Book Title: Tattvagyan Balpothi Sachitra
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust
View full book text
________________
pers
ધર્મ કરીએ તો ઘણાં સુખ મળે, પાપ કરીએ તો બહુ દુઃખ મળે. પાપ કરવાથી કૂતરા, બિલાડા, કીડા, મંકોડા થવું પડે, નરકમાં રાક્ષસના હાથે બહુ પીડાવું પડે. જ્યારે ધર્મ કરવાથી ઊંચે જવાય, વિમાનમાં દેવ થવાય અને મોક્ષ મળે, પછી કંઈ દુઃખ જ નહિ, સુખ અને સુખ....
સર્વજ્ઞ વીતરાગ ભગવાને કહ્યો તે જ સાચો ધર્મ. એમણે ચાર પ્રકારનો ધર્મ બતાવ્યો છે. દાન, શીલ, તપ અને ભાવ.
(અ) દાનધર્મમાં : -
(૧) ભગવાનની પૂજા-ભક્તિ કરવાની, દૂધ (જલ) ચંદન, કેસર, ફૂલ, ધૂપ, ઘીનો દીવો, ચોખા (અક્ષત) ફળ અને નૈવેધ (મિઠાઈ, પતાસા, સાકર વિ.) વગેરે અર્પણ કરવાનું.
(૨) સાધુ-મુનિરાજને વહોરાવવાનું : ભોજન, વસ્ત્ર, ઔષધ (દવા) આદિ દાન આપવાનું.
(૩) અપંગ, અસહાય, અંઘ, અનાથ, દીન-દુઃખી આદિને ખાવા-પીવાનું, કપડા, ઠંડીમાં ધાબળો આદિ આપવાનું.
(૪) કીડી-મકોડા વગેરે કોઈપણ જીવને મારવા નહિ - અભયદાન દેવાનું. તે માટે નીચે જોઈને ચાલવાનું.... (૫) ધર્મકાર્યોમાં (દેરાસર-ઉપાશ્રય બાંધકામ, સાધર્મિક ભક્તિ, શિબિર-પાઠશાલા આદિમાં) દાન આપવાનું. (૬) બીજાઓને ધાર્મિક જ્ઞાન આપવું, તેમાં સહાયતા કરવાની.
(બ) શીલધર્મમાં - બ્રહાચર્ય, સદાચાર, વ્રત - નિયમ(બાધા), સામાયિક, સુદેવ-સુગુરૂ-સુધર્મ પર અટલ શ્રદ્ધા, માતા-પિતા-વિદ્યાગુરુ- દેવ-ગુરુ- વડીલ આદિનો વિનય કરવો વગેરે ધર્મમય જીવન વ્યવહાર રાખવો.
(ક) તપધર્મમાં - નવકારશી (સૂર્યોદયથી ૪૮ મિનિટ પછી મુઠ્ઠી વાળી નવકાર ગણી વાપરવું તે), પોરસિ, બિયાસણું, એકાસણું, આયંબિલ, ઉપવાસ આદિ શક્તિ પ્રમાણે કરવાનું. ઉણોદરી - ભૂખ કરતા ઓછું ખાવાનું, મનને મલિન કરે તેવી વિગઈઓ- દૂધ, ઘી, મિઠાઈ વગેરેમાંથી એકાદ તજવાનું (છોડવાનું), ધર્મક્રિયામાં સમતાથી કષ્ટ સહન કરવાનું, ધાર્મિક અધ્યયન (સ્વાધ્યાય) કરવું, પાપોનો ગુરૂ સમક્ષ એકરાર (પ્રાયશ્ચિત્ત), સંઘની સેવા, ધ્યાન એ બધાનો તપમાં સમાવેશ થાય છે, તેમાંથી શક્ય તેટલું કરવું.
(ડ) ભાવધર્મમાં - સારી ભાવના ભાવવી, જેમકે - અહો ! આ સંસાર અસાર છે, કાચામાયા બધુ નાશવંત છે, ધર્મ જ સાર છે. અરિહંત આદિ પરમેષ્ઠી સાચા તારક છે. સર્વ જીવો મારા મિત્ર છે. સૌ પાપથી બચો, સૌ સુખી થાઓ, સૌ જીવો મોક્ષ પામો’. ‘હું એકલો આત્મા છું, કાયા વગેરે બધું મારાથી જુદું
છે......'
Jain Education International
અહિંસા, સંયમ અને તપ એ મુખ્ય ધર્મ છે. ધર્મનો પાયો - મૂળ સમ્યક્ત્વ છે. સમ્યક્ત્વ એટલે અરિહંત એ જ મને માન્ય દેવ, એમના વચન પર દૃઢ શ્રધ્ધા તથા સાચા સાધુ જ ગુરૂ તરીકે માન્ય
અને તેમના પર શ્રદ્ધા - પ્રેમ.....
૧૩
For Private & Personal Use Only
www.jalmelibrary.org

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52