Book Title: Tattvagyan Balpothi Sachitra
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 13
________________ આ આપણ ગુરૂ કોણ ? =>> 6 = % 6 20 नमो अर्धवाणी नमो सिद्धाणं नमो आयरियाणं આ नमो उवज्झायाणं नमो लोए सव्वसाहूणं एसो पंच नमुषकारो સાધુ-મુનિરાજ. એ જ સાચા ગુરૂ છે. કેમકે એમણે કંચન-કામિની-માલ-મિલકત, સગા-વ્હાલા, હિંસામય ઘરવાસ વગેરે સંસાર-મોહ તજી દીક્ષા લીધી છે. સ્થૂલ કે સૂક્ષ્મ(મોટા કે નાના) કોઈપણ જીવને મારવો નહિ, જરાય અસત્ય - જુઠું બોલવું નહિ, માલિકે આપ્યા વિનાનું કાંઈ I પણ લેવું નહિ, સ્ત્રીનો સદા સંપૂર્ણપણે ત્યાગ (બ્રહ્મચર્યનું પાલન કરવું), રાતી પાઈ પણ રાખવી નહિ (પૈસા આદિ માલમિલકતનો સર્વથા ત્યાગ), આવા પાંચ મહાવ્રતોની પ્રતિજ્ઞા લઈ જેઓ જીવનભર એ પાંચ શીલ પાળે છે. તેઓ કાચું પાણી, અગ્નિ, લીલી વનસ્પતિ, સ્ત્રી, બાલિકા વગેરેને અડકે પણ નહિ. મઠ-મકાન-ઝૂંપડી પણ રાખે નહિ. રસોઈ પોતે કરે નહિ, પોતાના માટે બીજા પાસે કરાવે નહિ, પોતાના માટે કરેલી રસોઈ લે નહિ, તેઓ ગૃહસ્થોને ત્યાંથી ઘરઘરથી થોડું થોડું રાંધેલું અન્ન યાચી (માંગી) ભિક્ષાવૃત્તિથી પોતાનો નિર્વાહ ચલાવે છે(જીવન નિભાવે છે). રાતે પાણી પણ લે નહિ. તેઓ ખુલ્લે પગે ચાલીને વિહાર કરતા ગામેગામ જાય છે. દિવસ-રાત ધર્મક્રિયા કરવી, શાસ્ત્રો ભણવા, સાથે રહેલા બિમાર, તપસ્વી, વૃદ્ધ આદિ સાધુઓની સેવા કરવી, તપશ્ચર્યા કરવી એ તેમનું સતત ધર્મસાધનાની સુગંધથી સભર સાધુજીવન છે. (જુઓ ચિત્ર-૧) તેઓ લોકોને માત્ર ધર્મ શીખવે-સમજાવે છે. તીર્થંકર ભગવંતે કહેલા તત્ત્વો દયા, દાન, વ્રત, નિયમ, ત્યાગ, તપસ્યા, દેવ . ગુરૂની ભક્તિ વગેરેનો ઉપદેશ આપે છે. આ ગુરૂ ત્રણ પ્રકારે - સૌથી મોટા આચાર્ય - એ શાસનની સેવા-રક્ષા કરે છે. તીર્થંકર પ્રભુની ગેરહાજરીમાં તેઓ શાસનના રાજા ગણાય. બીજા ઉપાધ્યાય - એ સાધુઓને શાસ્ત્રો ભણાવે છે. અને ત્રીજા સાધુ કે જે આચાર્ય - ઉપાધ્યાય ભગવંતોએ શીખડાવેલી સંયમજીવનની મોક્ષમાર્ગની સાધના કરે છે. આ ત્રણેય ગુરૂદેવો કર્મોનો ક્ષય (નાશ) કરી મોક્ષ પામે ત્યારે સિદ્ધ ભગવાન બને. (૧) અરિહંત (૨) સિદ્ધ (૩) આચાર્ય (૪) ઉપાધ્યાય અને (૫) સાધુ એ પાંચ પરમેષ્ઠી કહેવાય. (તેમને પરમેષ્ઠી કહીને પણ બોલાવાય), એમને નમસ્કાર કરવાનું સૂત્ર - નવકાર મંત્ર - નમસ્કાર મહામંત્ર છે. જો એકવાર નવકાર ધ્યાનથી (શુભ ભાવે - એકાગ્રતાથી) ગણવામાં આવે તો પાપકર્મો - જે બહુ જ મોટા જથ્થામાં પડેલા છે Jain Education International सव्वपाशपणासणी मंगलाी वा खान्देनिंग nee ee it' મે જેટલા કર્મો તૂટી જાય. (૧ સાગરોપમ એટલે અસંખ્ય વર્ષ) એક છૂટી નવકારવાળી એટલે ૧૨ નવકાર ગણતા છ હજાર સાગરોપમ તૂટે અને એક બાંધી (પાકી) નવકારવાળી એટલે ૧૦૮ નવકાર ગણતા ૫૪ હજાર સાગરોપમ જેટલા કર્મ તૂટે. નવકાર ધ્યાનથી ગણવા માટે ઊપરના પદો વાંચી વાંચીને ગણવા.... ૧૧ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52