Book Title: Tattvagyan Balpothi Sachitra
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 11
________________ - ૪૩ ૪ Ա G Education In આપણા ભગવાન કોણ ? અરિહંત ભગવાન. એ તીર્થંકર કહેવાય, એ જિનેશ્વર પણ કહેવાય. અરિહંત એટલે દે આદિને પણ પૂજ્ય એટલે કે પૂજન કરવા યોગ્ય. તીર્થંકર એટલે વિશ્વના તમામ જીવોને તારનાર ધર્મતીર્થના સ્થાપક. જિનેશ્વર એટલે રાગ-દ્વેષ આદિ આત્મિક દોષોને જીતનારમાં અગ્રેસર. એ પરમાત્મા છે. પરમ(શ્રેષ્ઠ) પુરૂષ છે. પાતાલલોક - મધ્યલોક અને ઊર્ધ્વલોક એમ ત્રણે લોકના નાથ છે. સુરાસુરેન્દ્રોથી પૂજિત છે. શ્રી આદીશ્વર, શ્રી શાંતિનાથ, શ્રી નેમિનાથ, શ્રી પાર્શ્વનાથ, શ્રી મહાવીરસ્વામિ એવા કુલ ચોવીશ તીર્થંકરો થઈ ગયા. આ ચોવીસ તીર્થંકરોને ચોવીશી કહેવાય. શ્રી આદિશ્વર આદિની પહેલા અનંત ચોવીશી થઈ ગઈ અને ભવિષ્યમાં પણ અનંત ચોવીશી થશે. આપણા ભરતક્ષેત્રની ઉત્તરે મહાવિદેહ ક્ષેત્ર છે, એવા કુલ ૫ મહાવિદેહ છે. ત્યાં શ્રી સીમંધર સ્વામિ વગેરે ૨૦ વિહરમાન (હાલ વિચરતા) તીર્થંકર દેવો વિધમાન છે (જુઓ સામેના ચિત્રમાં) તેઓ દેવતાએ રચેલા ચાંદી-સોના અને રત્નથી બનેલા ત્રણ ગઢવાલા સમવસરણમાં બેસીને ધર્મનો ઉપદેશ આપે છે. ત્યાં ગૌતમસ્વામી જેવા ગણધર અને બીજા મુનિરાજો તથા ઈન્દ્રો, દેવો, રાજાઓ અને અન્ય લોકો પણ આવેલા છે. ત્યાં નગરના અને જંગલના પશુઓ પણ જાતિવેર ભૂલી તેમનો ધર્મોપદેશ સાંભળવા આવે છે. સર્વ કોઈ પ્રભુની વાણીને પોતાની ભાષારૂપે સાંભળે છે અને તેથી સમજી શકે છે. અરિહંત ભગવાનને રાગ નથી, દ્વેષ નથી, હાસ્ય નથી, શોક નથી, હર્ષ (મજા) કે ઉદ્વેગ (દુઃખ) કાંઈ નથી, એ વીતરાગ છે. તેમણે દીક્ષા લઈ, તપસ્યા કરી, અનેક સંકટો - કષ્ટો સહ્યા, તેમાં જરા પણ ચલિત ન થતા ધ્યાનમગ્ન રહી કર્મોનો નાશ કરી કેવલજ્ઞાન (પરિપૂર્ણ જ્ઞાન) પ્રાપ્ત કર્યું, એ રીતે તેઓ સર્વજ્ઞ થયા. ભૂતકાળ - વર્તમાનકાળ અને ભવિષ્યકાળ - ત્રણે કાળનું એ બધું ય જાણે. તેમણે જગતને સત્ય તત્ત્વ દર્શાવ્યું છે, મોક્ષનો માર્ગ એટલે ધર્મ તેમણે સમજાવ્યો છે, આત્માના સાચા સુખની સમજણ તેમણે આપી છે. (જુઓ-સામે એ ભગવાનનું દેરાસર છે, એમાં એમની મૂર્તિ-પ્રતિમા છે) એમની પૂજા-ભક્તિ કરવાથી બહુ પુણ્ય થાય, પાપ ધોવાય, સારી ગતિ મળે. એમનું નામ જપવાથી પણ પુણ્ય વધે. જૈનશાસનમાં પરમાત્મા થવાનો કોઈને ખાસ ઈજારો નથી આપ્યો. જે કોઈ અરિહંતની, સિદ્ધની, જૈનશાસનની, આચાર્યાદિ સાધુઓની સારી રીતે આરાધના કરે, ખૂબ ભક્તિ કરે... અથવા સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપની પ્રશંસનીય સાધના કરે, યા તો તીર્થ-સંઘની અસાધારણ સેવા-ભક્તિ કરે, સર્વ જીવોને તારવાની કરૂણાબુદ્ધિથી પ્રશસ્ત (શુભ) પ્રયત્નો કરે, વિધિપૂર્વક લાખ નવકાર ગણે, દેવદ્રવ્યની રક્ષા-વૃદ્ધિ, શાસન-પ્રભાવના કરે, વગેરે જિનેશ્વર દેવોએ ફરમાવેલા શુભ કર્તવ્યોથી તે ઉત્તમ આત્મા પણ ‘તીર્થંકર’ થઈ શકે છે. G

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52