Book Title: Tithi Ange Satya ane Samadhan Part 2
Author(s): Abhayshekharsuri
Publisher: Kantilal Chhaganlal Shah Mumbai

Previous | Next

Page 32
________________ કરી શકાય એનો અર્થ લેખક જો એવો કરતા હોય કે “આ ઉદાહરણ દ્વારા તારવેલો સિદ્ધાંત લાગુ ન કરી શકાય તો તો લેખકને જ ઘણા વાંધા આવશે. પહેલાં તો એમની પુસ્તિકાનું નામ જ ખોટું ઠરી જશે, કારણ કે પર્વતિથિ અંગે તો ભાવ સત્યની રક્ષા કરવાનો સિદ્ધાંત લાગુ પાડી શકાતો ન હોવાથી એમને દ્રવ્યસત્યની જ રક્ષા કરવાની ફરજ બની રહે છે. તેમજ પૃ.૨૬ વગેરે પર.. દ્રવ્યસત્ય કરતાં પણ મહાન ભાવસત્ય છે, માટે તેનો સ્વીકાર કરવો જોઈએ. વગેરે જે લખ્યું છે તે પણ સાચું સિદ્ધ નહીં થાય. પૃ.૪૨.. “એક વર્ષમાટે નહીં પણ પર્યુષણના આઠ દિવસ પૂરતું આ પ્રકારનું પંચાંગ અપનાવવું જોઈએ તો તેમાં પણ મુશ્કેલી છે. (વગેરે)” અહી પણ લેખકને સૂચના છે કે આઠ દિવસ માટે પંચાંગ બદલવાનું મેં ક્યાં જણાવ્યું છે? તે તેઓ જાહેર કરે. મેં જયારે એક વર્ષ માટે પંચાંગ બદલવાની વાત સ્પષ્ટ લખી છે ત્યારે આવી રજુઆત કરવા પાછળ લેખકનો કેવા પ્રકારનો આશય હશે એ વિચારી લેવાનું શ્રી સંઘ પર છોડું છું. આવી બધી ગેરરજુઆતો ઢગલાબંધ છે. પણ સહેલાઇથી સમજાઈ જાય એવી આ ત્રણ-ચાર વાતો રજુ કરી છે, એના પરથી પુસ્તિકાના લેખકનું વલણ મધ્યસ્થ વાંચકોને જરૂર ખ્યાલમાં આવી જશે, એમ માનીને વધારે જણાવતો નથી. ખરેખર તો, આવી બધી બાબતોમાં, ગીતાર્થતા વગર લખવુંબોલવું વ્યાજબી નથી. નહીતર જુઓ કેવી વિપરીત વાતોનું નિરૂપણ થાય એનું એક જ ઉદાહરણ આપું –પૃ-૩૨ “જો કોઈ વ્યક્તિ શાસ્ત્ર [ ૨૮ ]. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40