Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05 Author(s): Dipratnasagar, Deepratnasagar Publisher: Shrutnidhi Ahmedabad View full book textPage 5
________________ ૪ श्री उमास्वाति वाचकेभ्यो नमः પાંચમાં અધ્યાયના આરંભે આ અધ્યાયમાં કુલ ૪૪ સૂત્રો છે જેમાં મુખ્ય વિષય ‘‘અજીવ-પ્રરૂપણા’’ છે આ પૂર્વે ચાર અધ્યાયોમાં જીવતત્વ વિષયક પ્રરૂપણા કરાઇ છે. પૂ.ઉમાસ્વાતિજી મહારાજા જીવાદિ સાત તત્વોનું કથન પ્રથમ અધ્યાયમાં જણાવી ગયા પણ તત્વવિષયક સ્પષ્ટીકરણો વિસ્તારથી ક૨વા માટે તેઓએ જૂદા જૂદા અધ્યાયોની રચના કરી છે. પ્રસ્તુત પાંચમો અધ્યાય અજીવ તત્વને વિસ્તારથી જણાવવા માટે છે અજીવ તત્વના વર્ણનની સાથે સાથે વિશ્વ વ્યવસ્થાના સૂક્ષ્મતત્વોની સુંદર કડી આવેછે. પાંચ અસ્તિકાય અને દ્રવ્ય-ગુણ-પર્યાય સંબંધિ વિચરણા પણ જોવા મળે છે. આ સમગ્ર અધ્યાય અજીવ તત્વો-તેમાં રહેલા દ્રવ્યો તથા કુલ કેટલા દ્રવ્યો છે. તે દ્રવ્યોની નિત્યતા રૂપીતા કે અરૂપીતા, તે દ્રવ્યોનું સ્થાન, તે દ્રવ્યોના ઉપકારો વગેરે અનેક પેટા વિષયો થી ગુંથાયેલા છે જૈનદર્શનના સૂક્ષ્મ તત્વોનું તત્વજ્ઞાન અને સાથેસાથેસમગ્ર વિશ્વ વ્યવસ્થાના વૈજ્ઞાનિક સત્યોનું શાસ્ત્રીય તેમજ તાર્કિક નિરૂપણ અહીં ખૂબજ સુંદર રીતે નિરૂપીત થયેલ છે. ભાષ્યકાર મહર્ષિએ પણ સ્વોપજ્ઞ ભાષ્યમાં આરંભ કરતા કહ્યું છે કે વૈતા: નીવા: અનીવાર્ વસ્યામ: અર્થાત્ જીવો વિશે કહી ગયા હવે અજીવતત્વોને જણાવીશ Jain Education International જીવ તત્વ પછી અનન્તર નિર્દિષ્ટ એવું અજીવતત્વ છે. તેથી પ્રસ્તુત અધ્યાયમાં તેનું નિરૂપણ કરવાની પ્રતિજ્ઞાને ભાષ્યકાર જણાવે For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 194