Book Title: Tattvagyan Balpothi Sachitra
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 39
________________ આ જગતમાં જીવનું ધાર્યું કેમ નથી થતું ? પ્રયત્ન કરવા છતાં મનગમતી સફળતા કેમ મળતી નથી ? અણધારેલી આફત કેમ આવે છે ? બે ભિન્ન ભિન્ન વ્યક્તિઓને એકસરખા સંયોગ હોવા છતાં એકને લાભ અને બીજાને નુકશાન કેમ થાય છે ? એકને સુખ ä અને બીજાને દુઃખ કેમ મળે છે ? કહો, એ બધા પુણ્ય-પાપના ખેલ છે. કર્મ (ભાગ્ય) બે જાતના હોય છે. એક સારા (શુભ-સુખ આપનાર) અને બીજા ખરાબ (અશુભ-દુઃખ આપનાર). સારા કર્મ તે પુણ્ય, ખરાબ કર્મ તે પાપ. પુણ્ય જીવને સુખ આપે, મનગમતું આપે, સદ્ગુદ્ધિ આપે, પાપ દુઃખ એ આપે, અણગમતું આપે, દુર્બુદ્ધિ આપે. ૨ == ઉપરના પહેલા ચિત્રમાં - શેઠાઈ, મેવા-મિઠાઈ, ધમધોકાર ધંધો, બંગલો, મોટર, હષ્ટપુષ્ટ શક્તિશાલી શરીર અને દેવવિમાન દેખાય છે, એ પુણ્ય હોય તો મળે છે. બીજા ચિત્રમાં બળદને ભારે બોજ અને ચાબખા, મજૂરી, દુર્બલતા, ભંગીપણું (કચરો ઉઠાવવો પડે), બળવાન ની લાત ખાવી પડે, મહેનત કરવા છતાં વિધા ન ચડે, જેલ અને નરક દેખાય છે. એ પૂર્વે કરેલા પાપનું ફળ છે. આવા કર્મના કુલ ૧૫૮ ભેદ છે. તેમાં - શાતા વેદનીય નામના પુણ્યથી સારૂં આરોગ્ય મળે, ઉચ્ચ ગોત્ર પુણ્યથી સારા-ઊંચા કુળમાં જન્મ મળે. દેવાયુષ્ય અને મનુષ્યાયુષ્ય પુણ્યથી દેવ-મનુષ્ય થવાય. શુભ નામકર્મથી સારી ગતિ, સારૂં રુપ, સારો બાંધો, યશ-કીર્તિ, સૌભાગ્ય (લોકપ્રિયતા, લોકમાન્યતા) વગેરે મળે.... અશાતા વેદનીય પાપકર્મથી દુઃખ, વેદના, રોગ આવે. નીચગોત્રથી ઢેઢ-ભંગીના કુળમાં જન્મ થાય, અશુભ નામકર્મથી એકેન્દ્રિયાદિપણું, કીડા - મંકોડાપણું, અપજશ, અપમાન વગેરે મળે, જ્ઞાનાવરણ પાપથી ભણવાનું ન આવડે, યાદ ન રહે, મોહનીય પાપથી દુર્બુદ્ધિ, ક્રોધ, અભિમાન, લોભ વગેરે થાય. અંતરાય - પાપથી ધાર્યું ન મળે, ન ભોગવાય, દુર્બલતા રહે વગેરે થાય છે. પુણ્યકર્મ બાંધવાતા ઉપાયો - સાધુ-સાધર્મિક આદિ સુપાત્રને દાન, ગુણવાનની અનુમોદના, પરમાત્મા આદિની સ્તુતિ, ભક્તિ, નમસ્કાર, દયા, વ્રત-નિયમ, તપસ્યા, ક્ષમા રાખવી, સત્ય બોલવું, નીતિ પાળવી, સારા વિચાર અને સારા આચારોમાં આગળ વધવું વગેરે.. પાપર્મ બાંધવાના કારણો છે - દેવ - ગુરુ અને ધર્મની - નિન્દા આશાતના કરવી, ધર્મમાં અંતરાય (અટકાયત), હિંસા, અસત્ય-જૂઠ, અનીતિ, દુરાચાર, ભ્રષ્ટાચાર, કષાયો કરવા, ઈન્દ્રિયોના વિષયોમાં લંપટતા (સારૂં સારૂં દેખી તરત મેળવવાની તલપ) શિકાર, જુગાર, કંદમૂળ, હોટલ આદિ અભક્ષ્ય ભક્ષણ, રાત્રિભોજન વગેરે.... Education International 39 For Private & Personal Dinty ww.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52