Book Title: Tattvagyan Balpothi Sachitra
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust
View full book text
________________
© w
સંવરથી નવા કર્મ બંધાતા અટકે પણ જૂના બાંધેલાનું શું?
તે શેનાથી નાશ પામે ? નિર્જરાથી પૂર્વે બંધાયેલા જૂના કર્મ નાશ પામે છે.
તપથી કર્મનો નાશ થાય છે તેથી અહીં નિર્જરા તરીકે બાહ્ય અને અત્યંતર તપ લેવાનો છે. * બાહ્યતપમાં શું શું ગણાય ? આ,
(૧) અનશનઃ અર્થાત્ પચ્ચક્ખાણપૂર્વક ભોજનનો સર્વથા કે આંશિક ત્યાગરૂપ ઉપવાસ, આયંબિલ, એકાસણું વગેરે. (૨) ઉનોદરિકા : ભૂખ કરતાં ઓછું ખાવું. (પા, અર્ધો કે પોણાભાગ જેટલું ઓછું.)
(૩)વૃત્તિસંક્ષેપ ખાવાની ચીજોની સંખ્યાનો સંક્ષેપ - ઘટાડો. (કું.............. થી વધુ દ્રવ્યો નહીં વાપરૂં તે મુજબ) (૪) રસ - ત્યાગ : દૂધ, દહિં, ઘી, તેલ, ગોળ-સાકર, તળેલું વગેરેમાંથી બધાનો અથવા કોઈનો ત્યાગ.
(૫) કાચ-ક્લેશ : ધર્મક્રિયાના કષ્ટ ઉઠાવવા, જેમકે સાધુ ભગવંતો પગે ચાલીને વિહાર કરે, લોચ, મોટી સંખ્યામાં ખમાસમણ દેવા,
ઊભા ઊભા કલાકો સુધી કાઉસગ્ગ કરવા વગેરે.
(૬) સંલીનતાઃ મન - વચન - કાચાને સ્થિર રાખવા. દા.ત. મૌન, કષાયની લાગણી કે ઈચ્છા પર અંકુશ રાખવો વગેરે. અભ્યન્તર તપમાં શું આવે?
(૧) પ્રાયશ્ચિત્ત ગુરુ આગળ ખુલ્લા દિલે પાપોનો એકરાર કરી તેના દંડરૂપે તપ આદિ કરી આપવો.
(૨) વિનયઃ દેવ, ગુરૂ, જ્ઞાન વગેરેનું બહુમાન અને ભક્તિ.
(૩) વૈયાવચ્ચ સંઘ, સાધુ આદિની સેવા... તેમાંય બાલક, વૃદ્ધ, ગ્લાન (માંદા), તપસ્વી આદિની વિશિષ્ટ સેવા કરવી. (૪) સ્વાધ્યાયઃ ધાર્મિક શાસ્ત્ર ભણવા, ભણાવવા, યાદ કરવા...
(૫) ધ્યાન : એકાગ્ર મનથી તીર્થંકરોની આજ્ઞા, કર્મના શુભ-અશુભ ફળ, રાગ-દ્વેષના નુકશાનો, લોકસ્થિતિ (વિશ્વનું સ્વરૂપ) વગેરેનું ચિંતન.
(૬) કાઉસગ્ગ (કાયોત્સર્ગ) : હાથ લંબાવી મૌનપણે ધ્યાનમાં સ્થિર ઉભા રહેવું.
આ બાર પ્રકારમાંથી ગમે તે તપ થાય તેટલા પ્રમાણમાં સેવવો (આચરવો), એનાથી અગણિત કર્મ-પુદ્ગલના જથ્થાના ભુક્કા ઉડે. કર્મ તોડવાના લક્ષ્યથી ઈચ્છાપૂર્વક જો તપ કરાય તો સકામ-નિર્જરા થાય અને બીજી, ત્રીજી લાલસાથી કે પરાધીનપણે કાયકષ્ટ વેઠવાનું કે ભૂખ્યા રહેવાનું થાય તો અકામનિર્જરા થાય. સકામ-નિર્જરામાં કર્મક્ષય ઘણો થાય અને સદ્ગતિ મળે.
૪૩

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52