Book Title: Tattvagyan Balpothi Sachitra
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 33
________________ જેમાં જ્ઞાન નથી, ચૈતન્ય નથી, જે સહજ રીતે પોતાની રીતે કોઈ કાર્ય કરવા સમર્થ નથી તે અજીવ કહેવાય, જડ કહેવાય. દા.ત. થાંભલો, લાકડું વગેરે.... આવા અજીવ વિશ્વમાં પાંચ છે. (૧) પુદ્ગલ (૨) આકાશ (૩) કાળ (૪) ધમસ્તિકાય અને (૫) અધમસ્તિકાય.... જેમાં રૂપ, રસ, ગન્ધ, સ્પર્શ હોય એટલે કે સામાન્યથી જે દેખી શકાય છે, સ્પર્શી શકાય છે, ચાખી કે સુંઘી શકાય છે તે બધું, જેના સંચોગ - વિભાગ (ભેગા થવું- છૂટા થવું), વૃદ્ધિ-હાનિ (વધવું-ઘટવું) થાય એટલે કે પૂરણ (વધવું) - ગલન (ઘટવું-સડવું-નાશ પામવું) થઈ શકે છે તે પુદ્ગલ કહેવાય. દા.ત. લાકડું, માટી, મકાન, પથ્થર, અસ્ત્રો, શસ્ત્રો, મડદું વિગેરે. અવાજ (શબ્દ), અંધકાર, છાયા (પડછાયો) એ બધા પુદ્ગલ છે. મન અને કર્મ પણ પુદ્ગલ છે. બીજી વસ્તુને રહેવા માટે જે સ્થાન (જગ્યા) આપે છે તે આકાશ કહેવાય. બીજા દ્રવ્યો સહિતનું આકાશ તે લોકાકાશ અને લોકથી બહારનું આકાશ તે અલોકાકાશ. ત્રીજા ચિત્રમાં બતાવ્યા મુજબ બે પગ પહોળા કરી કેડે હાથ દઈ ઉભેલા માણસ જેવી જગ્યા તે લોકાકાશ, બહારનું અલોકાકાશ. ક્ષણ, મિનીટ, કલાક, દિવસ-રાત, માસ-વર્ષ, એ બધો કાળ કહેવાય. તેના મુખ્ય આધાર એવા સૂર્યના ચિત્રથી કાળ બતાવ્યો છે. જીવ અને પુદ્ગલ ગમનાગમન (જવું અને આવવું) કરે છે, તો તે અનન્ત આકાશમાં ક્યાંના ક્યાંય કેમ નથી જતા ? વેરવિખેર કેમ થતા નથી ? અમુક જ ભાગમાં કેમ વ્યવસ્થિત રહે છે ? કારણ કે, એટલા જ ભાગમાં એમને ગતિ કરવા માટે જોઇતી સહાયક વસ્તુ છે-એનું નામ ધમસ્તિકાય દ્રવ્ય છે. જેમ પાણી માછલીને ચાલવામાં સહાયક છે તેમ જીવ અને પુદ્ગલને ગતિમાં સહાયક ધર્માસ્તિકાય છે. અશક્ત વૃદ્ધ મનુષ્યને ઊભા રહેવામાં લાકડી જેમ સહાયક બને છે તેમ જીવ અને પુદ્ગલને સ્થિરતામાં સહાયક વસ્તુ - અધમસ્તિકાય દ્રવ્ય છે. આ પાંચેય અજીવ દ્રવ્યો છે તેમાં પુદગલ દેખી શકાય તેવું મર્ત છે. બાકીના ચાર અમૂર્ત છે. એમાં જીવદ્રવ્યને ઊમેરતા કુલ ૬ (છ) દ્રવ્યો મનાય છે. આજની વિજળી શક્તિ, વરાળ-શક્તિ, અણુશક્તિ (એટમ-બોંબ), એરોપ્લેન, રેડિયો, ટી.વી., ફોન, ઈન્ટરનેટ, ઉપગ્રહો, વિવિધ યંત્ર - શક્તિ એ બધા પુદગલ દ્રવ્યો અને પુદ્ગલ શક્તિ છે. ૩૧ For Private & Fun

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52