Book Title: Tattvagyan Balpothi Sachitra
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 25
________________ તીર્થકર ભગવાન કહે છે - (૧) શરીર એ જીવ નથી, શરીરથી તદ્દન જુદો જીવ એક સ્વતંત્ર વ્યક્તિ (તત્ત્વ) છે. દા.ત. કોઈના શરીરમાં ભૂત હોય તેમ જીવ, શરીરમાં કેદ પૂરાયેલ છે. જીવ હાથને ઊંચો કરે, તો જ એ ઊંચો થાય (જુઓ ચિત્ર -૧) એક હાથ ઊંચો થયો છે, જ્યારે બીજો હાથ બિચારો એમ જ પડી રહ્યો છે. (૨) જીવ આજ-કાલનો નહિ, સદાનો હયાત છે, નિત્ય છે. ઝાડ, પાણી, કીડા, પશુ, પંખી વગેરે અનંતા શરીરોમાં કેદ પૂરાતો અને ત્યાંથી છૂટતો જીવ આજે અહીં આવ્યો છે. પાછો અહિંથી ઉપડી જવાનો....ક્યાં ? કર્મ લઈ જાય ત્યાં..... (ચિત્ર-૨). (૩) શરીરમાં કેદ પુરાવાનું કારણ - જીવે તેવા કર્મ કર્યા છે, જીવ સારા-નરસા કર્મનો કર્તા છે. હિંસા, અસત્ય, ચોરી, રંગરાગ, ધનસંગ્રહ, આરંભ, સમારંભ વગેરે પાપો કરી કર્મ બાંધે છે. જ્યાં સુધી કર્મ બાંધવાનું ચાલુ ત્યાં સુધી સંસારમાં ભટકવાનું ઉભું રહેવાનું (ચિત્ર-૩) (૪) જીવ કર્મનો ભોક્તા પણ છે. પોતાના કરેલા કર્મના ફળ જીવે પોતે જ ભોગવવા પડે છે. પોતાને સુખ-દુઃખ પોતાના જ કર્મથી મળે છે. પુચકર્મથી સુખ મળે અને પાપકર્મથી દુઃખ મળે. પુણ્યકર્મ ભોગવવા મનુષ્ય લોકમાં કે સ્વર્ગમાં અને પાપકર્મ ભોગવવા તિર્યંચ કે નરકમાં ય જવું પડે છે. (ચિત્ર-૪) (૫) કર્મના બંધનથી કાયમનો છૂટકારો પણ થઈ શકે છે. જેમકે જેલ આદિમાં બેડીના બંધનથી બંધાયેલો ક્યારેક કાયમીપણે મુક્ત થઈ શકે છે. બધા જ કર્મ સંપૂર્ણપણે તૂટે તો અવશ્ય મોક્ષ થાય, પછી કદાપિ કર્મ ન લાગે, સંસારમાં ભટકવું ન પડે, દેવ-નરક-મનષ્ય-તિર્યંચ આદિ. ચારગતિમાંથી એકેયમાં જન્મ-મરણાદિ દુઃખો ભોગવવા ન પડે. (ચિત્ર-૫) () મોક્ષ - કાયમ માટે સંસારથી છુટકારો અને અનંત જ્ઞાન-દર્શન, અનંત શક્તિ અને અનંતા આનંદથી ખીચોખીચ ભરેલ. આવો મોક્ષ મેળવવા માટે બધા જ કર્મોનો નાશ કરવો જોઈએ. તેના ઉપાયો ક્યા ? જે કારણોથી કર્મો બંધાયા તેનાથી વિપરીત કારણોથી અર્થાત્ જિનભક્તિ, તપસ્યા, વ્રત, નિયમ, દાન, સદાચાર, શાસ્ત્રશ્રવણ, અહિંસા, સત્ય, નીતિ, સામાયિક, પ્રતિક્રમણ, ચારિત્રપાલન, પાપપ્રાયશ્ચિત્ત આદિથી કર્મો તૂટે છે. ' આ છ સભ્યત્વના સ્થાનો કહેવાય છે. (૧) આત્મા છે. (૨) નિત્ય છે. (૩) કર્મનો કર્તા છે. (૪) કર્મનો ભોકતા છે. (૫) એનો મોક્ષ છે. (૬) મોક્ષના ઉપાય છે. www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52