Book Title: Tattvagyan Balpothi Sachitra
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 35
________________ ~ ૧૫૭ ૩ ૨ == Jain Education International વિશ્વ શું છે ? દ્રવ્યોનો (છ દ્રવ્યોનો) સમૂહ એ વિશ્વ છે. છ દ્રવ્યમાં આકાશ એક દ્રવ્ય છે. આકાશના અમુક ભાગમાં બાકીના જીવ, પુદ્ગલ વગેરે પાંચે દ્રવ્યો રહે છે. એટલા ભાગને લોક કે લોકાકાશ અને બાકીના ભાગને અલોક કે અલોકાકાશ કહે છે. લોકાકાશને જૈનો વિશ્વ તરીકે, બ્રહ્માંડ તરીકે માને છે. (બાજુમાં લોકનું ચિત્ર છે) આપણે લોકના મધ્યભાગમાં જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં રહીએ છીએ. આ દ્વીપને ફરતા સમુદ્ર, દ્વીપ, સમુદ્ર, દ્વીપ એમ અસંખ્ય દ્વીપ-સમુદ્રો છે. વચ્ચે મેરુપર્વત છે. તેની આસપાસ સૂર્યચન્દ્ર ફરે છે. તેના સતત ફરતા રહેવાથી દિવસ-રાત થાય છે. ઉપર ૧૨ દેવલોકો છે, તેની ઉપર ૯ ત્રૈવેયક દેવવિમાનો (દેવોમાં જ અલગ-અલગ પ્રકાર) છે, એની ઉપર પાંચ અનુત્તર દેવવિમાનો છે. એની ઉપર સિદ્ધશિલા છે, તેની પણ ઉપર મોક્ષ પામેલા સિદ્ધ ભગવંતો બિરાજે છે. આપણી નીચે વ્યંતર દેવોના નગરો છે. તેની નીચે ભવનપતિ દેવોના ભવનો છે. તેમની નીચે નારકી જીવોના છ નરકસ્થાનો છે. દ્રવ્ય એટલે શું ? જેમાં ગુણો રહે, પર્યાયો-અવસ્થાઓ થાય તે દ્રવ્ય કહેવાય. દા.ત. સોનામાં પીળાપણું, ચળકાટ, ભારેપણું વગેરે ગુણો છે. કંઠી (ચેન), કડું, વીંટી, ઘડિયાળ વગેરે તેની અવસ્થાઓ થાય છે. તેથી સોનું દ્રવ્ય કહેવાય અને તેની અવસ્થાઓ એ પર્યાય કહેવાય. ગુણ અને પર્યાયવાળું તે દ્રવ્ય - કોઠો. પર્યાય ૧ ૨ 3 ૪ ૫ 9 દ્રશ્ય Øས પુદ્ગલ આકાશ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય ફાળ ગુણ જ્ઞાન, દર્શન, સુખ આદિ રૂપ, રસ આદિ અવકાશ (જગ્યા) દાન ગતિસહાયકતા સ્થિતિ-સહાયકતા વર્તના-હોવું, થવું 33 For Private & Personal Use Only મનુષ્યપણું, પશુપણું, રાજાપણું, ભિખારીપણું, બાળપણ, યુવાની સંસારી, મુક્ત. પૃથ્વીપણું, માટીપણું, ઘડાપણું ઠિકરાપણુ, (માટીના પર્યાયો) ઘટાકાશ, ગૃહાકાશ, દુકાનાકાશ જીવને સહાયકતા, પુદ્ગલને સહાયકતા જીવને સહાયકતા, પુદ્ગલને સહાયકતા ભૂતકાળ, વર્તમાન, ભવિષ્યકાલ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52