Book Title: Tirth Varnan Bhaktimala Author(s): Shravak Bhimsinh Manek Publisher: Shravak Bhimsinh Manek View full book textPage 4
________________ ઊપઘાત તિર્થયાત્રા વર્ણનના પુસ્તક ઘણાએ બહાર પડયા હશે અને પડશે, પરંતુ આ પુસ્તકની અંદર વધારામાં ફકત એટલું જ છે કે અનુભવેલી અડચણે અને જાત્રાળુઓની સુગમતા દર્શાવેલી છે. વળી આ પુસ્તકની અંદર બે ભાગે પાડવામાં આવ્યા છે. પ્રથમ ભાગની અંદર ભુમિકા (કણ કોણ ગૃહસ્થ કઈ તારીખે જાત્રાર્થે નીકળેલા તે ), તીર્થોનું વર્ણન, પંચતીર્થની નગરીઓ, રેલ્વેના ભાડાઓ અને ગાડાના તથા પગરસ્તાના માઈલો, તથા મેટા તીર્થોને સરનામા વગેરે બાબતે જણાવેલી છે. બીજા ભાગની અંદર એક મનુષ્ય સાધારણ ધાર્મિક નિત્યકર્મ કરી શકે એવી બાબતે આપી છે. જેની અંદર દર્શન ભાવના, પૂજા પ્રકરણ, સામાયક લેવાની તથા પારવાની વિધિ, ચૈત્યવંદને, સ્તવન, આરતી, વિગેરે બાબતોને સમાવેશ કરવામાં આવ્યો છે. આ લઘુ પુસ્તક બહાર પાડવાથી દરેક જેન બધુઓ અડચણ શિવાય સુગમતાથી તિર્થોની મુસાફરી કરી આત્માને કૃતાર્થ કરે એજ આશા. ભુમિકામાં દર્શાવેલા ગૃહસ્થોની અંદર દરેક રીતને રંગ સમાયેલ હતો, એટલે સંઘની અંદર કોઈ જુદે જ આનંદ ફેલાય રહે. વાળી શા ફકીરચંદ લાલચંદ તરફથી સંઘને હીસાબ તથા લેવડ દેવડનું કામ સચવાતું હતું. જ્યારે શા. હીરાચંદ ઘુલચંદ તરફથી રેલવેની અંદર સવડતા કરવાનું તેમ ટીકીટો ખરીદવાનું કામ સચવાતુ હતું. ખરેખર સંઘની સેવા બજાવવાનું કામ એનેજ ઘટે છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 134