Book Title: Tattvagyan Balpothi Sachitra
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 37
________________ ด થ GL વો જુઓ સામે ચિત્ર (૧) માં જીવને એક સરોવર જેવો બતાવ્યો છે. સરોવરમાં આમ તો ચોખ્ખું પાણી છે, પરંતુ એમાં નીકો દ્વારા કચરો ભરાયો છે. આ કચરો એકમેક થઈ ગયો છે. એમાં બે રંગના વિભાગ છે. કેટલોક કચરો દેખાવમાં સારો છે, કેટલોક ખરાબ. (ચિત્ર-૨) હવે જો નીકો બંધ થાય તો નવો કચરો ન આવે અને ઉપરથી તેમાં ચૂર્ણ નખાય તો કચરો સાફ થતો જાય. છેવટે સઘળો કચરો સાફ થઈ જતાં સરોવર નિર્મળ પાણીભર્યું બની રહે... (ચિત્ર-૩) (૧) આપણા જીવમાં અત્યારે આ સ્થિતિ છે. મૂળભૂત રીતે એમાં નિર્મળ જ્ઞાન, દર્શન, સુખ વગેરે રૂપી પાણી છે. પરંતુ એમાં કર્મકચરો ભરાયો છે. આ કર્મ અજીવ છે. (૨) (3) કર્મના ૫ણ બે વિભાગ છે. સારાં ફળ (સુખ) આપનારા કર્મ તે પુણ્ય... (૪) ખરાબ ફળ (દુઃખ) આપનારા કર્મ તે પાપ... (૫) કર્મ જે નીક (ખાળ જેવું)થી વહી આવે છે તે આસવ. ઈન્દ્રિયોની અધીનતા (આંખ, નાક, કાન, જીભને મનગમતું જ કરવું, ટી.વી. હોટલ, બિભત્સ ગીતો આદિ), હિંસા, જૂઠ આદિ અવ્રત (બાધાપૂર્વક પાપનો ત્યાગ ન કરવો તે) કષાય વગેરે આસવ કહેવાય. GST E આસવ - નીકને ડૂચા દેવા કે ઢાંકણ ઢાંકવું તે સંવર. સારી ભાવના, સામાયિક, અહિંસા, ક્ષમા વગેરે સંવર છે. જૂના કર્મોનો નાશ કરનાર ચૂર્ણ તે નિર્જરા. તપસ્યા, સ્વાધ્યાય, પ્રાયશ્ચિત્ત વગેરે નિર્જરા છે. સંસારી જીવની સાથે કર્મ એકમેકપણે ચોંટે તે બંધ. સર્વ કર્મોનો નાશ થતાં જીવ પ્રગટ કેવલજ્ઞાન, કેવલદર્શન, અનંત સુખાદિવાળો બને તે મોક્ષ. એટલે કે જીવ પોતાના મૂળભૂત સ્વરૂપને પ્રાપ્ત કરે તે મોક્ષ. (૧) જીવ (૨) અજીવ (૩) પુણ્ય (૪) પાપ (૫) આસવ (૬) સંવર (૭) નિર્જરા (૮) બંધ અને (૯) મોક્ષ, એ નવતત્ત્વો કહેવાય. એ તીર્થંકર ભગવાને જે પ્રમાણે બતાવ્યા તે પ્રમાણે જે માને - એના પર સચોટ, દૃઢ શ્રદ્ધા રાખે. તેનામાં સમકીત-સમ્યક્ત્વ - સમ્યગ્દર્શન થયું કહેવાય. સમ્યક્ત્વ આવે તો મોક્ષ નક્કી થઈ જાય. 34 For Private & Person


Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52