________________
કરવા માટે મારી પુસ્તિકા અંગે વિચારવિમર્શ કરી શકે એવા કોઈ શાસ્ત્રોના જાણકાર ગીતાર્થ મહાત્મા જિનવાણી માસિકના માધ્યમે જાહેરમાં આવવા તૈયાર નથી. બીજી બાજુ જેમને શાસ્ત્રોનું કોઇ વિશેષ અધ્યયન વગેરે કર્યું નથી એવા સંપાદકને અધિકાર વગર જ સ્વપક્ષના બચાવ ખાતર સમજણ વગરનું લખાણ કરવું પડ્યું. (૨) શાસ્ત્રોની અજાણ વ્યક્તિએ કરેલા લખાણની શ્રી જૈન શાસનમાં પ્રમાણતા મનાતી ન હોવાથી એની કશી કિંમત નથી.
ખરેખર, જો એના લેખક કોઈ સંવિગ્ન ગીતાર્થમહાત્મા હોય તો એમણે પોતાનું નામ છૂપાવવું ન પડ્યું હોત. જો પોતાનું નામ છૂપાવવામાં એમને કશોક ડર લાગે છે તો એમનું મન સશલ્ય છે. પુરુષ વિશ્વાસે વચન વિશ્વાસ. અહીં પુરુષ જ અજ્ઞાત છે, માટે એ વચનો પણ વિશ્વસનીય નથી..” આવું બધું સાબિત થાય છે કે નહીં એ તમે વિચારી જોશો.
પ્રશ્ન : એના લેખક કોઇક ગીતાર્થ મહાત્મા જ છે, એમ કદાચ માની લઈએ તો તમારું શું કહેવું છે?
ઉત્તર ઃ મારી પુસ્તિકાના ૧૯ માં પૃષ્ઠ પર આ પ્રમાણે લખાણ છે – “હવે બે તિથિ પક્ષને બધાએ આ પ્રશ્ન ભારપૂર્વક પૂછવ ભલામણ છે કે બીજાઓ કરતાં આરાધના ભલે અલગ દિવસે કરવું પડે, પણ ઉદયાત્ તિથિને પકડી રાખવી... ઉદયાત્ તિથિને પકડ રાખવામાં જ કલ્યાણ છે... આવી સૂચના જેના પરથી મળે એવું સૂચક વાતો તમે કેટલી દર્શાવશો? (એક પણ વાત તેઓ દર્શાવી
[ રે ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org