Book Title: Tattvagyan Balpothi Sachitra
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 29
________________ » = ૨ = ૨૬ ૨૪ ૪ લી) Jain Education International તાંબામાં ભળી ગયેલું સોનું ઝાંખું દેખાય છે, છતાં સોનું પોતે અંદર શુદ્ધ છે તેવી રીતે જીવ પોતે અંદરખાને શુદ્ધ હોવા છતાં જડ કર્મ-રજ (કર્મનો કચરો) એમાં ભળી ગયેલ હોવાથી મલિન બન્યો છે. એના અસલી સ્વરૂપમાં અનંતજ્ઞાન વગેરે ગુણો છે, શક્તિઓ છે પરંતુ તે કર્મના આવરણથી ઢંકાઈ જઈ તેનું રૂપ મલિન થયું છે તેથી નકલી સ્વરૂપ પ્રગટ થયું છે. જીવને સૂર્ય જેવો સમજીએ તો એમાં આઠ જાતના ગુણરૂપી પ્રકાશ કહેવાય. સૂર્ય પર આઠ જાતના વાદળ આવી જાય તેમ જીવ પર આઠ જાતના કર્મરૂપી વાદળો આવી જવાથી તેનો પ્રકાશ ઢંકાઈ ગયો છે અને તેની સાથે જીવ પર નકલી વાતો ઊભી થઈ ગઈ. દા.ત. જ્ઞાનાવરણ કર્મથી જીવમાં રહેલું અનંતજ્ઞાન (સર્વજ્ઞપણું) ઢંકાઈ જઈને અજ્ઞાનપણું, મૂર્ખાપણું, મંદબુદ્ધિપણું, ભૂલકણો સ્વભાવ આદિ ઉભા થયા.... સામેના ચિત્રમાં જીવનું (એટલે કે આપણું) આંતરિક સ્વરૂપ કેવું ભવ્ય છે તે બતાવ્યું છે. પરંતુ આજે કર્મરૂપી વાદળોથી ઘેરાયેલા આપણે કેવા ભેળસેળીયા સ્વરૂપવાળા બની ગયા છીએ તેની નીચેની કોઠામાં સ્પષ્ટતા છે. જીવનું સ્વરૂપ જીવનું નકલી સ્વરૂપ (૧) અનંત જ્ઞાન (૨) અનંત દર્શન (૧) અજ્ઞાન, મંદ, મૂર્ખ, જડ, ભૂલકણો. (૨) આંખ વગેરે ન હોવી એટલે આંધળા, બહેરા, લુલા, લંગડાપણું, ઉંઘના પ્રકારો. (૩) મિથ્યાત્વ, અવિરતિ, રાગ, દ્વેષ, કામ, ક્રોધ, ઈર્ષ્યા આદિ.. (૩) સમ્યગ્દર્શન વીતરાગતા (૪) અનન્ત વીર્યાદિ (૫) અનન્ત સુખ (૬) અજર-અમરતા (૭) અરૂપીપણું (૮) અગુરુલઘુપણું એને ઢાંકનારા કર્મરૂપી વાદળો (૧) જ્ઞાનાવરણીય (૨) દર્શનાવરણીય (૩) મોહનીય કર્મ (૪) અંતરાય કર્મ (૫) વેદનીય કર્મ (૬) આયુષ્ય કર્મ (૭) નામકર્મ (૮) ગોત્ર કર્મ ૨૭ (૪) દુર્બલતાપણું, કૃપણપણું, દરિદ્રપણું, પરાધીનપણું. (૫) શાતા (સુખ) અશાતા (કષ્ટ, પીડા, દુઃખ). (૬) જન્મ, જીવન, મરણ, (૭) નરકાદિ ગતિ, એકેન્દ્રિયાદિ શરીર, રૂપ, જશ, અપજશ, સૌભાગ્ય, દુર્ભાગ્યાદિ. (૮) ઉચ્ચકુલ, નીચકુલ. For Private & Personal Use Only www.jainulltbrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52