Book Title: Tithi Ange Satya ane Samadhan Part 2 Author(s): Abhayshekharsuri Publisher: Kantilal Chhaganlal Shah MumbaiPage 27
________________ હવે તમે શાસ્ત્રકારોને શું આ પ્રશ્ન પૂછશો કે આગલા દિવસે આરાધના કરવામાં વાંધો નહીં, ને મુહૂર્ત કરવામાં વાંધો આવું તમે જણાવી રહ્યા છો એનાથી તો સૂચિત થાય છે કે આરાધના ગૌણ છે મુહૂર્ત મહત્ત્વનું છે વગેરે. ભાગ્યશાલિન્ ! શાસ્ત્રકારો આપણા કરતાં ખૂબ ખૂબ વધારે જ્ઞાની હતાં એવો નમ્ર પણે સ્વીકાર કરવામાં જ આત્મકલ્યાણ છે. બાકી તો આવો પ્રશ્ન ઊઠાવનાર નવા પક્ષને પણ પ્રશ્ન આવવાનો જ છે. તેઓ પણ તે તે તિથિનિયત આરાધના જ, તે તિથિનો ક્ષય હોય તો આગલા દિવસે કરે છે. તે તે તિથિ નિયત મુહૂર્ત કાંઈ આગલા દિવસે સાધી લેતાં નથી. જેમકે જો પાંચમનો ક્ષય હોય તો પાંચમની આરાધના ચોથે કરી લે છે, પણ જેનું મુહૂર્ત ચોથમાં નિષિદ્ધ હોય,ને પાંચમના વિહિત હોય, એવું અનુષ્ઠાન કાંઈ ચોથે કરી લેતાં નથી. જામનગર-કલકત્તા વગેરે સ્થળોએ રહેલા તેમના અનુયાયીઓ પણ માત્ર આરાધના માટે જ મુંબઈના જન્મભૂમિ પંચાંગને પ્રમાણ કરે છે, મુહૂર્ત માટે તો ત્યાં ત્યાંના સ્થાનિક પંચાગનો જ આધાર લે છે. આશય એ છે કે-ધારોકે રવિ અને સોમવારે મુંબઈમાં સૂર્યોદય સવારે ૬-૦૦ વાગે છે ને કલકત્તામાં પ-૦૦ વાગે છે. મુંબઈમાં જન્મભૂમિ પંચાંગમાં રવિવારે સવારે ૬-૧૦ સુધી ચોથ છે. તેથી રવિવારે ઉદયાત્ત ચોથ છે.) અને સોમવારે સવારે ૫-૫૦થી છઠબેસી જાય છે. (એટલે સોમવારે ઉદયાત્ છઠ છે.) અર્થાત્ જન્મભૂમિમાં [ ૨૩ ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40