Book Title: Tithi Ange Satya ane Samadhan Part 2 Author(s): Abhayshekharsuri Publisher: Kantilal Chhaganlal Shah Mumbai View full book textPage 9
________________ આચાર્ય ભગવંત કે સાધુ ભગવંતો નું ચાતુર્માસ નક્કી થતાં તેમનું ક્ષેત્રીય અવગ્રહ નક્કી થઈ જતો હોય છે. તે અવગ્રહમાં તે આચાર્ય ભગવંત કે સાધુ ભગવંતની રજા વિના બીજા કોઈ મહાત્મા તેમાં પ્રવેશી શકે નહી તેવું શાસ્ત્રીય ફરમાન છે. સંઘ ભેદ કરાવવા માટે આપનાં ભક્તો તરફથી તદન જુઠ્ઠાણા થી ભરેલી નનામી પત્રિકાઓ કાઢવી, બજારોમાં ઉભા રહી સહીઓ કરાવવી, શ્રી જૈન સંઘ પિડવાડા નાં નામે અસત્ય ફર ફરીયાઓ બહાર પાડવા તે માટે છેલ્લામાં છેલ્લી કક્ષાનાં જુઠ,માયા,પ્રપંચો કરવા વિગેરે જે પ્રવૃત્તિઓ થઇ છે. એના થી અમારા શ્રી સંઘમાં ઘણો આઘાત લાગ્યો છે. શ્રી સંઘની સાધારણ સભા તા-૬-૫-૨૦૦૫ માં આ જુઠાણી પત્રિકાઓના જવાબ માંગતા તમારા સમુદાયનાં અનુયાયીઓ એક અક્ષરનો જવાબ કે ખુલાસો આપી શક્યા નથી. સંઘભેદ કરાવવાની કેટલી હીનતા ભરી આ પ્રવૃતિ ??? આચાર્ય વિજય કીર્તિયશસૂરિશ્વરજી મ.સા.ની નિશ્રામાં પિંડવાડામાં શ્રી પ્રેમ સુરિ દાદાની તિથિની ઉજવણી નો ત્રિદિવસીય મહોત્સવ થશે” આ વિષય ને લગતા મોટા પોસ્ટરો સંઘના નામે છપાયા. મુંબઈમાં વહેંચાયા.. પણ આ બાબતની પિડવાડા જૈન સંઘને કે સ્ટિગણને કોઈ જ જાણ ન હતી, શ્રી સંઘે આચાર્ય મ.સા.ને વિનંતી પણ કરી નથી કે સંઘે મહોત્સવ કરવાની કોઈ વ્યક્તિને રજા પણ આપી નથી છતાં સંઘ ને અંધારામાં રાખી સંઘના નામે પત્રિકાઓ બહાર પાડવી એ કેટલો મોટો સંઘદ્રોહ કહેવાય ? સાધુઓ ને કે અનુયાયી વર્ગ ને સંઘના નિતિ નિયમો બંઘનકર્તા ખરા કે નહી? સંઘ ની આજ્ઞાનો ભંગ કરનાર ને તીર્થકર ની આજ્ઞા [ પ ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40