Book Title: Tattvarthadhigam Sutra Part 01
Author(s): Udayprabhvijay
Publisher: Vijay Kesharchandrasuri Foundation Girivihar Turst

Previous | Next

Page 13
________________ પ્રફુલ્લચંદ્ર રોય (PC.ROY) વગેરે ભારતના પ્રાચીન રસાયણશાસ્ત્રવિદોને મન પણ આ તત્ત્વાર્થસૂત્રનું ખાસ કરીને તેના પાંચમાં અધ્યાયમાં આવતા અણુવિષયકનું વર્ણન ઘણું મહત્ત્વનું ભાષ્ય છે. હિન્દુ કેમેસ્ટ્રીનો ઈતિહાસ વગેરે ગ્રન્થોમાં તથા ‘coSMOLOGY OLD & NEW વગેરે પુસ્તકોમાં તે જોઈ શકાય છે. શ્રી સિદ્ધસેનગણી મહારાજની ટીકા પણ વિશાળ અને ભવ્ય છે. સૂત્ર-ભાષ્યનું સ્પષ્ટીકરણ કરવાની તેમની પ્રતિભા પણ વન્દનીય છે. પહેલા સૂત્રનાં વિવેચનમાં જ કેવો મઝાનો પ્રશ્ન ઉઠાવીને એનું કેવું સુંદર સમાધાન કર્યું છે ! - “પ્રધાન પુરુષાર્થ તો મોક્ષ છે- તો એનું સૌ પ્રથમ ભારપૂર્વક નિરૂપણ કરવાને બદલે તેનાં હેતુઓનું પ્રદર્શન કેમ કરવા માંડયું?” દિગમ્બરોએ જે આનું અધકચરું “મોક્ષશાસ્ત્ર' આવું નામકરણ કરી દીધું છે - એનું પ્રતિબિમ્બ જ જાણે આ પ્રશ્નમાં મલાઈ ગયું છે. વ્યાખ્યાકારે એટલો સરસ જવાબ આપ્યો છે કે વાંચનાર પોતાની જાતને ગમે તેવો પંડિતમન્ય માનતો હોય એની પણ આંખ ઉઘડી જાય. “જેના અસ્તિત્વ વિશે કોઈ વાદીઓને ખાસ વિવાદ જ નથી એના વિશે શરૂઆતમાં કેટલું લખવાનું હોય? બુદ્ધિમાન લોકો તો સ્પષ્ટપણે સમજતા હોય છે કે કાર્યસિદ્ધિ કારણાધીન હોવાથી રત્નત્રયરૂપ કારણોનું નિરૂપણને વધારે મહત્ત્વ અપાય છે, તે ઉચિત છે – શાસ્ત્રાનુસારી છે.” દિગમ્બરોને પણ સ્વીકારવી પડે એવું આ સમાધાન છે. મુક્તિના માર્ગની યથાર્થ સત્યગર્ભિત ભગવદાશાનુસારી વિશિષ્ટ પીછાન કરવા માટે પલ્લવગ્રાહી નહીં બનતા ખરેખર બહુશ્રુત બનવું જોઈએ અને બહુશ્રુત બનવા માટે ગુરુચરણોમાં વિનયપૂર્વક બેસીને આ તત્ત્વાર્થસૂત્રનું અધ્યયન અવશ્ય કરવું જોઈએ. પૂજયપાદ ગુરૂદેવ સ્વ.આ.શ્રી ભુવનભાનુસૂરિ મહારાજની એક પ્રશસ્ત ભાવના હતી કે તત્ત્વાર્થસૂત્ર ઉપરની શ્વેતામ્બર-દિગમ્બર વિરચિત ઉપલબ્ધ તમામ વ્યાખ્યાઓનું ઊંડાણથી અધ્યયન-અવગાહન કરીને તે બધાનો સારસંગ્રહ કરી ત્રણ પ્રકારની વિશિષ્ટ વ્યાખ્યાઓ તૈયાર કરવી – ૧ “તત્ત્વાર્થ ઉષા' - બાળ જીવો સહેલાઈથી સૂત્રનો સામાન્ય અર્થ પામી શકે, ૨. “તત્ત્વાર્થ પ્રકાશ' - જેનાથી મધ્યમબુદ્ધિ જીવો દાખલાદલીલ-યુક્તિગર્ભિત સાર પામી શકે, ૩. “તત્ત્વાર્થાલોક રહસ્ય’ - જેનાથી તીવ્ર મેધાવી અધ્યેતાઓ તુલનાત્મક રીતે ઊંડાણથી એક એક સૂત્રના રહસ્યમય તાત્પર્યો અવધારી શકે. આ યોજનાના મંગલાચરણરૂપે “તત્ત્વાર્થ ઉષા” નું કાર્ય થઈ ગયું - બાકીનું કાર્ય તેઓ અનેકવિધ સંધ-શાસનની જવાબદારીમાં સતત અપ્રમત્તપણે વ્યસ્ત રહેવાના કારણે ન કરી શકયા – આશા છે કે આ ગ્રન્થના અનુવાદક-સંપાદક મુનિઓ તેમની આ ભાવના પૂર્ણ કરશે. (કંઈક અંશે મધ્યમબુદ્ધિ માટે પૂર્ણ થઈ રહી છે.) શ્રી તત્ત્વાર્થસૂત્રનાં અનેક પ્રકાશનો પ્રકાશિત થઈ ચુકયા છે, પરંતુ શ્રી સિદ્ધસેનગણી મહારાજની ટીકા એવી જટિલ છે કે તેનું હાર્દ પણ જલ્દીથી ન સમજાય તો એના ભાવાનુવાદનું

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 462