Book Title: Tithi Ange Satya ane Samadhan Part 2 Author(s): Abhayshekharsuri Publisher: Kantilal Chhaganlal Shah MumbaiPage 11
________________ પ્રશ્ન : તો પછી શું આ જિનવાણીના પવિત્ર નામ હેઠળ જિનવાણી પિરસાઈ રહી નથી ? એ તૃપ્તિના લખાણમાં આગળ પરન્તુ શ્રમણસંધના ફક્ત અમુક જ વર્તુળમાંથી તિથિ વિષે આવા છૂટાછવાયા લખાનો પ્રચાર થઈ રહ્યો છે. આવું જે લખ્યું છે તે જિનવાણી ના નામે અસત્ય પ્રચાર નથી? કેમકે, “તિથિ એક સમયા” આ નામની એમના પૂ. વિજય ચન્દ્રગુપ્તસૂરિજીની લખેલી એક પુસ્તિકા તો વિ.સં. ૨૦૬૧, કારતક વદ ૫, ગુરુવારના રોજ પ્રકાશિત થયેલી જ હતી. શું આ આચાર્યને તેઓ પોતાના વર્તુળમાં માનતા નથી? ઉત્તર : આ પ્રશ્ન તમારે એ પક્ષને જ પૂછવો જોઈએ. હું શું જવાબ આપી શકું ? પ્રશ્નઃ વળી, “લોક સાથે કે સંઘના બહુમતિવર્ગ સાથેનો સંબંઘ જાળવી રાખવા માટે મહાઉપકારી શાસ્ત્રકારોના વચનોનું ઉલ્લઘંન કરવાથી ‘દ્રવ્યસત્યના ભોગે “ભાવસત્ય જળવાય છે એ એવા લેખક આચાર્યશ્રીના (તમારા) મંતવ્યને વ્યાજબી ઠરાવે એવો કોઈ શાસ્ત્રાધાર હોય તો તે આચાર્યશ્રીએ રજૂ કરવો જોઈએ.” વગેરે એ તૃપ્તિ વિભાગમાં જે લખાણ છે એનાથી અમને વાંચકોને એવું પ્રતીત થાય છે કે તમે આવો કોઈપણ શાસ્ત્રાધાર રજુ કર્યો નથી, તો શું આ પ્રતીતિ સાચી છે? ઉત્તર: શાસ્ત્રકારોના કયા વચનોનું કઈ રીતે ઉલ્લંઘન થાય છે? એ કાંઈ સ્પષ્ટીકરણ એમાં આપ્યું છે? [ ૭ ] Jain Education International For Private & Personal Use Only. www.jainelibrary.orgPage Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40