Book Title: Tithi Ange Satya ane Samadhan Part 2
Author(s): Abhayshekharsuri
Publisher: Kantilal Chhaganlal Shah Mumbai

Previous | Next

Page 14
________________ પ્રશ્ન ઃ કેમ આવો પ્રશ્ન કરવાનો ? આમાંના તો એક પણ તુલ્ય માનતા નથી. સંઘના એક વિશાળ ભાગ રૂપ માને છે. ‘સૌ પોતપોતાની માન્યતા મુજબ શાંતિથી આરાધના કરે, આવું વલણ હાલ શ્રીસંઘના મોટાભાગના આચાર્ય ભગવંતો આદિમાં તથા બન્ને વર્ગના આગેવાન શ્રાવક ગણમાં પ્રવર્તે છે. ’આવું એમણે જે જણાવ્યું છે એના પરથી આ સ્પષ્ટ થાય જ છે ને ! ઉત્તર ઃ બરાબર. .તો, લોક વગેરેથી નોખા પડવાની વાતો અહીં રજુ કરવા પાછળ કઇ મનોવૃતિ છે ? એ વિચારણીય નથી ? એમણે જણાવેલ વાતોમાં લોક, જમાલી વગેરે કે દિગંબર સ્થાનક્વાસી વગેરે તો એક-અનેક શાસ્ત્રવચનોને માનનારા જ નહોતા. જ્યારે પ્રસ્તુતમાં તો સંઘ શાસ્ત્રવચનોને સ્વીકારે જ છે. કોઇ જ ‘આ શાસ્રવચન ખોટું છે. અમને માન્ય નથી' એમ કહેનાર નથી. તેથી શાસ્ત્રવચનોનો જ અપલાપ કરનારથી અલગ પડવાની વાતના દૃષ્ટાન્ત શા કામના ? ‘બધાં જ શાસ્ત્રવચનોને સ્વીકારનાર શ્રી સંઘથી અલગ પડીને અલગ દિવસે આરાધના કરવા છતાં ભાવસત્ય ગુમાવાતુ નથી.' આવું પૂર્વાચાર્યનું કોઇપણ દૃષ્ટાન્ત – સંદર્ભ જણાવવાની જાહેર ચેલેન્જ હજુ પણ એ પક્ષને છે જ ! પ્રશ્નઃ મુખ્ય સંઘમાંથી કાળે કાળે જે પંથ અલગ પડ્યાં તે બધામાં નીચે મુજબની ઘણી સામ્યતા હતી. પહેલા એક વ્યક્તિએ આખા સંઘ કરતાં અલગ જ નિરૂપણ કર્યું. અન્ય બધા ગીતાર્થોને ખોટા કહ્યા, ને પછી તે દિવસે સંઘમાં ભેદ પાડીને પોતાનો વર્ગ ઊભો કર્યો. પોતાની માન્યતાને પ્રતિકૂળ એવા શાસ્ત્રવચનો સાથે ચેડા કર્યા. પોતાનાથી જુદી Jain Education International [ ૧૦ ] For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40