Book Title: Tattvagyan Balpothi Sachitra
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 41
________________ - પરચ- પાપ એટલે કે શુભ-અશુભ કર્મ, જીવનમાં કોણ લાવે છે ? આસવ... કપડાપર તેલનો ડાઘ હોય તેના પર જેમ ધૂળ ચોંટે તેમ આસવના કારણે આત્મા પર કર્મધૂળ ચોંટે છે, અથવા આસવ એ જાણે કે જીવરૂપી ઘરની બારીઓ છે, એમાંથી કર્મરૂપી ધૂળ જીવરૂપી ઘરમાં ઘૂસે છે. અથવા આસવ એ જાણે કાણાં બાકોરાં છે, જેના દ્વારા કર્મધૂળ જીવમાં ભરાય છે. (જુઓ ચિત્ર.). અથવા પાઠ ૧૪ ના ચિત્ર મુજબ આસવ જાણે નીક છે, જેમ ઘરની ખાળ લાઈન મેલું પાણી ગટરમાં ભેગુ કરે છે, નીકો સરોવરમાં કચરો તાણી લાવે છે તેમ ઈન્દ્રિય વગેરે આસવો જીવમાં કર્મકચરો લાવી ભેગો કરે છે. આસવ મુખ્ય પાંચ છે. (૧) ઈન્દ્રિય (૨) કષાયો (૩) અવ્રતો (૪) રોગો અને (૫) ક્રિયાઓ. આપણી આંખો, જીભ, કાન વગેરે ઇન્દ્રિયો, દેખાતા જડ પદાર્થો તરફ રાગ - દ્વેષથી (ગમાઅણગમાથી) દોડે છે અને તક્ષણ જીવ સાથે કર્મનો જથ્થો ચોંટે છે. આમ વૈષયિક પદાર્થો પર રાગ-દ્વેષ કરવા તે કર્મબંધનું કારણ છે. (૨) આપણે ક્રોધ કરીએ, ગર્વ લાવીએ, માયા-કપટ સેવીએ કે લોભ-તૃષ્ણા - મમતાનું સેવન કરીએ તો તત્કાળ આત્મા પર કર્મ ચોંટે છે. આ બધા કષાયો કહેવાય. એજ રીતે હાસ્ય (મશ્કરીથી કે સ્વાભાવિક), શોક, હર્ષ (રાજીપો) ખેદ, ભય, મેલ-દુર્ગધ આદિ પ્રત્યે કે તેવા વસ્ત્રાદિ ધારણ કરનાર પ્રત્યે તિરસ્કાર-દુગંછા, ઈષ્ય, વૈર, કુમતિ, કામવાસના આ બધાને પણ કષાયોમાં સમજવાના. . . ભલે ક્યારેક હિંસા ન કરીએ, જૂઠ ન બોલીએ, ચોરી-અનીતિ ન આચરીએ, સ્ત્રી-સંબંધ કે વધુપડતા મોજશોખ ન કરીએ કે અતિશય ધન માલ પરિગ્રહ ન રાખીએ, પરંતુ જે ‘એ હું નહિ જ કરુ’ એવું વ્રત - પ્રતિજ્ઞા (બાધા) ન હોય તો એ અવ્રત-અવિરતિ આસવ કહેવાય. એનાથી પણ પાપકર્મ ન કરવા છતાં કર્મ બંધાય છે. જેમ ઘર ન વાપરવા છતાં માલિકી હોય તો ટેક્ષ ભરવો પડે છે તેમ પાપ ન કરવા છતાં તે કરવાની અપેક્ષા રાખવાથી પાપકર્મ બંધાય છે. (૪) આપણે મનથી વિચાર, વચનથી વાણી અને કાયાથી વર્તન કરીએ તે ‘ચોગ’ આસવ છે. એમાં વિચારવું, બોલવું, હાથ-પગ હલાવવા-ચાલવું-દોડવું વગેરે આવે... ક્રિયા આસવમાં મિથ્યાત્વ વગેરેની ચેષ્ટા-પ્રવૃત્તિ આવે. કુલ ૨૫ પ્રકારની ક્રિયાઓ છે જે ગુરુદેવના સત્સંગથી જાણવી. આ તો કર્મબંધના સામાન્ય કારણભૂત આસવ ગમ્યા. વળી દરેક કર્મના જુદા જુદા આસવો પણ છે. દા.ત. જ્ઞાન-જ્ઞાનીની, પુસ્તક વગેરેની આશાતનાથી જ્ઞાનાવરણ કર્મ બંધાય છે. જીવની દયા શાતાવેદનીય પૂણ્ય બંધાવે વગેરે. • દેવ, ગુરુ અને ધર્મનો રાગ, પાપ પર દ્વેષ, ધર્મક્રિયા એ શુભ આસવ છે. () (૫) ૩૯ ] |

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52