. એટલે ઉદયાત્ તિથિ અપવાદપદે અધ્ય બની જવાની – ગૌણ થઈ જવાની વાત મેં નવી શરૂ કરી છે એ આરોપ પણ ગલત છે. અપવાદને ખોટો ઠેરવવો હોય તો જે કારણે અપવાદની વાત કરવામાં આવી હોય એ કારણને ખોટું ઠેરવવું જોઇએ. પણ ખંડનની ધૂનવાળો પ્રતિપક્ષ અપ્રામાણિક રીતરસમો અજમાવે તો એ સૂચિત કરે છે કે મેં અપવાદ માટેનાં જે કારણો સૂચવ્યા છે એ ખોટા નથી. ને તેથી અપવાદ પણ ખોટો નથી જ, એટલે જ એમાં દોષ દર્શાવવો શક્ય ન હોવાથી ખોટી રજુઆતો કરવી પડે છે. ખરી રીતે અગીતાર્થે આ બાબતમાં માથું મારવું ઠીક નથી, અને જો લેખક જુદા અને નામ જુદું એવું હોય તો કંઈ કહેવા જેવું રહેતું નથી. પૃ.૭ તિથિની બાબતમાં શિકારીનું ઉદારણ કેટલું ઉચિત?આવા હેડિંગ હેઠળનું લખાણ.. આ અંગે પણ લેખકને જાહેર સૂચના છે કે મેં તિથિનાં સંદર્ભમાં આ ઉદાહરણ કયાં આપ્યું છે? તે તેઓ જાહેર કરે. જે મેં લખ્યું જ નથી એવી વાત મારા નામે ચઢાવી એમાં દૂષણો દર્શાવવા આ ક્યા પ્રકારની મનોવૃતિ છે? મેં,જયારે બેમાંથી એક જ સત્ય જાળવી શકાય એવી પરિસ્થિતિ હોય ત્યારે દ્રવ્યસત્યના ભોગે પણ ભાવસત્ય જાળવવું આવો સિદ્ધાંત તારવવા જ આ ઉદાહરણ ટાંક્યુ છે, ને પછી તિથિ અંગે તો આ તારવેલા સિદ્ધાંતને લાગુ કર્યો છે નહીં કે ઉદાહરણને, પર્વતિથિની બાબતમાં આ ઉદાહરણ લાગું ન [ ૨૭ ]. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40