Book Title: Tattvagyan Balpothi Sachitra Author(s): Bhuvanbhanusuri Publisher: Divya Darshan Trust View full book textPage 6
________________ Jain Education Intemational અનુમોદના - પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયજયસુંદરસૂરિજી મ. સા. ધાર્મિક ચિત્રજગને યાદ કરીએ એટલે છેલ્લી સદીમાં પૂ. ગુરૂદેવશ્રી ભુવનભાનુસૂરિ મ.સા. યાદ આવ્યા વિના ના રહે. હજારો વર્ષોથી જૈનશાસનમાં ચિત્રો દ્વારા ધાર્મિક પ્રસંગોની અભિવ્યક્તિની ગૌરવવંતી પરમ્પરા ચાલી આવે છે. એક આખું પાનું વાંચીને અને જેટલું યાદ ન રહે એટલું એક જ ચિત્ર જોવાથી યાદ રહી જાય તેમાં આશ્ચર્ય નથી. પૂ. સ્વ. ગુરુદેવશ્રી ઘણીવાર કહેતા કે તીર્થંકર પરમાત્મા આજન્મવૈરાગી હોય છે. છતાં "રાજીમતી કું છોડ કે નેમ સંજમ લીના, ચિત્રામણ જિન જોવતે વૈરાગે મન ભીના” આ પૂજાની પંક્તિઓ જેણે વાંચી હશે તેને ખ્યાલ આવી જશે કે શ્રી પાર્શ્વનાથ ભગવાનને પણ રાજીમતીને છોડીને સંયમ લેવા જતાં નેમનાથ પ્રભુજીનું ચિત્ર જોઈને મન વૈરાગ્યથી વાસિત, ભીનું ભીનું થઈ ગયેલું. પૂર્વકાળમાં થઈ ગયેલા ૠષિઓ, મુનિઓ અને ધર્મિષ્ઠ ગૃહસ્થોએ ધાર્મિક ચિતરામણોની પાછળ લાખો રૂપૈયાનો અને કિંમતી સમયનો બહુમૂલ્ય ભોગ આપ્યો છે તે બધાનાં આપણે ૠણી છીએ. પૂજ્યશ્રીને એક વાતનો ઘણો અફ્સોસ રહેતો કે આજના યુગમાં બિભત્સમાં બિભત્સ ગંદા વિકૃત મલિન દુરાચારોની લ્હાણી કરનારા ચિત્રોને રોજબરોજ જોતાં જોતાં કરોડો લોકો પાપની ગાંસડીઓને ગાંસડીઓ બાંધી રહ્યા છે ત્યારે પ્રજામાં ધર્મ અને નીતિનું શિક્ષણ આપતા ચિત્રોની આર્ટગેલેરી ગામે ગામ અને નગરે નગરે હોવી જોઈએ પણ જૈનોનું આ દિશામાં ધ્યાન હવે લગભગ રહ્યું નથી. જૈનો આવા કાર્યમાં બહુ ઓછો રસ લે છે. ખરેખર જો બાળકો - યુવાનોને સંસ્કારી બનાવવા હોય તો ગામે ગામ દરેક તીર્થોમાં સુસંસ્કારો આપતી ચિત્રશાળાઓ હોવી અતિ જરૂરી છે. પૂજ્યશ્રી ગુરુદેવે પોતાની હયાતીમાં અતિ કાર્યવ્યગ્રતા રહેવા છતાં ધાર્મિક ચિત્રો તૈયાર કરાવવા પાછળ પુષ્કળ સમયનો ભોગ આપ્યો હતો. ધર્મક્રિયાઓનું ચિત્રાંકન એ એમની કારકિર્દીના ગગનનો ચમકતો સિતારો છે પૂ. હેમરત્ન સૂરિજી તથા મુનિરાજ શ્રી સંયમબોધિવિજયજી સ્વ. પૂજ્યશ્રીનો આ વારસો જાળવવા કટિબદ્ધ છે ત્યારે સુશ્રાવક કુમારપાળભાઈની પાસે આપણે એક આશા રાખી શકીએ કે તેઓ પૂજ્ય સ્વ. ગુરુદેવશ્રીના જીવન - પ્રસંગોની પણ ચિત્રમય કિતાબ તૈયાર કરાવે તો એ અમૂલ્ય શ્રદ્ધાંજલિ લેખાશે. ઈતિ શમPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52